તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટોરી પબ:આવર્તન

જીજ્ઞેશ અધ્યારુએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સ, તને એક વાર્તા કહું...’ સાધુ મંદિરના છેલ્લા પગથિયે બેઠા. એમના પગ પાસે એ ગોઠવાયો. એમની હવા સાથે ફરફરતી ધવલ દાઢીને એ જોઈ રહ્યો. ‘પણ વાર્તા જેવી નહીં, અસલ જેવી વાર્તા કહો..’ આંખોમાં ચમક સાથે એણે કહ્યું. ‘અસલ જેવી વાર્તા હોય તો ખરી, પણ એ મોટાઓ માટે હોય, તારા જેવા વ્હાલકુડાઓને તો પરીઓની અને રાજકુમારીઓની જ વાર્તા ગમે!’ સાધુએ એની સામે વ્હાલ નીતરતી નજરે જોયું. ‘તો રહેવા દો..’ ‘સારું, અસલ જેવી એક વાર્તા કહું, સાંભળ. એક છોકરો હતો, એનું નામ શંભુ..’ ‘અસલમાં નામ જરૂરી છે?’ ‘તું ભઈ, પણ મૂકાવે.. સારું, તો એક છોકરો હતો, એનું કોઈ નહીં, એ કોઈનો નહીં. એને કોઈ નામ નહીં, કોઈ અટક નહીં, કોઈ ઓળખાણ નહીં, કચરો વીણતો, કચરો વેચતો, જે મળે એ ખાઇ લેતો, પુલને છેડે ફૂટપાથ પર એણે બનાવેલી ઝૂંપડીમાં જ સૂઈ જતો. એ જ એનો અસબાબ.’ કહી સાધુ એના મનોભાવ જોવા રોકાયા, પણ એનો ચહેરો હતો સાવ કોરી સ્લેટ જેવો. ‘એક દિવસ સંધ્યાકાળે ફૂટપાથ પરથી પસાર થઈ રહેલા એક સિદ્ધ મહાત્માએ એને જોયો, રોકાયા.. કંઈક વિચારીને એમણે પ્રસાદનો શીરો ભરેલો એક પડિયો ઝોળીમાંથી કાઢી તેને આપ્યો. મનોમન આશીર્વાદ આપ્યા કે એનાં કોઈપણ બે સપનાં સાચાં પડશે. એ રાત્રે એને એટલો થાક લાગ્યો કે ઊંઘી ગયા પછી એના સપનામાંય શીરો આવ્યો. એને સપનામાંય થાક લાગ્યો અને ઊંઘ આવી ગઈ. શરીરનો થાક અને શીરાનો પ્રભાવ એટલો કે એ જાગવાનો નહોતો, મનનો થાક એટલો કે પેલું અંદરનું સ્વપ્ન તૂટે તો આ સપનું અટકે, એ જાગે.. આ એનું પહેલું સ્વપ્ન હતું.’ બાળકની આંખ ચમકી ઊઠી અને એ ચમક સાધુએ પણ નોંધી. એમણે વાર્તા રોકીને પૂછ્યું, ‘હવે તું કહે, એનું સપનું અટકે તો અટકે કઈ રીતે? મહાત્માના આશીર્વાદ મુજબ સપનું સાચું પડે કઈ રીતે? બીજું સપનું જોવાનુંય બાકી છે.. તેં અસલ વાર્તા માંગી ને! યાદ રાખજે આ પરીઓની વાર્તા નથી, આ જિંદગી છે, એ તો અનુભવે જ સમજાય.’ એ વિચારી રહ્યો, જાગવું કઈ રીતે એ મૂંઝવણ નહોતી! મૂંઝવણ હતી કે બીજું સપનું શું હોવું જોઈએ. ‘વિશ્વાસ, એને જો વિશ્વાસ હશે તો કંઈ અશક્ય નથી..’ મંદિરમાંથી બહાર આવેલા પુજારીને જોઈ બંનેનો સંવાદ અટક્યો. તેમણે બંનેને શીરાનો પડિયો આપ્યો. અચાનક એના મનમાં ઊગ્યું કે આ શીરો પણ પેલા છોકરાને મળેલા પ્રસાદની જેમ જ સપનાં પૂરાં કરનારો હોય તો! એના મનોભાવ પારખી જઈને સાધુએ તેને કહ્યું, ‘વિશ્વાસે જ વહાણ તરે..’ એણે તો જન્મથી પ્રકૃતિને જ ખોળે મસ્તક મૂકેલું અને કુદરતે પણ એને સારી રીતે સાચવેલો. સમષ્ટિમાં એને વિશ્વાસ રાખવો પડતો નહોતો, એ વિશ્વાસ જ એના શ્વાસ હતાં. વિના સંકોચે એણે પ્રસાદ ગ્રહણ કર્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો