તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માયથોલોજી:શું બાલીનો હિન્દુ ધર્મ અલગ છે?

4 મહિનો પહેલાલેખક: દેવદત્ત પટનાયક
 • કૉપી લિંક
 • ભારતીય હિંદુ ધર્મ અને બાલીના હિન્દુ ધર્મ વચ્ચેનો આ સૌથી મૂળભૂત તફાવત છે - બાલીના દેવતાઓ અદૃશ્ય છે
 • ઇન્ડોનેશિયાના બાલી ટાપુ પર બેસાકિહમાં આવેલું મંદિર. અહીં હિંદુ ધર્મના અનુયાયીઓ એકઠા થાય છે. વિશાળ સંકુલમાં આવેલાં આ મંદિરમાં અનેક મંદિરો છે. તેમાં દેવતાઓ અદૃશ્ય રહે છે.

ઇન્ડોનેશિયામાં બાલી ટાપુમાં દરેક ગલી, ઘર અને દુકાનમાં મંદિરો છે. ત્યાં જતા માર્ગમાં તમને હજારોની સંખ્યામાં તાડપત્રના કાગળનાં બનેલાં નાનાં- નાનાં બાસ્કેટ વેરવિખેર જોવાં મળશે. દરેક બાસ્કેટમાં ફૂલો, થોડી ખાદ્યસામગ્રી અને અગરબત્તીઓ અને કેટલીકવાર બિસ્કિટ અને મેન્થોલ પણ હોય છે. ત્યાંના લોકો આ બાસ્કેટ, અદૃશ્ય દેવતાઓને અર્પણ કરે છે. ભારતીય હિંદુ ધર્મ અને બાલીના હિન્દુ ધર્મ વચ્ચેનો આ સૌથી મૂળભૂત તફાવત છે - બાલીના દેવતાઓ અદૃશ્ય છે. બાલીમાં, દરેક મંદિરની અંદર ઘણાં નાનાં મંદિરો છે. તેમની અંદરના થાંભલાઓની ઉપર આસન મૂકવામાં આવ્યા છે. મજાની વાત એ છે કે આ આસનો ઉપર કોઈ ભગવાન બિરાજતા નથી. દરેક મંદિરમાં કમાનો, આંગણાં અને દરવાજા હોય છે સાથે રક્ષકદેવો અને દ્વારપાલોની છબીઓ પણ હોય છે. પરંતુ બધા આસનો ખાલી છે, તેમના પર કોઈ દેવી કે દેવતા બિરાજતાં નથી હોતા. એનું કારણ એ છે કે તેઓ આકાશ, પર્વત અથવા સમુદ્રમાં રહે છે. જ્યારે તેમને કંઈક અર્પણ કરવામાં આવે અને તેમનું આહ્વાન કરવામાં આવે ત્યારે તેઓ લોકો સમક્ષ પ્રગટ થાય છે અને બદલામાં દેવતાઓ સદ્્ભાગ્ય, શાંતિ અને આશીર્વાદ આપે છે. બાલીનો હિન્દુ ધર્મ એક હજાર વર્ષ કરતાં પણ વધુ જૂનો છે. દરિયાઇ વેપારીઓ, બૌદ્ધ ધર્મીઓ અને ઘણા સાધકો, ભાવકો તેમજ હિન્દૂ ધર્મના અનુયાયીઓ ભારતથી બાલીમાં હિન્દુ ધર્મ લઇને આવ્યા. તેઓ ભારતના પૂર્વ કિનારેથી ત્યાં ગયા હતા. 1500 વર્ષ પહેલાં ગુપ્ત વંશના સમયગાળામાં, ભારતે દક્ષિણ પૂર્વ એશિયા સાથે દરિયાઇ વેપાર ચાલુ રાખ્યો હતો. અગસ્ત્ય અને કૌંડિન્ય જેવા ઋષિઓ મલેશિયા અને કંબોડિયા જેવા દૂરના દેશોની યાત્રા કરી ચૂક્યા હતા. ચૌલ રાજાઓએ પણ તેમનું સામ્રાજ્ય વધારવા અને વેપાર દ્વારા પોતાના રાજ્યની સંપત્તિ વધારવા માટે શ્રીલંકા અને મલેશિયા સુધીની દરિયાઇ યાત્રાઓ કરી હતી.

આ સમુદ્રયાત્રાઓને યાદ કરવા માટે, હજી ઓડિશામાં બાલી જાત્રા જેવા તહેવારો ઊજવવામાં આવે છે. આ ઉત્સવમાં, નાની- નાની કાગળની હોડીઓ, મહાનદી અને બ્રાહ્મણી જેવી નદીઓનાં કિનારે, તળાવ અને દરિયા કાંઠે તરતી મુકાય છે. દિવાળી પછીના કારતક મહિનામાં આ ઉત્સવ ઊજવવામાં આવે છે. આવા તહેવારો બાલીમાં પણ ઉજવાય છે. આવી જ દરિયાઇ યાત્રાઓને લીધે, રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યો, પડછાયાઓની કઠપૂતળી નાટક અને વણાટકામ જેવી હસ્તકળાઓ દૂર ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ સુધી પહોંચી શકી.

