મેનેજમેન્ટની abcd:જાણવા જેવો બાયસ (પૂર્વગ્રહ)

બી.એન. દસ્તૂર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પૂર્વગ્રહ, બાયસના જંગલમાં એક એવો બાયસ છે જે આપણી જિંદગી ઉપર હકારાત્મક અને નકારાત્મક અસરો કરી શકે છે. નામ છે ‘કન્ફર્મેશન બાયસ.’ આની અસર નીચે તમે, તમારી માન્યતાને ટેકો આપે એવી જ માહિતી એકઠી કરો છો, શોધો છો. નરેન્દ્ર મોદી પસંદ છે? તમે તમારી પસંદગીને રીઈનફોર્સ કરે એવી માહિતી જોતા, શોધતા, બોલતા, વિચારતા રહેશો. નાપસંદ છે? તો પણ આવું જ કરતા રહેશો. જે માહિતી મળે છે તેનું અર્થઘટન પણ તમારી માન્યતા મુજબનું જ કરશો. સ્ટીરીઓટાઈપના ચક્કરમાં પણ ફસાશો- મદ્રાસી નરમ, મુસ્લિમ ગરમ, સિંધી ચતુર, પારસી ચસ્કેલો, બોસ બેકાર, પોલિટિશિયન ભંગાર. આ બાયસ યાદદાસ્ત ઉપર પણ અસર યાદ કરે છે. આપણી માન્યતાને ટેકો આપે એવી જ વાતો યાદ રહે છે. સંબંધો ઉપર પણ આ બાયસ પોતાનો કરિશ્મા બતાવે છે. આપણા જેવો જ એટિટ્યૂડ, માન્યતા, મૂલ્યો ધરાવનાર વ્યક્તિ આપણને પસંદ છે. આ બાયસની મોંકાણમાં ખોટા નિર્ણયો લેવાની શક્યતા પણ વધે છે. શેરબજારમાં ટ્રેડિંગ કરવાથી વહેલા તવંગર બની શકાય છે એવો બાયસ ઘણી નાદારી માટે જવાબદાર છે. ઓછે વત્તે અંશે, કન્ફર્મેશન બાયસ દરેક વ્યક્તિમાં વસે છે. ઘણી વાર એની હસ્તીની આપણને ખબર પડતી નથી તો ઘણી વાર ખબર હોવા છતાં આપણે એ સત્ય સ્વીકારતા નથી. ન દરેક વસ્તુને, માન્યતાને, માહિતીને તટસ્થતાથી મૂલવવા માટે નથી હોતો સમય, નથી થતી ઈચ્છા. દિમાગ શોર્ટકટ શોધતું રહે છે. નિર્ણયો લેતા પહેલાં જરૂરી માહિતી શોધવામાં આવતી નથી અથવા સ્વીકારવામાં આવતી નથી. યુનિયન અને મેનેજમેન્ટના ઝઘડાઓ પાછળ આ બાયસનો કરિશ્મા હોય છે. કન્ફર્મેશન બાયસને ન્યુટ્રલાઈઝ કરવા: તમારી માન્યતાને ચેલેન્જ કરે એવી માહિતી શોધો. તમારી જોડે સંમત ન થનાર વ્યક્તિ જોડે ખુલ્લાં દિલ-દિમાગથી ચર્ચા કરો. અગત્યના નિર્ણયો લેતી વખતે એક ‘ડેવિલ્સ એડવોકેટ’ની નિમણૂક કરો. આ એડવોકેટ દરેક નિર્ણયને ચેલેન્જ કરશે. નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો ભલે હોય, એની વિરુદ્ધ ઓછામાં ઓછાં ત્રણ કારણો દરેક વ્યક્તિ પાસે માગો. તમારી માન્યતાને ટેકો આપે એવા એક્સપર્ટને શોધવાની લાલચ રોકો. સ્વીકારો કે આ બાયસ તમને ઓવરકોન્ફિડન્ટ બનાવી શકે છે અને મજબૂત પુરાવાઓની બાવજુદ તમે તમારી માન્યતાને ચોંટી રહો છો. ‘યસ સર’, ‘યસ મેમ’નો મંત્ર બોલનારાઓથી દૂર રહો. ખરાબ સમાચાર ઝડપથી મળે એવી સિસ્ટમ શોધો. થોરામાં ઘનું સમજવું હોય તો મહાવીર સ્વામીનો સ્યાદવાદ અપનાવો.⬛ baheramgor@yahoo.com

અન્ય સમાચારો પણ છે...