તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનો યા ના માનો:ભારતમાં પતંગ ઉડાડવા લાઈસન્સ લેવું પડતું હતું?

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અંગ્રેજોના વખતમાં પતંગ કે બૂન ઉડાડવું ગુનો ગણાતું હતું

- રાજ ભાસ્કર

આવતી કાલે એટલે કે 14મી જાન્યુઆરીએ આબાલવૃદ્ધ સૌનો પ્રિય ઉત્સવ ઉતરાયણ છે. કાલે આખું ય આકાશ રંગબેરંગી પતંગોથી ખીલી ઉઠશે અને વાતાવરણમાં ‘કાઈપો છે...’ અને ‘એ લપ્પેટ...’ની બૂમો ઘોળાઈ જશે. જેના વિના આ ઉત્સવ અધૂરો છે એ પતંગનો ઈતિહાસ બહુ જ રોચક છે. કેટલાક રહસ્યમય તથ્યો તો એવા છે કે જાણીને આપણે માની જ ના શકીએ. એવી જ પતંગની એક રહસ્યમય બાબતની આજે વાત કરીએ. શું તમને કોઈ એમ કહે કે, ભારતમાં તમે કોઈ પણ સ્થાન પર પતંગ ઉડાડતા હશો અને પોલીસની નજરે ચડશો તો પોલીસ તમારી પાસે આવશે અને તમારી પાસે પતંગ ઉડાડવાનું લાઈસન્સ માંગશે. તો તમે માનશો ખરા? એટલું જ નહીં જો તમારી પાસે પતંગ ઉડાડવાનું લાઈસન્સ નહીં હોય તો તમારી ધરપકડ થશે અને કેસ પણ ચાલશે. પતંગ ઉડાડવાના ગુનામાં તમને બે વર્ષની સજા અથવા તો 10 લાખ રૂપિયાનો દંડ પણ થઈ શકે છે.

તમને લાગશે કે આ બધી વાત સદીઓ જૂની હશે, ક્યારેક આવા કોઈક નિયમો ભારતમાં હશે પણ ખરા, પણ ના આ વાત સદીયો જૂની નથી. હજુ બે-ત્રણ વર્ષ પહેલાંની જ છે! વર્ષ 2016 સુધી ભારતમાં એક કાયદો એવો હતો કે તમે પતંગ ઉડાડો તો તમને સજા કે દંડ થાય. પતંગ ઉડાડવો ગુનો હતો. ચોંકશો નહીં. આવો કાયદો 80 વર્ષ પહેલાં અંગ્રેજાેના સમયમાં ઘડાયો હતો અને હજુ હમણાં સુધી, એટલે કે ત્રણ વર્ષ પહેલાં સુધી અમલમાં હતો. એ કાયદાનું નામ હતું, ‘એરક્રાફ્ટ એક્ટ - 1934’. આ કાયદાના પ્રાવધાન મુજબ ઉડાડવામાં આવતી વસ્તુઓ જેમાં બલૂન ઉપરાંત પતંગનો ખાસ સમાવેશ થતો હોય એવી વસ્તુ જો ભારતમાં ક્યાંય પણ ઉડાડવી હોય તો એમાં સરકારની પરમિટ એટલે કે લાઈસન્સ લેવું પડતું હતું. જે વ્યક્તિ લાઈસન્સ ના લે એને 10 લાખનો દંડ અને બે વર્ષની સજાની કડક જોગવાઈ પણ હતી. એટલું જ નહીં પતંગ કે બલૂન વગેરેના નિર્માણ માટે પણ લાઇસન્સની જરૂર પડતી હતી. 1934માં અમલમાં આવેલા આ કાયદામાંની વિચિત્ર જોગવાઈ વર્ષ 2016 સુધી ચાલુ રહી હતી, પણ આશ્ચર્ય એ કે લાઈસન્સ લેવાની ફરજમાં આવનારા કે લાઈસન્સ આપવાના અધિકારમાં આવનારા લગભગ કોઈને આની ખબર નહોતી. વિચાર કરો આપણે સૌ જ્યારે ઉત્તરાયણ કે વાસી ઉતરાયણે ઉલ્લાસથી પતંગો ઉડાડી રહ્યા હતા ત્યારે પણ આ કાયદો અમલમાં હતો ને પોલીસની ફરજમાં આવતું હતું કે આપણી પાસે લાઈસન્સ માંગે, એ માટે પોલીસને ય ખબર તો હોવી જાેઈએ ને?

પ્રશ્ન એ થાય કે આ કાયદો છેક વર્ષ 2016 સુધી અસ્તિત્વમાં હતો તો કોઈને સજા કેમ ના થઈ અને 2016માં અચાનક આ કાયદો દૂર કેવી રીતે થઈ ગયો? પહેલો જવાબ તો એ કે આપણે ત્યાં અંગ્રેજાેના જમાનાના આવા અનેક કાયદાઓ હજુ સુધી ચાલ્યા આવતા હતા, પણ કોઈનું ધ્યાન નહોતું અથવા તો એ કાયદા નવા જમાનામાં પોતાનું ઔચિત્ય ગુમાવી ચૂક્યા હતા. એટલે આજ સુધી આ કાયદા અંતર્ગત સ્વતંત્ર ભારતમાં પતંગ ઉડાડવા બદલ કોઈને કદાચ સજા નથી મળી. હવે વાત કાયદો દૂર કેવી રીતે થયો તેની. વાત એમ છે કે વર્ષ 2014માં નરેન્દ્ર મોદીનું શાસન આવ્યા બાદ તેમણે કેટલાંક જૂનાં અને બિનજરૂરી કાયદાઓ રદ કરવાનું અભિયાન શરૂ કર્યું હતું. એ સંદર્ભમાં ભારતીય થિંક ટેન્ક સેંટર ફોર સિવિલ સોસાયટી કાર્યરત હતી જેમાં દેશની પાંચ ખ્યાતનામ લો કોલેજના વિદ્યાર્થીઓ જોડાયેલા હતા. સંશોધન કાર્ય દરમિયાન એ વિદ્યાર્થીઓના ધ્યાનમાં આ વિચિત્ર કાયદો આવતા તેમણે જરૂરી સરકારી ખાતામાં પત્ર લખ્યો અને પતંગ ઉડાડવાના લાઈસન્સની જ માંગ કરી. આ માંગને કારણે સૌ અધિકારીઓનું ધ્યાન આ કાયદા તરફ દોરાયું. એ પછી ચર્ચા-વિચારણા થઈ અને અંગ્રેજોના જમાનાના આ જૂનાં અને બિન જરૂરી કાયદાને રદ કરવાની કવાયત હાથ ધરવામાં આવી. આખરે મોદી સરકારે પોતાની પ્રથમ ટર્મમાં અંદાજિત 1,200 જેટલાં કાયદાઓ રદ કર્યા તેમાં ‘એરક્રાફ્ટ એક્ટ 1934’નામનો આ વિચિત્ર એક્ટ પણ રદ થયો.

rcbhaskar@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો