પ્રતિમાઓ:આખરે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેઉ જ્યારે ઘર તરફ ચાલ્યા ત્યારે ચારસો આંખોનાં નેણમાંથી એ જોડલી ઉપર કટાક્ષોની ઝડી વરસી

[1] મોટા શહેરની આ એક આલેશાન ઓફિસ હતી. સો-બસો મહેતાઓની કલમો ચીંચીકાર કરતી કાગળો પર આંકડા-અક્ષરો પાડતી હતી. ટાઈપરાઈટરો પર ચાલીસ-પચાસ પંજા પછડાતા હતા. ટેલિફોનની ઘંટડીઓને જંપ નહોતો. બસો મનુષ્યનું બાઘામંડળ કોઈક યંત્રમાળના સંચાઓ જેવું નિ:શબ્દ કામગરી ખેંચી રહ્યું હતું. તે વખતે સંધ્યાના તેજમાંથી ઘડેલી પ્રતિમા જેવી એક જોબનવંતી સ્ત્રી ત્યાં દાખલ થઈ. વચલા રસ્તા પર ચાલતી, બન્ને બાજુએ હારબંધ ગોઠવાયેલા ચહેરાઓને તપાસતી તપાસતી પોતાના રૂપને દોરે આ બસો જણાઓની આંખોને પરોવતી પરોવતી, તાલબદ્ધ પગલે લાદીના પથ્થરોમાં પ્રાણ જગાડતી એ સ્ત્રી આગળ આગળ વધતી ગઈ. આખરે એને જ્યારે ભોમિયાએ એ વિશાળ ખંડને છેક બીજે છેડે એક ખૂણામાં લઈ જઈ ઊભી રાખી, ત્યારે એની છાયાએ એ છેલ્લા ટેબલ પર ઝૂકેલી એક ગરદનને ચમકાવી ઊંચી કરી. થાકેલી એ ગરદન નીચેથી એક નમણો ને સારી પેઠે સુકાયેલો ચહેરો ઊંચો થયો. એ બે તેજહારેલી આંખોએ આ મૂંગી ઊભેલ સ્ત્રી-મહેમાનનું મોં થોડી ક્ષણો તાકી રહ્યા પછી જ ઓળખ્યું. સુખદ, છતાં સજળ, કરુણ અને કંઈક ખસિયાણો પડી ગયેલો એ ચહેરો માંડ માંડ પૂછી શક્યો: ‘તમે અહીં ક્યાંથી?’ ‘ઓળખતાં કંઈ આટલી બધી વાર?’ મહેમાને મીઠાશથી સામે પૂછ્યું. ‘ઘણાં વર્ષો થઈ ગયાં એટલે હું ખ્યાલ ચૂકી ગયો ખરો. પણ કહો, તમે અહીં ક્યાંથી?’ ‘પછી કહું. પહેલાં તમે જ કહો, તમે અહીં ક્યાંથી?- આ કારકુનીમાં?’ ‘કેમ?’ પોતાની કંગાલિયતનો ખરો આઘાત પુરુષને અત્યારે લાગ્યો. ‘કવિતા અને સાહિત્ય તમારાં ક્યાં ગયાં? એ ક્ષેત્ર છોડીને અહીં?’ સ્ત્રીએ જૂની યાદ જાગ્રત કરી. ઉત્તરમાં યુવાન જરા નીચું, વીલું મોં રાખીને ઊભો રહ્યો. પણ મહેમાનની આંખો હજુ ઉત્તર માગતી ચોંટી હતી. કારકુન જુવાનનો હાથ ધીરે ધીરે પોતાના ગજવા તરફ ગયો. અંદરથી નાની એક નોંધપોથી ખેંચીને એમાંથી એણે એક પતાકડું ઉપાડ્યું. મહેમાન તરફ લંબાવી કહ્યું: ‘જોઈ લ્યો. કારકુની કરું છું શા માટે, તેનો જવાબ એ છબી આપશે.’ સ્ત્રી જેમ જેમ છબી નીરખતી ગઈ તેમ તેમ એના મોં પર દીપ્તિ ને હોઠ પર સ્મિત ફૂટ્યાં. ‘આ બધાં કોણ? એક, બે, ત્રણ, ચાર, પાંચ: આ પાંચેય શું તમારાં…’ ‘મારાં છોકરાં.’ કારકુનને ભોંઠામણ આવતું હતું. ‘વાહ રે!’ છબી નિહાળતી સ્ત્રી હર્ષ પામી રહી: ‘કેવાં સુંદર છે પાંચેય જણાં: આ વચેટ બેઉ જોડકાં લાગે છે, નહીં?’ પુરુષે એ પ્રશ્નમાં હાંસીના સૂર સમજી ફક્ત માથું જ ધુણાવ્યું. ‘તમારે ઘેર હું આવું? તમારાં વહુને અને આ છોકરાંને મળવાનું મને મન થાય છે.’ ‘ચાલો. પણ તમને ગમશે?’ ‘શા માટે નહીં ગમે?’ (ક્રમશ:) (‘પ્રતિમાઓ’ પુસ્તકમાંથી સાભાર)

