તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેનેજમેન્ટની abcd:મહાવીરની નજરે મેનેજમેન્ટ

બી.એન. દસ્તૂરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બિઝનેસ ફક્ત પ્રોફિટ માટે કરવાનો નથી. દરેક સંસ્થા એક યા બીજી રીતે સમાજના ઉત્કર્ષમાં ફાળો આપે છે અને આ કારણથી એના ઉપર આધ્યાત્મિકતાનો રંગ ચડેલો હોવો જોઈએ. આ રંગનો આધાર સંસ્થાનાં મિશન ઉપર, લીડરના ફ્રેમ ઓફ રેફરન્સ ઉપર, અનુયાયીઓની લાગણીઓ ઉપર રહે છે. મોટાભાગના મેનેજરો માની બેસે છે કે એમના અંગત અભિપ્રાયો, શબ્દોની પસંદગી અને વર્તન સર્વોત્તમ છે. આ કારણથી દરેક વિચાર-વાણી-વર્તનને દરેક મેનેજર એક જ દૃષ્ટિકોણથી જુએ છે, જે નુકસાન કરી શકે છે. મહાવીર સ્વામીનો ‘સ્યાદ્્વાદ’ દરેક સવાલ, દરેક જવાબને સાત ખૂણેથી તપાસતા શીખવે છે. દરેક સવાલનો જવાબ ફક્ત ‘હા’ કે ‘ના’માં ન હોઈ શકે. ‘સ્યાદ્’ એટલે ‘શાયદ’, કદાચ. દરેક સવાલ અને જવાબને સાત ખૂણેથી તપાસવાની આવડતનું નામ છે ‘સપ્તભંગી.’ દાખલા તરીકે: સવાલ : પ્રમોશન મળવાનો આનંદ છે? જવાબ : હા. આ કહેવાય સ્યાદ્ અસ્તિ. સવાલ : પગાર સારો એવો વધ્યો? જવાબ : ના. આ કહેવાય સ્યાદ્ નાસ્તિ. સવાલ : નવી જવાબદારીનો ડર લાગે છે? જવાબ : હા અને ના. આ કહેવાય સ્યાદ્ અસ્તિ-નાસ્તિ. સવાલ : સૌનો સાથ અને સહકાર મળશે? જવાબ : ખબર નથી. આ કહેવાય સ્યાદ્ અવ્યક્તવ્ય. મળશે પણ પૂરેપૂરો નહીં. આ કહેવાય સ્યાદ્્ અસ્તિ અવ્યક્તવ્ય. બધો આધાર પરિસ્થિતિ ઉપર છે. સહકાર કોઈ વાર મળશે, કોઈ વાર નહીં. આ છે સ્યાદ્્ આસ્તિ-નાસ્તિ અવ્યક્તવ્ય. દરેક પરિસ્થિતિને સપ્તભંગીની મદદથી તપાસવા માટે પ્રેક્ટિસની જરૂર પડશે. જૈનોના ‘સમણસુત્તં’માં એક પ્રાકૃત શ્લોક છે જે મેનેજરોએ ગોખી મારવો જોઈએ- જો ચિંતેઈ ણ વકં ણ કુણદિ વકં ણ જ પઠે વકં ણ ય ગોવા દિ ણિયંદોસં અજ્જવ ધમ્મો હવે તસ્સે જે કુટિલ વિચાર કરતો નથી, કુટિલ કાર્ય કરતો નથી, કુટિલ વચન બોલતો નથી, પોતાના દોષો છુપાવતો નથી, તેને આર્જવ (પ્રામાણિક, સરળ) ધર્મ હોય છે. જે આધ્યાત્મિક મેનેજર છે તે દરેક બાબતને મહાવીર સ્વામીની સ્યાદ્્ સપ્તભંગીથી એનેલાઈઝ કરે છે. તે વિચાર-વાણી-વર્તનમાં બાંધછોડ કરતો નથી, તે ગોલ્ડન રૂલનો આશિક છે. ⬛ baheramgor@yahoo.com

અન્ય સમાચારો પણ છે...