આપણે કંઠીના જમીનસ્ત્રોતો પર અસરો જોઇ. આવી જ રીતે કુદરતી સપાટીય જળ સ્ત્રોતો જેમાં મુખ્યત્વે નદીઓ જ છે. તેની વાત કરીએ તો લગભગ તમામ નદીઓનાં વહેણો સુકાઇ ગયાં છે, જે માત્ર સારા ચોમાસા દરમ્યાન જ વહે છે. વળી. જે નદીઓ ભૂતકાળમાં જમીન તથા માટી ઉપરની ખારાશ દરિયામાં ઠાલવતી હતી તે જ નદીઓના દરિયા કિનારાના ખાસ કરીને કાદવ ભરેલાં મેદાનો તથા નાળોના સંપર્ક સ્થળોએથી દરિયાના પાણીને જમીન તરફ લઇ આવી અને જમીન ઉપર તથા ઓછી ઊંડાઇના ભૂગર્ભજળમાં ખારાશ માટેના આવનજાવનના રસ્તાની ભૂમિકા ભજવે છે. આ તો થઇ કુદરતી જળ સ્ત્રોતોની વાત, જ્યારે માનવસર્જિત પરંપરાગત જ્ઞાન અને કોઠાસૂઝથી સ્થાનિકે વિકસાવેલા માનવસર્જિત સ્ત્રોતોમાં પણ વ્યવસ્થાપનનો અભાવ તથા નજરઅંદાજ કરવાના પરિણામે વ્યાપક રીતે કાર્યક્ષમતામાં ઘટાડો જોવા મળ્યો છે, જેને લઇને સ્થાનિકે પાણીની ખેંચ ઊભી થવાની સમસ્યા આકાર લઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.