[7] શી કશું નથી બોલતી. દાક્તર એની છાતી પરથી માથું ઉઠાવી લઈને પાછા ટટ્ટાર બન્યા. પૂછ્યું : ‘તમારે કેટલાં છોકરાં છે, ડોશીમા?’ ‘એક.’ જરા મોડો જવાબ આવ્યો. ‘દીકરો કે?’ ડોશીએ માથું હલાવ્યું. ‘શું કરે છે?’ ‘મહાપુરુષ છે.’ ‘હં-હં! બધી જ માતાઓ પોતાના પુત્રો વિશે એમ માને છે. કઈ જાતનો મહાપુરુષ છે તમારો દીકરો?’ ‘ખબર નથી.’ ‘હં… ડોશીમા! એ ખબર નથી કે? ઠીક લ્યો, હવે તમે અહીં બેસો, નિરાંતે બેસજો, હાં કે? જુઓ, તમારો રોગ મેં પારખ્યો છે ને હવે હું તમારા સારુ દવા બનાવું છું. સરસ દવા. એક વાર પીશો ને, એટલે તમને તરત જ આરામ આવી જશે. બેસો અહીં.’ ડોશીના દુર્બલ શરીરને ઝાલીને દાક્તરે એક સુંદર ખુરસી ઉપર બેસાડ્યું: ને પછી એણે દવાના કબાટો પાસે જઈ, આજ સુધી કોઈ દર્દીને માટે પોતે નહીં કરી આપ્યું હોય તેવું ઔષધ બનાવવા માંડ્યું. જાતજાતની માત્રાઓ રેડતો રેડતો એ આ બુઢ્ઢીને ‘સમજ્યાં ને, માડી?’ ‘સમજ્યાં ને, માડી?’ એવા મધુર ટૌકારથી કશી જ ચિંતા ન કરવાનું કહેતો જાય છે, ને કબાટમાંથી ઊપડતી શીશીઓ એક પછી એક રણકાર પૂરતી જાય છે, પ્યાલીમાં ટપકતાં ઔષધિઓનાં ટીપાં પણ કોઈ અતીત સંગીતના સૂરો કાઢે છે. એક-બે વાર વાતો કરતાં કરતાં દાક્તરે ડોશીની સામે જોયું, પણ પછી તો ‘મિક્સ્ચર’ બનાવવામાં પોતે એટલો મશગૂલ બન્યો, નવી નવી એટલી માત્રાઓ એને સૂઝવા લાગી, અને ગુમ થયું માનેલું કશુંક જીવન સર્વસ્વ આ બુઢ્ઢીને રૂપે એને પોતાના ઓરડામાં એટલું તો સલામત જણાયું, કે બુઢ્ઢી તરફ નિહાળવું એ ચૂકી ગયા. ફક્ત એ કશીક અસંબદ્ધ વાતો બબડતો જતો હતો: ‘સમજ્યાં ને માડી?’ ‘તમે માડી, સમજ્યાં ને?’ એ એક જ વાક્ય એના બબડાટમાં વિરામચિહ્ન જેવું બની ગયું અને પછી ‘સમજ્યાં ને, માડી!’નો છેલ્લો ટૌકો કરી, ‘મિક્સ્ચર’ બની ગયે, એણે જ્યારે ડોશીની ખુરસી તરફ નજર કરી, ત્યારે ખુરસી પર કોઈ નહોતું બેઠું. ‘માડી’ ચાલી ગઈ હતી. ક્યાં ચાલી ગઈ, એ પત્તો કોઈને ન મળ્યો. દાક્તરના જીવનમાં ‘માડી’ શબ્દ ભણકારરૂપે રહી ગયો. - સમાપ્ત

અન્ય સમાચારો પણ છે...