જાણવું જરૂરી છે:મને સેક્સના વિચારો બહુ જ આવે છે…

ડૉ. પારસ શાહ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : ડોક્ટર સાહેબ મારી ઉંમર આડત્રીસ વર્ષની છે. મારે ત્રણ બાળકો છે. છેલ્લાં 3-4 વર્ષથી ઇન્દ્રિય પ્રવેશ પહેલાં જ બહુ જ ઢીલી થઇ જાય છે. આ ઉપરાંત હસ્તમૈથુનમાં પણ થોડી જ વારમાં વીર્ય નીકળે તે પહેલાં જ ઇન્દ્રિયમાં ઢીલાશ આવી જાય છે. મને કંઈ સમજાતું નથી. હવે તમે જ કહો ને કે આનું કારણ શું હોઇ શકે? આનો કોઈ ઉપાય ખરો? ઉકેલ : સૌપ્રથમ તો હું તમને એ કહીશ કે આ સમસ્યા થવાનાં એક નહીં પણ બે કારણ ચોક્કસ હોઇ શકે છે. એક કારણ છે માનસિક તાણ અથવા ઇન્દ્રિયનું ‘ફ્રેક્ચર’ આવી શિથિલતા લોહીના દબાણમાં થતા ઘટાડાને કારણે અનુભવાય છે. આમાં રિજી સ્કેન પ્લસ અને ડોપલર સહિતનાં તમામ પરીક્ષણો સામાન્ય જણાય છે. પરંતુ પેશન્ટનો ઇતિહાસ જણાવે છે કે પ્રવેશનો પ્રયત્ન કરતી વખતે ઇન્દ્રિય વળી જાય છે અથવા શિથિલ થઇ જાય છે, જેથી પ્રવેશ અશક્ય બને છે. આના માટે આપે નિષ્ણાત ડોક્ટરની પાસે તપાસ કરાવવી પડે, કારણ કે આ ખૂબ જ ભાગ્યે જોવા મળતી તકલીફ છે. પહેલાં માત્ર ઓપરેશન એ જ એક રસ્તો હતો. આજની તારીખમાં યોગ્ય નિદાન બાદ દવાથી પણ નપુંસકતા મટી શકે છે અને વ્યક્તિ ફરીથી નવજુવાનની જેમ જાતીય જીવન ફરથી માણી શકે છે. પ્રશ્ન : મારી ઉંમર છવીસ વર્ષની છે. ટૂંક સમયમાં મારા લગ્ન થવાના છે, પરંતુ મને લાગે છે કે મને વધારે પડતું સેક્સ કરવું ગમે છે અને એટલે જ મને સેક્સના વિચારો ખૂબ જ આવે છે. જોકે, આવું થાય ત્યારે મને પોતાને પણ તેનાથી મનમાં ક્ષોભ થાય છે. મારે એ જાણવું છે કે તો પછી વધુ પડતું સેક્સ કોને કહેવાય? પ્લીઝ તમને મને ઝડપથી એનો જવાબ જણાવશો? મારે આ માટે શું કરવું જોઈએ? ઉકેલ : જાતીય વિજ્ઞાન અને તેમાંય આ વિષય ઉપર વિષેશ વૈજ્ઞાનિક સંશોધન થયેલું નથી. અલગ અલગ દેશો અને લોકો પોતપોતાની રીતે જ કામુકતાને મૂલવતા હોય છે અને વ્યક્તિને હાઇપરસેક્સ્યુઅલ ક્યારે માનવી તે અંગે મતભેદ ડોક્ટરોમાં પણ પ્રવર્તે છે. પરંતુ મોટાભાગે જે વ્યક્તિઓની જાતીય ઇચ્છા કોઇ રીતે સંતોષી ન શકાય એટલી પ્રબળ હોય, તેને કારણે તેના રોજિંદા કામકાજમાં અવરોધ ઉત્પન્ન થતો હોય, જેમને માટે સેક્સ એ પૂર્ણપણે બિનવ્યક્તિલક્ષી (ઇમ્પર્સનલ) વસ્તુ હોય તથા જેઓ જાતીય પરાકાષ્ઠા અનુભવતા ન હોય, અસંખ્ય અનુભવો ઉપરાછાપરી લીધા બાદ પણ સરવાળે અસંતુષ્ટ રહી જતા હોય તેવી વ્યક્તિને હાઇપરસેક્સ્યુલ ગણવામાં આવે છે. આવી પ્રકૃતિવાળા પુરુષોને ‘સેટીરિયાસિસ ડોનજુઆનિઝમ’ હોવાનું મનાય છે અને એવી જ રીતે આ પ્રકારની સ્ત્રીઓ ‘નિમ્ફોમેનિયાક’ તરીકે ઓળખાય છે. પરંતુ જો બધી વૈજ્ઞાનિક ભાષા બાજુમાં મૂકી અને તમને સાદી ભાષામાં સમજાવવું હોય તો કંઇક આ રીતે કહેવાય. તમે ભરપૂર જમીને અડધો કલાક પહેલાં જ ઊભા થયા હોવ અને તમને ફરી પાછી જમવાની ઇચ્છા કાયમ થાય તો તેને બીમારી જ કહેવાય. તે જ રીતે સંતોષજનક સેક્સ ભોગવ્યા બાદ હંમેશાં તરત જ એટલે કે વારંવાર સેક્સની ઇચ્છાને હાઇપરસેક્સ્યુઅલ ગણવું જોઇએ. હકીકતમાં આ વધારે પડતી કામુકતા માટે ડોક્ટરી તપાસ જરૂરી થઇ જાય છે, મતલબ કે જ્યારે પણ આવી સમસ્યા કોઈને પણ લાગે ત્યારે તેમણે સૌપ્રથમ તો ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી બને છે. આ સાથે બીજી એક વાત એ પણ યાદ રાખવી જરૂરી છે કે ઘણીવાર મેનિયા, સ્ફ્રીઝોફેનિયા, ફન્ટલલોબ બ્રેઇન ટ્યુમર અથવા એપિલેપ્સી નામની બીમારીઓ પણ કામુકતાને અમર્યાદ, અસંગત બનાવી દે છે. તેથી બની શકે તો વહેલી તકે ડોક્ટર પાસે જાઓ અને તમારી આ ફરિયાદનો ઉકેલ મેળવી લો કે જેથી તમને જાતીય જીવનમાં કોઈ તકલીફ ના પડે.⬛ dr9157504000@shospital.org

અન્ય સમાચારો પણ છે...