તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુધવારની બપોરે:માસ્ક મીડિયા

એક મહિનો પહેલાલેખક: અશોક દવે
 • કૉપી લિંક
 • સિક્સર: હવેના મેરેજોમાં ગિફ્ટમાં કવર કે રોકડા નથી અપાતા... હવે ‘ડ્રોન’ અપાય છે. (આ તો ઘરે લગ્ન આવતા હોય તો દોસ્તો-સગાંઓને કહી રાખ્યું હોય તો સારું!)

શું ભાવે આલ્યો આ માસ્ક? - લઇ જાવ સેઠ્ઠ... બહુ વાજબી ભાવે આપીશ. ચારસો રૂપિયે મીટર! - મેં માસ્કનો ભાવ પૂછ્યો છે, ધાબળાનો નહીં! - આ માસ્કનો જ ભાવ છે, સાહેબ. હવે પેલા બબ્બે પાંચ-પાંચ રૂપિયામાં મળતા’તા, એ માસ્કોનો જમાનો ગયો! આ તો ‘ડિઝાઇનર માસ્ક’ છે. - એક મિનિટ... તમે ચારસો રૂપિયે મીટર કહ્યું, મારે મોંઢું ઢાંકવાનું છે, ગેરેજ નહીં! - તો પછી તમે ચાલુમાં લઇ જાવ. દસ રૂપિયે ડઝન... - આટલો મોટો ફરક શેનો?

- આ આખા ફેમિલીને પહેરાવાશે વારાફરતી! આજે તમે પહેરો, કાલે વાઇફને પહેરાવો, પરમ દહાડે ધોઇને તમારી બાને પહેરાવો. આજકાલ ‘રનિંગ’માં આ જ ચાલે છે. - મારે મિડલ ક્લાસીયા માસ્ક નથી જોઇતા. પાર્ટી-બાર્ટીમાં જરા શોભે એવા માસ્ક બતાવો... જોનારા અંગૂઠો અને પહેલી આંગળી વડે માસ્કનું કાપડ જુએ, એવો કિંમતી માલ હોવો જોઇએ. એન્ડ, માઇન્ડ યૂ... તમે પેલો લૂંટવાનો ભાવ કીધો - ચારસો રૂપિયાવાળો... એવા નહીં. - કરી આપીશ, સેઠીયા, કરી આપીશ! તમારી પાસેથી કંઇ વધારાના લેતો હોઇશ? - કેમ, આપણે કોઇ સગામાં થઇએ છીએ? - અરે સાહેબ, એવું નથી. ઘણા ઘરાકો ટ્રાયલ માટે અમારા માસ્ક લઇ જાય છે, ને બે દિવસમાં ‘આ થતા નથી’, ‘આ તો ધોયા પછી ચડી જાય છે’, ‘રંગ ઊતરી જાય છે’, એવા બહાના કાઢીને પાછા આપી જાય છે. - એ બધો માલ અમે સસ્તામાં-આઇ મીન, આપને પરવડે એવા ભાવમાં આપી દઇએ છીએ. - ઓકે, પણ જીન્સના માસ્ક રાખો છો કે નહીં? - બાજુથી ફાટેલા માસ્ક આજકાલ બહુ ચાલ્યા છે.

- માસ્ક તે કંઇ ફાટેલાં હોતા હશે? - સર... તમે એના ફાયદા તો જોતા જ નથી. કોરોનામાં ઉધરસ, છીંક અને થૂંકાથૂંકી બહુ થાય. શું દર વખતે તમે માસ્ક કાઢીને ઉધરસો ખાઇ શકવાનાં છો? આમાં છીંક-ઉધરસો પાછળ બરબાદ થતો ટાઇમ પણ બચે કે નહીં? - ઓકે ઓકે... મારે એ પૂછવું છે કે, ‘મોદી બ્રાન્ડ’ના કુર્તા મળતા હતા, એમ ‘મોદી-માસ્કો’ મળશે? - અફકોર્સ મળશે. એ માસ્ક તમને સફેદ દાઢીવાળા મળશે. બહુ ડિમાન્ડ છે સાહેબ ‘મોદી-માસ્કો’ની તો! - ઓકે, તો પછી મને ચાર ડઝન મોદી માસ્ક, અઠ્ઠાવીસ જીન્સવાળા માસ્ક, બે ડઝન પહેર્યાં પછી જડબું દેખાય એવા અને આઠ નંગ... પોલીસની નજર પડે, એ પહેલાં ઓટોમેટિક નાક ઉપર આવતા રહે એવા આપો.

- આપી દઉં. બોલો સેઠીયા, બીજું શું બતાવું? - પીધા પછી બહુ ચડે નહીં, એવા સેનેટાઇઝર્સ આપણી પાસે ખરા? - ઓ ઓ ઓ સાહેબ મારા... સેનેટાઇઝર્સ પીવા માટે નહીં, ધોવા માટે હોય છે. જોજો, ભ્’ઇ પીતા! - પણ એમાં આલ્કોહોલ તો હોય છે! - તમે મારો ધંધો બંધ કરાવશો, યાર. અરે ભ’ઇ, ઘરે બાટલી એમ ને એમ પડી રહી હોય તો મેક્સિમમ પરફ્યૂમ તરીકે ઉપયોગ કરી લો. પીવા-બીવાની વાત ના કરતા, સાહેબ! - હું બીતો નથી, પીઉં જ છું... હંહહહહહ... હહાહા! સોરી, હું મજાક કરતો હતો. મનેય ખબર છે કે, ભલે મહીં આલ્કોહોલ આવતું, પણ ડ્રિંક્સ તરીકે ન લેવાય... આ તો, મેં ’કુ.... મારી છુપાવી રાખેલી બોટલોમાંથી મારી સાસુ છાનીમાની બે-ચાર ઘૂંટડા મારી લે છે, તે મેં ‘કુ... આવે વખતે કામ આવે! - એ તો જેવા જેના નસીબ, સર! હવે બોલો... સેનેટાઇઝર તમારે બોટલમાં જોઇએ છે કે કેરબામાં? - એક કામ કરો ને! મને હાથ ધોવાનો ફક્ત સાબુ અને પાણી મંગાવી આપો ને! મેં હમણાં અમેરિકાની US Centers for Disease Control and Preventionમાં રિપોર્ટ વાંચ્યો, ત્યારે ખબર પડી કે, સાબુ અને પાણીની સગવડ ન થાય એમ હોય ‘તો જ’ આલ્કોહોલ-બેઝ’નું હેન્ડ સેનેટાઇઝર વાપરો. - આ બધું ભાષણ મને શેના આપી રહ્યા છો?

- એટલા માટે કે, કોરાનાના જર્મ્સ ભગાડવા સેનેટાઇઝરોને બદલે આપણા ઘરના સાબુ-પાણી જ વપરાય! કોક ઓળખીતો ડોક્ટર હોય તો પૂછી જોજો, આ વાત સાચી છે? - તો... યૂ મીન, તમારે સેનેટાઇઝરની બોટલો નથી જોઇતી, રાઇટ? - ખાલી પડી હોય તો આપો... એમાં સાબુનું પાણી ભરીને વાઇફને આપીશ... ખોટા ખર્ચા ના કરાવે! - ઓહ ન્નો... તો તો હમણાં જ ફોન કરીને વાઇફને કહી દઉં, આજે નહાય નહીં..! - કેમ, રોજ નહાય છે? - અરે, ના ભ’ઇ... આઇ મીન, હા ભ’ઇ, નહાય છે તો રોજ, પણ અમારે તો ધંધાને કારણે સેનેટાઇઝના પીપડે-પીપડાં આવવાના ને? એટલે ઘરમાં બધા સાબુ-શેમ્પૂને બદલે સેનેટાઇઝરોથી નહાય છે! - ઓકે. બોલો, બિલ કેટલું થયું?... અરે ના ના, ઊભા રહો. આ પેલો બ્રિટનથી પાછો નવો કોરોનો આયો છે તે એને માટે માસ્કોય બ્રિટનના વાપરવા પડે કે દેસી ચાલે? - એક વાત કહી દઉં સાહેબ? કોરોના દેશી હોય કે ઇમ્પોર્ટેડ. આપણને બચાવવાવાળો ભગવાન છે. જગતના તમામ સાયન્સો એની પાસે આજેય લાચાર છે! ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો