ગીત ગાતા હૂઁ મૈં...:ખુશ રહે તૂ સદા... વિ. ખુશીનો દિવસ છે

ડો. અશોક ચાવડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘ખિલોના’માં પ્રેમી પ્રેમિકાના લગ્નપ્રસંગે અને ‘પૂજાનાં ફૂલ’માં પ્રેમિકા પ્રેમીના લગ્નપ્રસંગે ગીત રજૂ કરે છે

ફિલ્મો કોઈ પણ ભાષામાં હોય એની સંવેદનાની ભાષા એક જ હોય છે. ઘણી વાર અભ્યાસ કરીએ તો હિન્દી-ગુજરાતી ફિલ્મોનાં ગીતોમાં સામ્યતા જોવા મળે છે. વાત કરીએ આપણા ગુજરાતી હરિભાઈ જરીવાલા પર ફિલ્માવાયેલા ગીતથી. ફિલ્મી નામ છે સંજીવકુમાર (જન્મઃ 9 જુલાઈ, 1938, અવસાનઃ 6 નવેમ્બર, 1985)ની ફિલ્મો ‘ખિલોના’ (1970), ‘અનામિકા’ (1973),‘આંધી’ (1976), ‘મૌસમ’ (1977), ‘ત્રિશૂલ’ (1979), ‘અંગૂર’ (1981) જ્યારે તક મળે ત્યારે જોવા જોવી. એમાંય પણ ‘આંધી’ અને ‘મૌસમ’ તો એક જોવી જ જોઈએ. આ બે ફિલ્મોનાં ગીતો વિશે નિરાંતે લખવું પડે, પણ હમણાં ગુજરાતી ફિલ્મ ‘પૂજાનાં ફૂલ’ (1983) અને ‘ખિલોના’ (1970)નાં ગીત વચ્ચેની સામ્યતા જોઈએ. ‘ખિલોના’માં પ્રેમી પ્રેમિકાના લગ્નપ્રસંગે ગીત રજૂ કરે છે, જ્યારે ‘પૂજાનાં ફૂલ’માં પ્રેમિકા પ્રેમીના લગ્નપ્રસંગે ગીત રજૂ કરે છે. બંને ગીતોનું નિમિત્ત છે લગ્ન. ‘ખિલોના’ ફિલ્મમાં ગીતકાર આનંદ બક્ષીએ લખેલું, લક્ષ્મીકાંત પ્યારેલાલે સ્વરબદ્ધ કરેલું અને મોહમ્મદ રફીએ ગાયેલું ‘ખુશ રહે તૂ સદા યે દુઆ હૈ મેરી’ (‘ગાલગા / ગાલગા / ગાલગા / ગાલગા’), જેની બહેર મુતદારિક મુસમ્મન મઝાલ તરીકે તેમજ પરંપરાગત ઝૂલણા તરીકે પણ પ્રચલિત છે. પ્રસ્તુત ગીતમાં દિવાળીનો પ્રસંગ છે. બિહારી (શત્રુધ્ન સિંહા) અને સપનાં (અલકા)નાં લગ્નપ્રસંગે વિજયકમલ (સંજીવકુમાર) આ ગીત રજૂ કરે છે. પ્રેયસી અલકાને ધ્યાનમાં રાખીને લખાયેલા આ ગીતમાં ગીતકાર આનંદ બક્ષીએ પરિસ્થિતિને બખૂબી ન્યાય આપ્યો છે. ગીતની શરૂઆત શત્રુધ્ન અને સંજીવકુમારના સંવાદથી થાય છે... શત્રુઘ્ન સિંહાઃ વિજયસાબ, ઇતની મહેરબાની ઔર કિજીએ કિ દિલ સે નિકલી હુઈ શાયરી કી કુછ બુંદે બરસા દીજીયે તભી રંગીન મહેફિલ મેં બહારે આ જાએગી. સંજીવકુમારઃ ઇસ મૌકે કે લિએ મેરે પાસ કોઈ કલામ નહીં હૈ બિહારીબાબુ. શત્રુઘ્ન સિંહાઃ વાહ વાહ વાહ... સૂના હમારે શાયરે આલમ ફરમા રહે હૈ ઇસ મૌકે કે લિએ ઉનકે પાસ કોઈ કલામ નહીં હૈ. અજી અપને ચાહનેવાલોં કો આપ કુછ ભી સૂના દીજીએ. હમ સમજેગેં કિ આપને હમારી શાદી કા તોહફા દે દિયા. ...