બાલી અને તિબેટ, નેપાળ, મણિપુર, ઓડિશા, બંગાળ અને તામિલનાડુના રિવાજો, લિપિઓ, નૃત્ય અને કથાઓમાં જોવા મળતી સમાનતાઓ આશ્ચર્યજનક છે. ત્યાંની દીવાલો પર તમને ‘ॐ શાંતિ શાંતિ શાંતિ ॐ’ અને ‘ ॐ-સુ-અસ્તિ-અસતો’ જેવા શબ્દો લખેલા દેખાશે. ત્યાંના પુજારીઓ અગ્નિહોત્ર જેવા રિવાજોનો ઉલ્લેખ કરે છે અને ગાયત્રી મંત્ર પણ બોલે છે. આપણી જેમ જ સમાજવ્યવસ્થામાં ચાર વર્ણ ત્યાં જોવા મળે છે. પરંતુ ભારતની સમાજ વ્યવસ્થાના ખરાબ પાસાઓ ત્યાંના સમાજમાં જોવા મળતા નથી. અને પુરુષો, હોટલોમાં બારમાં કામ કરતા પુરુષો પણ, કાનમાં ચંપા અને જાસૂદનાં ફૂલો સુંદર રીતે પહેરે છે. એક હજાર વર્ષ પહેલાં, બાલીમાં વિવિધ સ્થાનિક અને વિદેશી માન્યતાઓ અને રિવાજો હતા. તેથી ઇ. સ. 1011માં, ઉબૂદ શહેરની નજીક ઉદયન રાજાની આગેવાની હેઠળ એક મોટી સભા બોલાવવામાં આવી. આ સભામાં, વિદ્વાનોએ આ વિવિધ માન્યતાઓ અને રિવાજોને ભેગા કર્યાં. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે દરેક ઘર, ગામ અને પ્રાંતમાં બ્રહ્માંડીય, પહાડી, દરિયાઇ, વન સંબંધિત અને સ્થાનિક દેવતાઓને સમર્પિત મંદિરો હશે. સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા, રક્ષણકર્તા વિષ્ણુ અને સંહારક ભગવાન શિવ - હિન્દુ ધર્મની આ ત્રિમૂર્તિનું આહ્વાન, પ્રથમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

પરંતુ બાલી અને ભારતમાં ત્રિમૂર્તિની સમજણમાં ઘણો ફરક છે. બ્રહ્મા બ્રહ્માંડ સાથે સંકળાયેલા હોવાથી, બાલીમાં તે અગ્નિ અને રસોડાં સાથે સંકળાયેલા છે. વિષ્ણુ ભગવાન પાણી અને ખેતરો સાથે અને રામાયણ અને મહાભારત જેવા લોકપ્રિય મહાકાવ્યો સાથે સંકળાયેલા છે. શિવ શ્વાસ સાથે સંકળાયેલા છે, એટલે કે જીવન, હવા, મૃત્યુ અને વિનાશ.

દેવ-દેવીઓની ભક્તિ એ ભારતીય હિન્દુ ધર્મનું લક્ષણ છે. આ ભક્તિ પરંપરા 14મી સદીમાં ભારતભરમાં ફેલાયેલી. બીજી બાજુ, બાલીનો હિન્દુ ધર્મ ધાર્મિક વિધિને વધુ મહત્ત્વ આપે છે. તે રિવાજો દ્વારા દેશ, સમય અને પાત્રોને જોડવામાં મહત્ત્વ આપે છે. આ રીતે ભારત સાથેના જૂના સંબંધોને યાદ કરવામાં આવે છે. જ્યારે પૂજારી ઘાસની પત્તીઓ દ્વારા પાણી છાંટતાં-છાંટતાં, એક મંદિરથી બીજા મંદિર તરફ જાય છે. તેઓ લોકોના ભલા માટે પૃથ્વી અને આકાશની ઊર્જા એકત્રિત કરવા માટે આવું કરે છે.

તો હિન્દુ ધર્મ ખરેખર શું છે? શું રિવાજો પાળવા હિન્દુ ધર્મ છે? શું હિન્દુ ધર્મ કથાઓમાં જોવા મળે છે? હિંદુ ધર્મમાં ભક્તિ મહત્ત્વની છે કે પુરાણોના દેવતા મહત્ત્વના છે કે પછી વેદો અને પુરાણોના વિચારોને અનુસરવા હિંદુ ધર્મ છે? આ સવાલનો જવાબ શોધવો મુશ્કેલ છે. કદાચ સિદ્ધાંતો અને રૂઢિવાદના અભાવને કારણેજ, બાલી વિશ્વમાં તેની સહિષ્ણુતા, આતિથ્ય અને કૂણા સ્વભાવ માટે જાણીતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો