તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનો યા ના માનો:પુનર્જન્મની આ ઘટના માટે ખુદ ગાંધીજીએ આગળ આવવું પડ્યુ હતું

રાજ ભાસ્કર23 દિવસ પહેલા
 • કૉપી લિંક

આ દુનિયામાં પુનર્જન્મ થતો હોવાના અનેક કિસ્સા બન્યા છે. એમાં એક છે શાંતિદેવીનો કિસ્સો. આ ઘટના એવી છે જેની તપાસ માટે ખુદ પૂ. ગાંધીજીએ આગળ આવવું પડ્યું હતું. પુનર્જન્મની પહેલી કથા શરૂ થાય છે 18મી જાન્યુઆરી, 1902ના દિવસથી. મથુરાના એક ગામમાં દંપતિ ચતુરભુજ ને જગતીદેવીના ઘરે એક પુત્રીનો જન્મ થાય છે. એનું નામ રખાય છે લુગદી. દસ વર્ષની લુગદીના લગ્ન મથુરાના કેદારનાથ ચોબે સાથે કરવામાં આવે છે અને 1925માં બીજા નંબરના મૃત બાળકને જન્મ આપ્યાના દસ દિવસ પછી 4 ઓક્ટોબરે તેનું મૃત્યુ થાય છે. ⬛ ⬛ ⬛ લુગદીના મૃત્યુના 14 મહિના બાદ 11મી ડિસેમ્બર, 1926ના રોજ દિલ્હીના રંગબહાદૂર અને પ્રેમપ્યારીના ઘરે એક દીકરીનો જન્મ થાય છે. દીકરીનું નામ રખાય છે શાંતિદેવી. શાંતિદેવી ચાર વર્ષની થતાં એક ચોંકાવનારી વાત કરે છે કે, ‘મારું ઘર તો મથુરામાં છે. મારા લગ્ન થઈ ગયા છે અને મારે એક દીકરો પણ છે. બીજો દીકરો મરેલો જનમ્યો હતો. આ મારો બીજો જન્મ છે.’ એ પછી દિવસે ને દિવસે શાંતિ પોતાના પુનર્જન્મની વાતો કરતી રહી. શાંતિની આવી હરકતો વધતા તેને માનસિક રોગોના ડોક્ટર પાસે લઈ જવામાં આવી, પણ કંઈ ફેર ના પડ્યો. આમને આમ શાંતિ નવ વર્ષની થઈ ગઈ. આખરે રંગબહાદૂરે તેમના એક સગા પ્રાધ્યાપક બિશન ચંદ્રને વાત કરી. બિશન ચંદ્રએ શાંતિને ફોસલાવીને પતિનું નામ પૂછ્યુ. શાંતિએ કહ્યું, ‘મારા પતિનું નામ કેદારનાથ ચૌબે છે. મથુરાના દ્વારકાધિશ મંદીરની સામે એમની એક કાપડની દુકાન છે અને ત્યાં પાછળ જ ઘર છે. અમારા ઘરમાં એક કૂવો પણ છે અને ત્યાં માટલામાં મેં કેટલાંક પૈસા પણ સંતાડી રાખ્યા છે.’ શાંતિની વાતને આધારે બિશન ચંદ્રએ મથુરામાં કેદારનાથના નામે પત્ર લખી આખી કથા કહી. પત્ર વાંચીને કેદારનાથ ચોંકી ગયા. તેમણે પિતરાઈ ભાઈને તપાસ કરવા મોકલ્યો. શાંતિની પરીક્ષા માટે પિતરાઈ ભાઈને પતિ તરીકે રજૂ કર્યો. પણ શાંતિએ કહ્યું, ‘આ મારા પતિ નથી. આ તો મારા દિયર છે.’ પિતરાઈ ભાઈએ મથુરા જઈને વાત કરી પછી કેદારનાથ, તેમની ત્રીજી પત્ની અને લુગદી દ્વારા થયેલો દીકરો દિલ્હી આવ્યા. કેદારનાથ ફરી બીજા નામે શાંતિ સામે આવ્યા, છતાં શાંતિ એમને ઓળખી ગઈ અને પગમાં પડી ગઈ. એટલું જ નહીં જન્મ સમયે શિશુ અવસ્થામાં જોયેલા એના બાળકને પણ શાંતિ ઓળખી ગઈ. એ પછી કેદારનાથે શાંતિ સાથે એકલામાં વાત કરી. જે પતિ-પત્ની બે જ જાણતા હતા એ વાતો પણ એ નવ વર્ષની છોકરીએ કેદારનાથને કહી. શાંતિએ ફરિયાદ પણ કરી કે, ‘તમે મને ત્રીજા લગ્ન નહીં કરવાનું વચન આપ્યું હતું તો શા માટે કર્યા?’ આ વાતો જાણી બંને પરિવારો અચંબામાં પડી ગયા. શાંતિ હવે મથુરામાં પોતાના પતિ પાસે રહેવા માટે જીદ કરી રહી હતી. આ વાત મીડિયામાં પણ પ્રસિદ્ધ થઈ ગઈ હતી અને ઉકેલ માટે આખરે ગાંધીજી પાસે આ વાત પહોંચી. 25 નવેમ્બર, 1935ના દિવસે ગાંધીજીએ પુનર્જન્મની તપાસ માટે વકીલ તારાચંદ માથુર, ડોક્ટરો, સાંસદો સહિત 15 લોકોની એક કમિટી બનાવી. આ કમિટીના સભ્યો શાંતિને લઈને મથુરા આવ્યા. શાંતિને સ્ટેશનથી જ એના ઘરનો રસ્તો બતાવવાનું કહ્યું. અને શાંતિએ એ બતાવ્યો પણ ખરો. એ દ્વારકાધીશના મંદીરે, દુકાન પાછળ આવેલા ઘરે જઈને જ ઊભી રહી. એણે જે કૂવાનું વર્ણન કર્યુ હતું એ પણ બતાવ્યો અને બીજી ઘણી બધી વસ્તુઓ બતાવી. એ પછી શાંતિને આગલા જન્મના માતા-પિતા પાસે પણ લઈ જવામાં આવી. એ એમને પણ ઓળખી ગઈ. અંતે 1936માં ગાંધીજીએ નિમેલી કમિટીએ રિપોર્ટ આપ્યો કે, ‘શાંતિદેવી રૂપે જ લુગદીનો પુનર્જન્મ થયો છે.’ એ પછી શાંતિદેવી કેદારનાથ પાસે રહેવા બહું વિનંતી કરતાં રહ્યાં, પણ કાયદો, ઉંમર અને સામાજિક ધારા-ધોરણોને કારણે એ શક્ય ના બન્યું. સમય વહેતો ગયો. શાંતિદેવી આજીવન કુંવારા રહ્યાં અને આખરે 27મી નવેમ્બર, 1987ના રોજ 61 વર્ષની ઉંમરે એમનું અવસાન થયું. rcbhaskar@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો