તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટ્રેટેજી & સક્સેસ:દરિયાઈ જીવોના સૌથી મોટા નિકાસકાર : અવન્તી ફીડ્સ

5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્વ. અલ્લુરી વેંકટેસ્વરા રાવે દેશમાં બ્લૂ રેવોલ્યુશનને સફળ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે

- પ્રકાશ બિયાણી

શ્રીમ્પ અને પ્રાન્સ સમાન પ્રજાતિના દસ પગવાળા સમુદ્રી જીવ છે, પણ તેમની શરીરની રચના અલગ છે. આપણે તેને ઝીંગા કહીએ છીએ. એન્ટીઓક્સિડન્ટ, ઝિંક, ફોસ્ફરસ, કોપર અને મેગ્નેશિયમ વધારે પ્રમાણમાં હોવાથી આખી દુનિયામાં માછલી પછી ઝીંગા સૌથી વધુ ખવાય છે. આપણા દેશમાં એના ઉત્પાદન અને વ્યવસાયમાં તેજી હોવાને બ્લૂ રેવોલ્યુશન કહે છે. અવન્તી ફીડ્સના સંસ્થાપક સ્વ. અલ્લુરી વેંકટેસ્વરા રાવે દેશમાં બ્લૂ રેવોલ્યુશનને સફળ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી. આન્ધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લામાં જન્મેલા સ્વ. અલ્લુરી વેંકટેસ્વરા રાવે સ્ટીલ રોલિંગ, સોલ્વન્ટ્સ એક્સટ્રેક્શન, ફર્ટિલાઈઝર્સ, ટોબેકો, એમિનો એસિડ બનાવ્યાં, પણ એક્કા ફીડ્સ બનાવીને તેમને લાગ્યું કે દુનિયામાં ભારતીય શ્રીમ્પની માગ છે. દેશમાં શ્રીમ્પ ફાર્મિંગ યોગ્ય રીતે થાય તો આ મોટો એક્સપોર્ટ બિઝનેસ બની શકે છે. શ્રીમ્પ ફાર્મર્સની સમસ્યા હતી સમુદ્રી જીવો માટે પૌષ્ટિક ફીડ્સની કમી. 1993માં વેંકટેસ્વરા રાવે કોવ્વુરમાં કેટલ ફીડ્સ બનાવવાનું યુનિટ સ્થાપ્યું. તેમણે પ્રોન ફાર્મર્સને ફીડ્સ ઉપલબ્ધ કરાવડાવ્યા અને તેમને પ્રાન્સ ફાર્મિંગ શીખવાડ્યું. તેમની પાસેથી પ્રાન્સની ખરીદી કરી. આ કોન્ટ્રેક્ટ ફાર્મિંગ દ્વારા મળેલા પ્રાન્સ પર તેમણે પ્રોસેસિંગ કર્યું અને વેલ્યૂ એડેડ પ્રાન્સ પ્રોડક્ટ્સ બનાવી. એના એક્સપોર્ટ બિઝનેસને ગ્લોબલ માર્કેટમાં સારો રિસ્પોન્સ મળ્યો જેથી અલ્લુરી વેંકટેસ્વરા રાવે કમાણી કરી અને દેશમાં પ્રાન્સ ફાર્મિંગ વધ્યું.

અલ્લુરી વેંકટેસ્વરા રાવના પુત્ર અલ્લુરી ઈન્દ્રકુમારે બેંગ્લુરુ યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ સિસ્ટિંન લિ.માંથી વ્યાવસાયિક કરિયર શરૂ કરી. આ કંપની એલ-સિસ્ટિંન અને એમિનો એસિડ બનાવે છે અને એક્સપોર્ટ કરે છે. 1992માં પિતાએ તેમને અવન્તી ફીડ્સના ડાયરેક્ટર બનાવ્યા. ઈન્દ્રકુમારે પ્રાન્સ અને ફિશ ફીડ્સ મેન્યુફેક્ચરિંગ અને પ્રોસેસિંગ માટે લેટેસ્ટ ટેક્નોલોજી અપનાવી. તેમણે દુનિયાની સૌથી મોટી ફૂડ પ્રોસેસર્સ કંપની થાઈલેન્ડની થાઈ યુનિયન ફ્રોજર્સ પાસેથી ટેક્નોલોજી અને માર્કેટિંગનું જોડાણ કર્યું. થાઈલેન્ડમાં તેમણે ફીડ મિલ અને પ્રોન હેચરી પણ સ્થાપી. ફોરેન ટ્રેડમાં દક્ષ ઈન્દ્રકુમારે અમેરિકા, યુરોપ, જાપાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં વેલ્યૂ એડેડ ઈન્ડિયન મરીન પ્રોડક્ટ્સના નવા ગ્રાહકો શોધ્યા અને અવન્તી ફીડ્સને દેશની સૌથી મોટી સમુદ્રી જીવ નિકાસકાર કંપની બનાવી. આજે અવન્તી ફીડ્સના આન્ધ્રપ્રદેશમાં બે અને ગુજરાતમાં એક પ્રોન તેમજ ફિશ ફીડ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સાથે ગોપાલપુરમ આન્ધ્રપ્રદેશમાં વર્લ્ડ ક્લાસ શ્રીમ્પ પ્રોસેસિંગ અને એક્સપોર્ટ્સ યુનિટ છે.

અવન્તી ફીડ્સ 3200 કરોડ રૂપિયાથી વધારેનું વાર્ષિક ટર્નઓવર કરી રહી છે. કંપનીને સમુદ્રી જીવોના નિકાસ માટે ઘણા એવોર્ડ્સ મળ્યા છે. અવન્તી ફીડ્સના શેર છેલ્લાં 10 વર્ષમાં 243 ગણા વધ્યા છે. ઈન્દ્રકુમાર હવે અવન્તી ફીડ્સના મેનેજિંગ ડાયેરક્ટર છે અને કંપનીના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર છે- સી. રામચન્દ્ર રાવ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને લો ગ્રેજ્યુએટ સી. રામચન્દ્ર રાવે પણ અવન્તી ફીડ્સના ફાઈનાન્સ સિસ્ટમ, રિસોર્સ મોબેલાઈઝેશન, વિલયન અને અધિગ્રહણ સાથે ઈન્વેસ્ટર્સ રિલેશન્સમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સ્વ. અલ્લુરી વેંકટેસ્વરા રાવે પોતાના જીવનકાળમાં પરોપકારી એવીઆર ટ્રસ્ટ પણ સ્થાપ્યું હતું, જે કોવ્વુરમાં એબીએન એન્ડ પીઆર કોલેજ ઓફ સાયન્સનું સંચાલન કરી રહ્યું છે. ઈન્દ્રકુમાર પણ પિતાની જેમ સમાજ પ્રત્યે જવાબદાર પરોપકારી ઉદ્યમી છે. prakashbiyani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો