દીવાન-એ-ખાસ:ખ્યાતનામ અમેરિકનો અંગીકાર કરી રહ્યા છે હિન્દુ ધર્મ!

વિક્રમ વકીલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

થોડા સમય પહેલાં એપલના સ્ટીવ જોબ્સ અને ફેસબુકના માર્ક ઝૂકરબર્ગ ભારત આવ્યા હતા. આ બંને ભારતની આધ્યાત્મિકતાથી આકર્ષાઇને ખાસ્સા પ્રભાવિત થયા હતા. આમ તો ઘણાં વર્ષોથી યોગ તેમ જ બીજા કારણોસર પણ કેટલાંક વિદેશીઓને હિન્દુ ધર્મનું ઘણું આકર્ષણ રહ્યું છે. ‘ઇસ્કોન’ મૂવમેન્ટને કારણે પણ ઘણા ગોરા વિદેશીઓ કૃષ્ણ ભગવાનના અનુયાયી બન્યા છે. હવે જોકે, અમેરિકાની સેલિબ્રિટીઓ પણ એક પછી એક હિન્દુત્વ અપનાવી રહી છે. જન્મે ખ્રિસ્તી હોય પરંતુ હિન્દુઇઝમથી પ્રભાવિત થઇને હિન્દુત્વને ફોલો કરતા કેટલાક ખ્યાતનામ અમેરિકનો આ પ્રમાણે છે. ‘ધ પ્રેક્ટિસ’ અને ‘સાયકોલોજીસ્ટ’ જેવી ખ્યાતનામ ફિલ્મો કરનાર કેલી વિલિયમ્સ હવે હિન્દુત્વના રંગે રંગાઈ ગઈ છે. હિન્દુ ધર્મની ફિલસૂફી વાંચીને અત્યંત પ્રભાવિત થયા પછી કેલીએ હિન્દુ અજય સહેગલ સાથે લગ્ન કર્યાં અને હવે ચુસ્તપણે હિન્દુ ધર્મ ફોલો કરે છે. ‘હરેકૃષ્ણ’ મૂવમેન્ટના અગ્રેસર સત્સવરૂપ દાસ ગોસ્વામી પહેલાં ચુસ્ત ખ્રિસ્તી હતા. પોતાનું નામ બદલીને હવે અમેરિકામાં તેઓ ‘ધ ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ’નું સંચાલન કરે છે. ‘પ્રિટી વુમન’ ફિલ્મથી ખ્યાતનામ થયેલી હોલિવૂડની એક્ટ્રેસ જુલિયા રોબર્ટ્સ હવે સંપૂર્ણ હિન્દુ થઈ ગઈ છે. હોલિવૂડની એક સૌથી સમૃદ્ધ એક્ટ્રેસ ગણાતી જુલિયા, દરરોજ સવારે ધ્યાન અને યોગ કરે છે. હિન્દુ ધર્મ અપનાવ્યા પછી જુલિયા સંપૂર્ણ શાકાહારી થઈ ગઈ છે. ‘ચેન્ટ માસ્ટર ઓફ અમેરિકા યોગા’ તરીકે ઓળખાતા ક્રિશ્નાદાસ આમ તો વ્હાઇટ અમેરિકન છે, પરંતુ હિન્દુ ધર્મ અંગીકાર કર્યા પહેલાંનું તેમનું નામ ભાગ્યે જ કોઈને ખબર છે! પહેલાં તેઓ પોપ સિંગર હતા હવે ફક્ત ભજન ગાય છે! એમની ગાયકીનાં 17 જેટલાં આલબમો બહાર પડ્યાં છે અને દરેક આલબમ ખૂબ લોકપ્રિય થયાં છે. 2013ના ગ્રેમી એવોર્ડ્સમાં પણ એમણે ખાસ કાર્યક્રમ રજૂ કર્યો હતો. ગ્રેમી એવોર્ડ્સમાં એમના આલબમ ‘લાઇવ આનંદા’ને શ્રેષ્ઠ આલબમનો એવોર્ડ પણ મળ્યો હતો. જાઝ સંગીતના નિષ્ણાત અને સેક્સોફોનિસ્ટ તેમજ કમ્પોઝર જ્હોનનું સંગીત અમેરિકામાં ખૂબ લોકપ્રિય છે. બીજી પત્ની સાથે હિન્દુ ધર્મ અંગીકાર કર્યા પછી જ્હોન હવે પોતાને ‘કટ્ટર હિન્દુવાદી’ ગણાવે છે! ડેવિડ ફોલવી, અમેરિકન હિન્દુ શિક્ષક છે. પોતે હિન્દુ ચળવળકર્તા છે અને અમેરિકામાં ફરતા રહીને હિન્દુ ધર્મ વિશે વ્યાખ્યાનો આપતા રહે છે. અમેરિકાની જાણીતી એક્ટિવિસ્ટ, પ્રકાશક અને લેખક રીની લીનનો જન્મ ખ્રિસ્તી કુટુંબમાં થયો હતો. તેઓ ભારતની સંસ્કૃતિના પ્રેમમાં પડ્યાં છે. રીની લીને ‘વોઇસ ફોર ઇન્ડિયા’ નામની સંસ્થા સ્થાપી છે. આ સંસ્થાનું કામ હિન્દુત્વના પ્રચાર-પ્રસારનું છે. અતિ ધનવાન ફોર્ડ ફેમિલીના વારસદાર આલ્ફર્ડ ફોર્ડ હવે અંબરીશ દાસ તરીકે ઓળખાય છે. તેઓ સંપૂર્ણપણે હિન્દુ બની ગયા છે. માથા પર તિલક લગાડે છે અને કપડાં પણ ભારતીય સ્ટાઇલનાં પહેરે છે. હેનરી ફોર્ડના પ્રપૌત્ર હવે બિન-શાકાહારી ખોરાકને અડતા પણ નથી અને દરરોજ સવારે સંસ્કૃત ભાષાના શ્લોકનું પઠન કરે છે. રેડિયો પર્સનાલિટી, લેખક અને ફિલ્મસ્ટાર જેફરી ગૂલીયાનો હવે અમેરિકા અને વિશ્વમાં ‘જગન્નાથ દાસ’ તરીકે ઓળખાય છે! જાણીતા બેન્ડ બિટલ્સની બાયોગ્રાફી લખનાર જેફરી, દરેક હિન્દુ તહેવારોની ઉજવણી ધામધૂમથી કરે છે. હોલિવૂડનો સુપરસ્ટાર ‘રેમ્બો’ સિલ્વેસ્ટર સ્ટેલોન પણ હવે હિન્દુઇઝમ ફોલો કરે છે. યુવાન પુત્રના આકસ્મિક મૃત્યુ પછી ભાંગી પડેલા સ્ટેલોનને હિન્દુ ધર્મના ગ્રંથનો સહિયારો મળ્યો અને એ ફરીથી સ્વસ્થ થઈ શક્યો. હિન્દુ પૂજારીની સલાહથી સ્ટેલોને હરિદ્વાર આવી પુત્રના આત્માની શાંતિ માટે પિંડદાન પણ કર્યું હતું. હવે સ્ટેલોન સંપૂર્ણપણે હિન્દુ બની ગયો છે. અમેરિકન સુપરસ્ટાર હૂજ જેકમેન તેના તમામ મીડિયા ઇન્ટરવ્યૂમાં હિન્દુઇઝમનાં વખાણ કરે છે. ઉપનિશદ અને ભગવદ્્ ગીતાનું પણ એ પઠન કરે છે. વેડિંગ રિંગ પર એણે સંસ્કૃત ભાષામાં શ્લોક કોતરાવ્યો છે!⬛ vikramvakil rediffmail.com

અન્ય સમાચારો પણ છે...