તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લઘુકથા:પકડ

હેમલ વૈષ્ણવ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોતાના માણસ પાસે મદદ માગતા શરમ કેવી?

‘લ્યા આ ટીવી લીધું? મને વાત કરી હોત તો? આવી મોટી આઈટમ લેતાં પહેલાં મોટેરાને પૂછવું જોઈએ.’ ધીરજકાકાએ સુમિતને સલાહ આપી. ‘કાકા, પપ્પા સાથે આવેલા, એમને પૂછીને જ લીધું છે.’ ‘અરે, પણ તારો પપ્પો ફેક્ટરીમાં કામ કરનાર અને હું રહ્યો વેપારી. અમારી પચાસ માણસો પર પકડ હોય, અમને સોદાની સમજ હોય. આ પૂછ તારા પપ્પાને, તમે લોકો ગામેથી આવ્યાં ત્યારે મેં જ એને ફેક્ટરીમાં નોકરીએ લગાડી દીધા તો તમે બે પાંદડે થયાં.’ ચેવડાના બૂકડા પર ચાનો ઘૂંટડો ભરતા ધીરજકાકા ઓચર્યા. સુમિતે જોયું કે, પણ પપ્પા ચૂપ બેઠા હતા. આમ પણ પપ્પા ધીરજકાકા સામે ક્યારેય બોલી શકતા નહીં. ‘તારો નાનો ભાઈ ક્યાં છે? મેં એના માટે રણછોડ ટ્રેડ્રિંગવાળાને ત્યાં વાત કરી છે, આ તો તેં મારું કહ્યું માન્યું નહીં અને છેક નારોલ સુધી લાંબો થાય છે. હું કહું છું પોતાના માણસ પાસે મદદ માગતા શરમ કેવી? આ તારા પપ્પાને...’ એ જ સમયે હેમાંગ દાખલ થયો. ‘જઈ આવ્યો રણછોડ ટ્રેડર્સને ત્યાં કે પછી આ તારા ભાઈની જેમ મનમાની કરવાની છે? સુભાષ તેં દીકરાઓને વધારે પડતી છૂટ આપી દીધી છે. આ આપણું ગામ નથી આ...’ ‘રાઈટ કાકા, આ આપણું ગામ નથી, શહેર છે, પણ હવે અમને પણ અહીં દસ વરસ થયાં અને મોર ઈમ્પોર્ટન્ટલી આ સુભાષ મહેતાનું ઘર છે. ટીવી તો છોડો, તમે કળો કરશો એ બીકે પપ્પા તમે અપાવેલી નોકરી પણ છોડી નથી શકતા. મેં જ હેમાંગને કહ્યું છે કે નોકરીની ચિંતા છોડીને પોસ્ટ ગ્રેજ્યુએશન પર ધ્યાન આપે.’ ખાલી કપ લઇ જતા સુમિતને ધીરજકાકા જોઈ રહ્યા. એમને લાગ્યું સુભાષના ઘર પરની એમની પકડ અચાનક ઢીલી થઇ ગઈ હતી.⬛ henkcv12@gmail.com

અન્ય સમાચારો પણ છે...