તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેનેજમેન્ટની abcd:સ્પેશિયલાઈઝેશનનો અતિરેક

બી.એન. દસ્તૂર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્પેશિયલિસ્ટોની ક્રિએટિવિટી મોનિટર કરતા રહો

મેનેજમેન્ટના સાચા નિષ્ણાતોનો માનીતો શબ્દ છે- ‘એન્વાયર્નમેન્ટ વાતાવરણ.’ દુનિયાના સૌપ્રથમ મેનેજમેન્ટ ગુરુ શ્રી કે. વી. યાદવે (જેમને શ્રીકૃષ્ણ કહેવાનો શિરસ્તો છે) પણ સફળતાની એમની અદ્્ભુત ફોર્મ્યુલા (ગીતા 18/14)માં વાતાવરણ (અધિષ્ઠાન)ને પ્રથમ સ્થાન આપ્યું છે. એવું એન્વાયર્નમેન્ટ તૈયાર કરો જ્યાં દરેક વ્યક્તિને એની પ્રતિભા, જ્ઞાન, અનુભવનો ઉપયોગ કરવાની તક મળે, પણ આજના માહોલમાં આવું વાતાવરણ બનાવવું આસાન નથી. દરેક કર્મચારીની પ્રાયોરિટીમાં સંસ્થા આજે ત્રીજા નંબરે હોય છે. પહેલો નંબર છે કુટુંબનો, બીજો કારકિર્દીનો. દરેક સંસ્થામાં પ્રિન્સિપલની બોલબાલા હોય છે. વીસ ટકા નોલેજ વર્કરો કંપનીની તરક્કીમાં એંસી ટકાનું યોગદાન આપે છે. આ વીસ ટકાને શોધવા, ખેંચી લાવવા અને નિભાવવા આસાન નથી. સંસ્થાઓમાં સ્પેશિયલાઈઝેશનનો અતિરેક હોય છે. દરેક સ્પેશિયલાઈઝેશનનું પર્સેપ્શન અલગ હોય છે. દેશની એક આગેવાન મસાલા બનાવતી કંપનીમાં હું કન્સલ્ટન્ટ બન્યો ત્યારે શરૂઆતના દિવસોમાં શું કરવું, શું ન કરવું એનો તાગ મેળવતા મને ધોળે દિવસે તારા દેખાયા હતા. કંપનીની તાકાતો અને નબળાઈઓ જાણવા માટે મારે ચંદ સવાલોના જવાબો મેળવવાના હતા. ⬛ કંપનીની સાચી તાકાત, નબળાઈ કઈ? ⬛ ગ્રાહકોનાં પર્સેપ્શનમાં કંપનીની નબળાઈઓ અને તાકાતો કેટલી? ⬛ મેનેજમેન્ટના પર્સેપ્શનમાં કર્મચારીઓની તાકાતો કઈ, નબળાઈઓ કઈ? ⬛ કર્મચારીઓના પર્સેપ્શનમાં મેનેજમેન્ટની તાકાતો કઈ, નબળાઈઓ કઈ? ⬛ મુખ્ય પ્રતિસ્પર્ધીઓની સાચી તાકાતો કઈ? નબળાઈઓ કઈ? આવા સીધા-સાદા સવાલોના જવાબોના જંગલમાંથી સાચા જવાબો શોધવા કઈ રીતે? અને વગર અપવાદે જવાબ આપનાર જણાવતા રહે કે શું કરવું, શું ન કરવું. ⬛ પ્રોફેશન મેનેજરને જોઈએ અલ્ટ્રામોડર્ન મશીનરી. સર્વોત્તમ રો મટિરિયલ. ⬛ પરચેઝ મેનેજર શોધે સસ્તું, સારું, નમતું અને ઉધાર. ⬛ ફાઈનાન્સના એક્સપર્ટો સમજાવે ‘ઈકોનોમી ઓફ સ્કેલ’ અને કરકસર કરવાના રસ્તા. ⬛ સેલ્સ મેનેજર માગે મોંઘી ઈન્સેન્ટિવ સ્કીમ, બહેતર સેલ્સ પ્રમોશન, એડવર્ટાઈઝિંગ. ⬛ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ માગે સેલ્સ ફોર્સની પ્રોડક્ટિવિટી વધારવાની તાલીમ. દરેક સંસ્થામાં આવું બનતું રહે છે. દરેક એક્સપર્ટ એની ફ્રેમ ઓફ રેફરન્સ મુજબ સંસ્થાને પર્સિવ કરે, એનો કક્કો ખરો કરવાના પ્રયત્ન કરે. દરેક ડિવિઝન માટે અલગ સ્ટ્રેટેજી બનાવો. જરૂરી રિસોર્સ આપો. જે રિસોર્સ છે તેનો મહત્તમ ઉપયોગ કરવાની ફરજ પાડો. જૂના અને નવા રિસોર્સને વાપરવા માટેની પ્રોસેસ શીખવો, શીખવતા રહો. કેટલા સમયમાં, ક્યાં, કઈ હાલતમાં પહોંચવાનું છે તે નક્કી કરો અને તમારા આ સ્પેશિયલિસ્ટોને છૂટા મૂકી દો. એમની ક્રિએટિવિટી મોનિટર કરતા રહો, ફીડબેક આપતાં રહો. દિવસમાં ત્રણ વાર ગીતાનો 2/47 શ્લોક બોલતા રહો. થોરામાં ઘનુ કહેવામાં કે.વી. યાદવનો જવાબ નથી.⬛ baheramgor@yahoo.com

અન્ય સમાચારો પણ છે...