તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ક મરના દુખાવામાં દવા લીધા પછી પણ આરામ ન મળી રહ્યો હોય. પગમાં ઠંડક કે ગરમી અનુભવાઈ રહી હોય. સાથે જ ઝણઝણાટ થતી હોય તો તેને અવોઈડ ન કરશો. આવું કરોડરજ્જુમાં ટ્યૂમર થવાને કારણે પણ થઈ શકે છે. કેટલાક લોકોમાં ટ્યૂમર સ્પાઈનની અંદર અને કેટલાકમાં બહાર હોય છે. ટ્યૂમર થવાથી વ્યક્તિનું યુરિન પર નિયંત્રણ રહેતું નથી. તેને ચાલવા-ફરવામાં પણ મુશ્કેલી થાય છે. જો સમયસર આ મુશ્કેલીની સારવાર ન કરવામાં આવે તો બંને પગમાં લકવો થઈ શકે છે. લકવો થવા પર વ્યક્તિ આખી જિંદગી માટે અપંગ બની જાય છે. આ બીમારીની શરૂઆત કમરના દુખાવાથી થાય છે. સમયસર ધ્યાન ન આપવાથી ટ્યૂમરની સાઈઝ વધવાથી કરોડરજ્જુને સંપૂર્ણપણે દબાવી શકે છે. આ સિવાય સ્પાઈનની અંદર બનનારા ટ્યૂમરને કારણે દુખાવો રહે છે. તેથી શરૂઆતના સ્ટેજમાં બીમારીને ડાયગ્નોસ કરી લેવામાં આવે તો અપંગ થતા બચી શકાય છે. મોડું કરવાથી સર્જરી મુશ્કેલ થઈ જાય છે. કેટલાંક ટ્યૂમર જન્મજાત હોય છે. સામાન્ય ટ્યૂમર સર્જરી દ્વારા આખું નીકળી જાય છે. કેન્સર ટ્યૂમરને ઠીક કરવા માટે સર્જરી પછી કિમોથેરાપી આપવામાં આવે છે. જેટલો ભાગ ડેમેજ થઈ ગયો હોય તેને અર્લી સ્ટેજ પર ડાયગ્નોસ કરીને આગળ વધવાથી ડેમેજથી બચી શકાય છે. આ ટ્યૂમર કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે. જેનેટિક ટ્યૂમર એકથી બીજી ફેમિલીમાં પણ આવી શકે છે. જલ્દી ડાયગ્નોસ થવાથી પેશન્ટની સંપૂર્ણ રિકવરી થઈ જાય છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.