તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અ પચો અને એસિડિટી થવી એ આજની સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. તેને કારણે લોકોને આખો દિવસ ખાટા ઓડકારો આવે છે. પેટમાં બળતરા અનુભવાય છે અને ‘નોજિયા’ જેવું મન હંમેશાં રહે છે. અત્યાર સુધી અલ્સર અને બ્લેડર સ્ટોનને જ એસિડિટીનું મુખ્ય કારણ માનવામાં આવતું હતું, પરંતુ હવે હાઇટસ હર્નિયા પણ તેનું મુખ્ય કારણ બની રહ્યું છે. તેના વિશે મોટાભાગના લોકોને જાણકારી નથી. જો સતત એસિડિટી રહેતી હોય અને દવાઓ લીધા પછી પણ આરામ ન મળી રહ્યો હોય તો તેની તપાસ કરાવવી જોઈએ. સોનોગ્રાફીથી આ હર્નિયા ડાયગ્નોસ થઈ જાય છે. છાતી અને પેટની ઉપરના ભાગમાં બળતરા થતી હોય, ખાટા ઓડકારો આવતા હોય. આમાં પેશન્ટને સૂતા-સૂતા કે બેઠા હોય ત્યારે પણ નાક અને મોંમાંથી ખાટું પાણી આવી જાય છે. બીમારી વધવાને કારણે સ્થિતિ બદલાય તો પેશન્ટને ઊલટી થવાનું પણ શરૂ થઈ જાય છે. કેટલાક લોકોમાં આ બીમારી જન્મજાત હોય છે. કેટલાકમાં ડાયફ્રામના મસલ્સ નબળા થવા, ઈજા થવા અને ટીબી થવાથી આ મુશ્કેલી થઈ શકે છે. પેટનો ભાગ છાતીમાં આવી જાય છે.
શું છે હાઇટસ હર્નિયા
તેમાં પેટનો ભાગ છાતીમાં આવી જાય છે. આના બે પ્રકાર છે. જેમાંથી સ્લાઈડિંગમાં પેટનો ઉપરનો ભાગ છાતીમાં ચાલ્યો જાય છે અને બીજા પ્રકાર પેરિફિયોઝલથી ક્યારેય પણ આંતરડા તથા પેટ બ્લોક થઈ શકે છે.
આ રીતે ડાઈગ્નોસ કરો
આ બીમારીને એન્ડોસ્કોપી, બેરિયમ એક્સ-રે અને પીએચ ટેસ્ટિંગથી ડાયગ્નોસ કરી શકાય છે. તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ એન્ડોસ્કોપી હોય છે. તેનાથી અલ્સરને કારણે થનારા ચાંદા અને કેન્સર પણ ડાયગ્નોસ થઈ શકે છે.
માથા નીચે બે તકિયા મૂકીને 45 ડિગ્રી પર સૂવ
નાનું હર્નિયા થાય તો કોઈ પ્રકારના સાઈડ ઈફેક્ટ્સ થતા નથી. થોડું મોટું હર્નિયા થાય ત્યારે એસિડિટીની સામાન્ય દવાઓથી રાહત મળે છે. જો દવાઓથી આરામ ન મળી રહ્યો હોય તો સર્જરી જ આ બીમારીની સારવાર છે. આમાં પેશન્ટે ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે તેમણે માથા નીચે બે તકિયા મૂકીને 45 ડિગ્રીએ સૂઈ જવું. આવું કરવાથી પેશન્ટને ચાંદા નહીં પડે. જમ્યા પછી એસિડિટીનો પેશન્ટ જો સીધો સૂઈ જાય તો તેમાં એસિડ રિફ્લેક્સ થવાને કારણે અલ્સર બનવાની શક્યતા વધી જાય છે. ઓઈલી અને સ્પાઈસી ફૂડ ન ખાશો. જમ્યા પછી સીધા ન સૂવું, પણ પડખું વાળીને સૂવું. હાઈટસ હર્નિયામાં 30-40 ડિગ્રીના એંગલમાં સૂવું. વજન ન વધવા દેશો. વજન વધવું એ આ હર્નિયાનું મુખ્ય કારણ છે. વજન વધવાથી ડાયફ્રામના મસલ્સ નબળા થઈ જાય છે. વજન વધવું પણ અલ્સર, છાલા અને કેન્સરનું એક મુખ્ય કારણ હોઈ શકે છે. વજન ઘટશે તો સમલ્સ મજબૂત થશે અને હાઇટસ હર્નિયા થવાની શક્યતાઓ પણ ઓછી થઈ જશે. સર્જરીમાં ડાયફ્રામને મજબૂત કરીને ઠીક કરવામાં આવે છે. લાંબા સમય સુધી અલ્સર પડતા રહેવાથી કેન્સર થવાની શક્યતા રહે છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.