થેરેપી:પાણીમાં એક્સરસાઈઝ કરવાથી સ્નાયુઓની તાકાત વધે છે, ફિટનેસ જળવાઈ રહે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડો. મનોજ માથુર, સિનિયર ફિઝિયોથેરપિસ્ટ આપણામાંથી ઘણાં બધાં લોકો મોટાભાગે તો આળસ અને સમયના અભાવનું બહાનું કાઢીને કસરત કરવાનું ટાળે છે. ખરેખર તો નિયમિત કસરત કરવાથી શરીરની કામ કરવાની ક્ષમતા વધે થાય છે. આ ઉપરાંત ટેન્શનમાંથી પણ મુક્તિ મળે છે. તેથી જ દરેક વયનાં લોકોએ કસરત અચૂક કરવી જોઈએ. બ્લડપ્રેશર કાબૂ રાખવામાં પણ કસરતનો મોટો ફાળો છે. કસરત કરવાથી પરસેવો પડે છે અને બોડીના ટોક્સિન્સ બહાર નીકળે છે. આ રીતે સ્કિન પોર્સ ખૂલે છે અને સ્કિન પણ ગ્લો કરે છે. હવે વાત કરીએ પાણીમાં કસરત કરવાના ફાયદાની. સ્ફૂર્તિ જળવાય જમીન ઉપર કસરત કરવાની તુલનામાં પાણીમાં કસરત કરવાથી શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે છે. પાણીમાં કસરત કરવી એ એક પ્રકારની થેરેપી છે, જેને હાઈડ્રોથેરેપી કહેવાય છે. આ રીતે કસરત કરવાથી સાંધાના દુખાવામાં ઘણી રાહત મળે છે તેમજ લિગામેન્ટ, સ્પોર્ટ્સ ઈન્જરીની રીકવરી ખૂબ જ ઝડપથી થાય છે. સર્જરી પછી ફિટનેસનું લેવલ વધારવા માટે આ થેરેપીનો ઉપયોગ કરવામાં આવે છે. નિષ્ણાતો પણ એવી સલાહ આપતા હોય છે કે દિવસની શરૂઆત હૂંફાળા પાણીના સ્નાનથી કરવી જોઈએ. વળી, બહાર નીકળતા પહેલાં 15 સેકન્ડ સુધી ઠંડા પાણીમાં રહેવું જોઈએ.

શું છે હાઈડ્રોથેરેપી?

}આ થેરેપી સ્વિમિંગપુલમાં આપવામાં આવે છે. હાઈડ્રોથેરેપી પુલ સામાન્ય પુલ જેવો નહીં, પણ અલગ હોય છે. }એમાં ફિલ્ટર, વોટર ટેમ્પરેચર કન્ટ્રોલ અને વેવ જનરેટર હોય છે. }પાણીની અંદર તરંગોના નિર્માણને કારણે ફિટનેસનું સ્તર વધે છે. }એમાં ટ્રેડમિલ અને સાઈકલિંગ કરી શકાય છે. આ ઉપરાંત પોતાની રીતે એક્સરસાઈઝ પણ ડિઝાઈન કરી શકાય છે. }ઉનાળામાં પાણી ઠંડું અને શિયાળામાં પાણી હૂંફાળુ રાખવામાં આવે છે. }દર્દીની બીમારીના આધારે પાણીનું તાપમાન રાખવામાં આવે છે.

આ થેરેપી કેવી રીતે કામ કરે છે?.

પાણીમાં હાઈડ્રોસ્ટ્રેટિક પ્રેશર, સરફેસટેક્શન અને બ્રાયોન્સી જેવી પ્રોપર્ટીઝ હોય છે. આને કારણે ઈન્જરીની રીકવરી ઝડપથી થાય છે.

આ બીમારીઓમાં લાભદાયક રહેશે આ થેરેપી

સાંધાનો અને ઘૂંટણનો દુખાવો, સ્નાયુઓ જકડાઈ જવા, સંધિવા, સ્નાયુઓની ઈજા અને લિગામેન્ટની સર્જરી પછી રીકવરી, લકવો, સેરેબ્રલ પાલ્સી, ફિટનેસ વધારવા માટે તેમજ વેટ લોસ માટે આ થેરેપી ખૂબ જ લાભદાયક છે.

67.7% લોકો નથી જાણતા કે તેમનામાં સ્ટ્રોકનાં રિસ્ક ફેક્ટર કયાં છે?

જે લોકો સ્ટ્રોકનો ભોગ બને છે, તેનાં કારણ વિશે તેઓ ખુદ જાણતા નથી. ખાસ કરીને આવાં લોકોમાં હાઈ કોલેસ્ટ્રોલ, હાઈપરટેન્શન, એટ્રિયલ ફિબ્રિલેશનનો સમાવેશ થાય છે. આ દાવો એક યુરોપીયન સ્ટડીમાં કરવામાં આવ્યો છે.

ભારતમાં કોરોનાથી થયેલાં મૃત્યુ બાબતે ‘મેડિકલ જર્નલ ધ લેન્સેટે’ મોટો દાવો કર્યો છે. ‘લેન્સેટ ઈન્ફેકશિયસ ડિસીઝ જર્નલ’માં પ્રસિદ્ધ એક સ્ટડી મુજબ, 2021માં કોવિડ વેક્સિન દેશમાં 42 લાખથી વધુ મોત અટકાવવામાં સફળ રહી છે. આ અભ્યાસ 8 ડિસેમ્બર, 2020થી 8 ડિસેમ્બર, 2021 સુધી દેશમાં અતિશય મૃત્યુદરના અનુમાનો પર આધારિત છે. WHOએ જાન્યુઆરી, 2020થી ડિસેમ્બર 2021ની વચ્ચે દેશમાં 47 લાખ મોતનું અનુમાન કર્યું હતું. જોકે, કોવિડ વેક્સિનને કારણે દુનિયાભરમાં 2 કરોડ કરતાં વધુ લોકોનો જીવ બચ્યો છે.

61.4% દર્દીઓમાં ડિસલિપિડેમિયા મોટું કારણ હતું. આ કારણે કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લેસિરાઈડનું સ્તર વધી જાય છે. કોલેસ્ટ્રોલ વધુ હોવાથી લોહી જાડું થઈ જાય છે. લોહીના ક્લોટ બનવાને કારણે મગજ સુધી ઓક્સિજન પહોંચતું નથી અને સ્ટ્રોક આવે છે.

અન્ય સમાચારો પણ છે...