અને ગીત શરૂ થાય છે. (તેરી શાદી પે દૂં તુઝકો તોહફા મૈં ક્યા પેશ કરતા હૂઁ દિલ એક ટૂટા હુઆ) ખુશ રહે તૂ સદા, યે દુઆ હૈ મેરી, બેવફા હી સહી, દિલરૂબા હૈ મેરી. જા મૈં તનહા રહૂઁ, તુઝકો મહફિલ મિલે, ડૂબને દે મુઝે, તુઝકો સાહિલ મિલે, આજ મરજી નહીં, નાખુદા હૈ મેરી, ખુશ રહે તૂ સદા, યે દુઆ હૈ મેરી, બેવફા હી સહી, દિલરૂબા હૈ મેરી. ઉમ્ર ભર યે મેરે દિલ કો તડપાયેગા, દર્દ-એ-દિલ અબ મેરે સાથ હી જાયેગા, મૌત હી આખિરી બસ દવા હૈ મેરી, ખુશ રહે તૂ સદા, યે દુઆ હૈ મેરી, બેવફા હી સહી, દિલરૂબા હૈ મેરી. ‘પૂજાનાં ફૂલ’ ગુજરાતી ફિલ્મમાં પણ આવું જ કંઈ છે. ફિલ્મનું ગીત ખુશી અને દુઃખ એમ બે મનોસ્થિતિમાં ફિલ્મમાં આવે છે. ગીતના શબ્દો અવિનાશ વ્યાસના છે. સંગીત ગૌરાંગ વ્યાસ અને સ્વર છે અલકા યાજ્ઞિકનો. રાજીવ અને રજનીના લગ્નપ્રસંગે પ્રિયા તેંડુલકર આ ગીત રજૂ કરે છેઃ ‘ખુશીનો દિવસ છે ખુશીના છે આંસુ’. (‘લગાગા / લગાગા / લગાગા / લગાગા’) જેની બહેર મુતકારિબ મુસમ્મન સાલિમ તેમજ અને ભુજંગી તરીકે પણ પ્રચલિત છે. અલબત્ત, ગીતમાં છંદ સંપૂર્ણ સચવાયો નથી.) બંને ગીતોની મજા એ છે કે બંનેમાં હૃદય ઘવાય છે, છતાં બદદુઆ નથી નીકળતી. ખુશીનો દિવસ છે, ખુશીનાં છે આંસુ, ન પૂછો અમારી કાં આંખો રડી છે. સુખમાંય આંસુ ને દુઃખમાંય આંસુ, અમને તો આંસુની આદત પડી છે. રહેજો સલામત આ જોડી તમારી, માલિકને એવી અરજ છે અમારી. કોઈને નસીબે જુલમી જુદાઈ, કોઈને નસીબે મિલનની ઘડી છે. તમે ભૂલતા’તા ને હું યાદ દેતી, વિસરો નહીં કૈં એવું હું કહેતી. મીઠી એ યાદો ભલે ભૂલી જાઓ, અમે તો એ યાદો જિગરમાં જડી છે. સપનું સદાયે આવે ને જાતું, પોતાનું માન્યું પરાયું એ થાતું. આંસુની શાહીથી વિધિએ લખેલી, કેવી આ જીવનની બારાખડી છે. a.chavda@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...