તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લઘુકથા:ઇન્વેસ્ટિગેશન

હેમલ વૈષ્ણવ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચોરીનો પ્રયત્ન બરાબર હતો, પણ ઇ. જોબનપુત્રાનું નિરીક્ષણ ગજબ!

સાેબ, ચોર વેન્ટિલેટરના કાચ કાઢીને બાથરૂમમાંથી આવેલો. કબાટ તોડીને, માલમત્તા લઈને ફ્રન્ટ ડોર અંદરથી ખોલીને બહાર નીકળ્યો અને પાછલી વંડી ઠેકીને ભાગ્યો લાગે છે, જો આપણે સિક્યોરિટી ગાર્ડને આડા હાથે લઈએ તો…’ ભૂપત બોલતો રહ્યો અને ઇન્સ્પેક્ટર જોબનપુત્રા તૂટેલા કબાટનું અને વેન્ટિલેટરનું નિરીક્ષણ કરતા રહ્યા. ‘સાહેબ, હાથમોજાં પહેરીને આવેલો એટલે ફિંગર પ્રિન્ટ પણ...’ જોબનપુત્રાને વેન્ટિલેટરની નીચે પડેલી સ્લાઈડ ધ્યાનથી જોઈ રહેલા જોઈને ભૂપતે આગળ બોલવાનું ટાળ્યું. ‘હુકૂમ, પાલ્ટી પરદેશ રહે છે, વર્ષે બે મહિના માંડ આવે, અમે તો દર મહિને સફાઈ કરવા પૂરતો જ ફ્લેટ ખોલીએ અને ચાવી સોસાયટીના સેક્રેટરીને આલી દઈએ ...’ સિક્યોરિટી ગાર્ડ ઉમેદસિંહના અવાજમાં ડર હતો. સેક્રેટરી અશોકભાઈના ઘરે ચા પીતી વખતે જોબનપુત્રા મોબાઇલમાંના ફોટાઓને જોતા રહ્યા. ⬛ ⬛ ⬛ ‘તમારા દીકરાને કેટલા વખતથી ડ્રગની લત છે? મારું માનો તો પલાશ માટે એક સારો વકીલ શોધી લો.’ લોકઅપના સળિયા પાછળ ઊભેલા પલાશને બતાવતાં જોબનપુત્રાએ અશોકભાઈને સલાહ આપી. ‘ભૂપતા,ઇન્સ્પેક્ટર બનવું હોય તો થોડું ભેજું દોડાવતાં શીખ. ઉમેદસિંહ તો કુટુંબ વગરનો છે. પલાશના ઘરમાં જ ફ્લેટની ચાવી રહેતી હતી. એ હાથમોજાં સાથે દરવાજાથી જ અંદર આવેલો અને બારણું ખુલ્લું મૂકીને બહાર નીકળ્યો, પણ ગુમરાહ કરવા વેન્ટિલેટરની સ્લાઈડ કાઢીને પાછી મૂકી દીધી. ફિંગર પ્રિન્ટ નથી, પણ ધૂળવાળા વેન્ટિલેટર પર એક હાથની ત્રણ જ આંગળીની છાપ છે. એ ચા લઈને આવેલો ત્યારે જ મેં નોંધેલું કે એની જમણા હાથની વચલી આંગળી અડધી કપાયેલી છે અને એટલે જ ડાબો હાથ વધારે વાપરે છે. કબાટનું જમણું બારણું તૂટેલું છે, એ ડાબા હાથના જોરથી જ થાય. અઠવાડિયાથી પલાશની હિલચાલ પર નજર રાખી એટલે મામલો ક્લિયર...’ જોબનપુત્રાએ ટેબલ પર પગ લંબાવતા ભૂપતને ઓન જોબ ટ્રેનિંગ આપી દીધી. henkcv12@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો