લિંક્ડઈન:લિંક્ડઈન પર હવે હિન્દી ભાષા લોન્ચ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

થોડા દિવસો અગાઉ જ દુનિયાભરના લગભગ 600 મિલિયન હિન્દીભાષીઓને સપોર્ટ કરવા માટે લિંક્ડઈનને હિન્દીમાં પણ લોન્ચ કરવામાં આવી છે. એટલે હવે તમે હિન્દી ભાષામાં તમારી લિંક્ડઈન પ્રોફાઈલમાં તમારું કન્ટેન્ટ જેમકે, ફીડ, પ્રોફાઈલ, જોબ અને મેસેજિંગ વગેરે પોસ્ટ કરી શકશો. જે યૂઝર્સે પહેલાથી જ પોતાના સ્માર્ટફોનમાં હિન્દીને જનરલ ભાષા તરીકે સેટ કરી હોય, તેઓ લિંક્ડઈનનો ઉપયોગ ઓટોમેટિક હિન્દી કરી શકશે. લિંક્ડઈનની મોબાઈલ એપ્લિકેશન હિન્દીમાં જોવા માટે તમારે તમારા ફોનના સેટિંગ્સમાં જઈને ડિવાઈસની પસંદગીની ભાષા તરીકે હિન્દી સિલેક્ટ કરવાની રહેશે. આ ઉપરાંત ડેસ્કટોપ પર સભ્યોએ લિંક્ડઈનના હોમપેજ પર ટોપમાં ‘મી’ આઈકન ઉપર ક્લિક કરવાની રહેશે. એ પછી ‘સેટિંગ્સ અને પ્રાઈવસી’ સિલેક્ટ કરવાની રહેશે. લેફ્ટમાં ‘એકાઉન્ટ પ્રેફરેન્સીસ’ સિલેક્ટ કરીને પછી ‘સાઈટ પ્રેફરેન્સીસ’ને સિલેક્ટ કરવાની રહેશે. હવે લેંગ્વેજની બાજુમાં ‘ચેન્જ’ પર ક્લિક કરીને ‘હિન્દી’ના ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી પસંદ કરો. એ પછી યૂઝર ઈન્ટરફેસ અને નેવિગેશન બાર સહિત બધું જ કન્ટેન્ટ હિન્દીમાં ડિસ્પ્લે થશે.

અન્ય સમાચારો પણ છે...