તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટ્રેટેજી & સક્સેસ:સૌને મળે સારી અને સસ્તી સારવાર : ડો. પી. શ્રીધર

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડો. પી. શ્રીધર મધ્યમ વર્ગીય પરિવારો તેમજ સરકારી હોસ્પિટલની સારવાર પણ પોસાતી નથી એવા અત્યંગ ગરીબ લોકોને અફોર્ડેબલ ટ્રીટમેન્ટ આપે છે

- પ્રકાશ બિયાણી

કોરોના મહામારીએ દેશના તબીબી વ્યવસાયની પોલ ખોલી નાખી છે. સરકારી હોસ્પિટલ્સ તો આ મહામારીની શરૂઆતમાં જ ફુલ થઇ ગયા હતા અને જગ્યા નહોતી રહી. ખાનગી હોસ્પિટલ્સમાં સારવાર કરાવવાનું સામાન્ય લોકોને પરવડે નહીં એટલું મોંઘું હતું. એટલું જ નહીં, કોરોના વાઇરસ વિશેની જાણકારી ન હોવાથી શરૂઆતના સમયગાળામાં ઇન્ફેક્ટેડ લોકોને યોગ્ય સારવાર પણ ન મળી. હોસ્પિટલ્સે દરેકને આઇસીયુમાં દાખલ કરી દઇને વેન્ટિલેટર પર ચડાવી દીધા. વાસ્તવિકતા તો એ છે કે આપણા દેશના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત જરૂરિયાતો અને તેના અફોર્ડેબલ ખર્ચ સૌને મળી રહે તેમાં ભારતીય તબીબી વ્યવસાય નિષ્ફળ નીવડ્યો છે. ડો. પી. શ્રીધર એવા ગણતરીના ડોક્ટર્સમાંના એક છે જેમણે આ સમસ્યાનો ઉકેલ કાઢ્યો છે. સમાનતાભરી વિચારસરણી ધરાવતા ડોક્ટર્સ સાથે મળીને એમણે હૈદરાબાદમાં સ્થાપિત રેનોવા હોસ્પિટલ શ્રેણીની ક્વોલિટી પર અફોર્ડેબલ હેલ્થકેર સેવાઓ લોકોને ઉપલબ્ધ કરાવી છે. ડો. પી. શ્રીધરે 2003માં ઓસ્માનિયા મેડિકલ કોલેજ હૈદરાબાદમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવી. વર્ષ 2007માં ડોક્ટર ઓફ મેડિસિન અને 2011માં ગાંધી મેડિકલ કોલેજ હૈદરાબાદમાં ડીએમ કાર્ડિયોલોજી બન્યા. આજે તેઓ ઇન્ટરનેશનલ લેવલના કાર્ડિયોલોજિસ્ટ છે. ડો. શ્રીધર નવી હોસ્પિટલની સ્થાપના અથવા હેલ્થકેર સેવાઓના સેટઅપ માટે પણ જાણીતા છે. ઇન્ડો-અમેરિકન કેન્સર ઇન્સ્ટિટ્યુટ એન્ડ રિસર્ચ સેન્ટર અને ઓમેગા હોસ્પિટલ્સની સફળતામાં તેમનું યોગદાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. હેલ્થકેરના ઉદ્યોગના વીસ વર્ષોના અનુભવ દ્વારા એમણે ઓમેગા હોસ્પિટલ્સને દેશનું બીજું સૌથી મોટું ઓન્કોલોજી (કેન્સર) સારવાર કેન્દ્ર બનાવ્યું છે.

રેનોવા હોસ્પિટલ્સ પણ એમનું જ બ્રેઇન ચાઇલ્ડ છે. વર્ષ 2019માં એમણે હૈદરાબાદમાં રેનોવા હોસ્પિટલ્સની સ્થાપના કરી હતી. આજે તેની અનેક બ્રાન્ચીસ નાના શહેરો અને ટાઉન્સમાં સ્થપાઇ રહી છે. તેમના મતે, મોટા શહેરોમાં તો સારાં હોસ્પિટલ્સ અને ડોક્ટર સહેલાઇથી મળી જાય છે, પણ ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને સમયસર પરવડે એવા ખર્ચે ક્વોલિટીભરી સારવાર નથી મળતી અને રેનોવા હોસ્પિટલ્સ આ જ ઊણપની આપૂર્તિ કરવા માગે છે.

રેનોવા હોસ્પિટલ્સ હૈદરાબાદ એડવાન્સ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ છે – જે ટ્રોમા, ઇમર્જન્સી અને ક્રિટિકલ કેર પર ફોકસ કરે છે. તે સાથે જ અહીં ન્યૂરોલોજી અને ન્યૂરો સર્જરી, ઓર્થોપેડિક અને જોઇન્ટ રીપ્લેસમેન્ટ, ગાયનેકોલોજી, યૂરોલોજી, નેફ્રોલોજી, ઇએનટી, લેપ્રોસ્કોપિક એન્ડ જનરલ સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, સંધિવા, માનસિક રોગ, ફિઝિયોથેરાપી અને કાર્ડિયોલોજીની એડવાન્સ સારવાર સુવિધાઓ મળી રહે છે. અહીંના આઇસીયુમાં વર્લ્ડ ક્લાસ સાધનો છે.

રેનોવા હોસ્પિટલ્સનું સૂત્ર છે : સૌપ્રથમ દર્દી. ડો. પી. શ્રીધર રેનોવા હોસ્પિટલ્સને ટેક્નોલોજી નહીં બલ્કે પીપલ કંપની માને છે. દર્દી સાથે ડોક્ટરના સંબંધને સર્વોપરિ રાખવા માટે એમણે પોતાનું ઇનોવેટિવ સોફ્ટવેર ડેવલપ કરાવ્યું છે. રેનોવા હોસ્પિટલ્સ દર્દીની ક્રોનિક બીમારી પર જ ફોકસ કરે છે, એવું નથી, તે એના સંપૂર્ણ સ્વાસ્થ્યની સારવાર કરે છે. ડો. શ્રીધર સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારો તેમજ જેઓને સરકારી હોસ્પિટલની સારવાર પણ પોસાતી નથી એવા અત્યંત ગરીબ લોકો માટે અફોર્ડેબલ બેસ્ટ ટ્રીટમેન્ટ આપી રહ્યા છે, તે સાથે તેઓ શ્રી ધારણી ફાઉન્ડેશન સાથે પણ જોડાયેલા છે અને શિક્ષણ તથા ગ્રીન લિવિંગ માટે પણ કામ કરી રહ્યા છે. સેલ્ફમેડ હેલ્થકેર આંત્રપ્રીન્યોર ડો. શ્રીધર કહે છે કે હેલ્થકેર ઉદ્યોગમાં હોવાથી મારા માટે ગર્વની વાત એ છે કે મેં મારા દેશવાસીઓને કોરોના મહામારીનો સામનો કરવામાં સહાયતા કરી. prakashbiyani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો