તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્લેક એન્ડ વ્હાઈટ:સફળતાના ઝળહળાટ વચ્ચે પણ હતાશા મન પર કબજો જમાવી દે ત્યારે...

7 મહિનો પહેલાલેખક: આશુ પટેલની કલમે
  • કૉપી લિંક
  • કોહલીએ તેના ડિપ્રેશનની કબૂલાત કરી છે ત્યારે જાણીએ અન્ય ક્રિકેટર્સ ને સેલિબ્રિટીઝના ડિપ્રેશનની વાતો

વિખ્યાત ક્રિકેટર વિરાટ કોહલીએ થોડા દિવસ અગાઉ કબૂલ્યું કે 2014માં ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી એ મારી કારકિર્દીનો અને જીવનનો સૌથી કઠિનતમ તબક્કો હતો. વિરાટ કોહલીએ પ્રખ્યાત બ્રોડકાસ્ટર માર્ક નિકોલસ સાથે તેના પોડકાસ્ટ ‘નોટ જસ્ટ ક્રિકેટ’ માટે મુલાકાત આપતી વખતે કહ્યું હતું કે ‘એ સિરીઝમાં ઉપરાછાપરી અનેક નિષ્ફળતાઓને કારણે હું ભયંકર માનસિક તણાવ અનુભવતો હતો. હું ડિપ્રેશનમાં સરી પડ્યો હતો અને હું મારા ટીમમેટ્સ સાથે હોવા છતાં એકલતા અનુભવી રહ્યો હતો. એ સમય દરમિયાન મને સતત હતાશાભર્યા વિચારો આવતા હતા. હું હેલ્પલેસ છું એવી લાગણી અનુભવતો હતો અને મારી જાતને સવાલો કરતો થઈ ગયો હતો. મને સમજાતું જ નહોતું કે એ ફીલિંગ્સમાંથી બહાર આવવા માટે મારે શું કરવું જોઈએ. એ તબક્કે સચિન તેંડુલકરે મને સલાહ આપી હતી કે ‘જ્યારે તમે સ્ટ્રોંગ નેગેટિવ ફીલિંગ અનુભવી રહ્યા હો, તણાવભર્યા, હતાશાભર્યા તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોય ત્યારે શ્રેષ્ઠ રસ્તો એ સમયને પસાર થવા દેવાનો છે. તમે એ ફીલિંગ સાથે લડવાની કોશિશ કરો તો એ ફીલિંગ વધુ દૃઢ બનતી જાય, આકરી બનતી જાય.’ મેં તેંડુલકરની એ સલાહ માની હતી અને એ સલાહને કારણે એ તબક્કામાંથી બહાર આવવાનું મારા માટે મદદરૂપ બન્યું હતું. વિરાટ કોહલીની જેમ અન્ય અનેક ક્રિકેટર્સ પણ ડિપ્રેશનનો સામનો કરી ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ, નિક પુકોવ્સ્કી અને નિક મેડિન્સને ડિપ્રેશનને કારણે ક્રિકેટમાંથી બ્રેક લેવો પડ્યો હતો. જોકે, ડિપ્રેશનને કારણે કેટલાક ક્રિકેટર્સની તો કારકિર્દી જ ખતમ થઈ ગઈ હોય એવા કિસ્સાઓ પણ બન્યા છે. 2006થી 2011 દરમિયાન ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમના સભ્ય રહેલા માઈકલ યાર્ડીએ ડિપ્રેશનને કારણે આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ-2011 દરમિયાન ઇંગ્લેન્ડની શ્રીલંકા ટીમ સામેની કવાર્ટર ફાઇનલ મેચ અગાઉ જ રાજીનામું આપી દીધું હતું. વર્લ્ડકપ ચાલી રહ્યો હોય ત્યારે જ અધવચ્ચે ટીમમાંથી નીકળી જવું કેટલું મુશ્કેલ હોય એ સમજી શકાય છે, પરંતુ યાર્ડીએ મીડિયાને કહ્યું હતું કે ‘એ સમયમાં મારા માટે એ શ્રેષ્ઠ નિર્ણય હતો.’ ઇંગ્લેન્ડના વિકેટકીપર ટીમ એમ્બ્રોસે તો ડિપ્રેશનને કારણે ઇંગ્લેન્ડની ટીમમાંથી ફેંકાઈ જવું પડ્યું હતું. તે અગિયાર ટેસ્ટમેચ, પાંચ વન-ડે ઇન્ટરનેશનલ અને એક ટી-ટ્વેન્ટિ મેચમાં રમ્યો હતો. તેને માઈકલ યાર્ડી જેવી સ્વૈચ્છિક વિદાયની તક મળી નહોતી. એમ્બ્રોસની ઇંગ્લેન્ડની ટીમમાંથી 2009માં હકાલપટ્ટી કરાઈ હતી. જગવિખ્યાત ક્રિકેટર જોનાથન ટ્રોટે પણ મનોરોગની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને તેણે પણ માઈકલ યાર્ડીની જેમ 2013માં અચાનક જ ઇન્ટરનેશનલ ક્રિકેટક્ષેત્રેથી વિદાય લઈ લીધી હતી. એ વખતે તેણે કહ્યું હતું કે લાંબા સમય સુધી ચાલેલી તણાવ સંબંધિત સ્થિતિને કારણે મારે એ નિર્ણય લેવો પડ્યો હતો. તેને એક પત્રકારે સવાલ પૂછ્યો હતો કે ‘તમે ડિપ્રેશનથી પીડાઈ રહ્યા છો?’ ત્યારે તેણે અકળાઈને કહ્યું હતું કે ‘હું પાગલ નથી!’ તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી વિદાય લીધા પછી વોરવિકશાયર કાઉન્ટીમાં ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હતું. એમાંથી પણ પછી તેણે એંગ્ઝાયટિ ડિસઓર્ડરને કારણે વિદાય લઈ લીધી હતી. ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટર સારાહ ટેલરે પણ ડિપ્રેશનને કારણે કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દેવું પડ્યું હતું. 2006માં ક્રિકેટક્ષેત્રે પ્રવેશ્યા પછી ઇન્ટરનેશનલ મેચીસમાં 6553 રન કરવાનો અને ઇંગ્લેન્ડની સૌથી વધુ રન કરનારી મહિલા ક્રિકેટ તરીકેનો રેકોર્ડ હોવા છતાં તેણે ડિપ્રેશનને કારણે કારકિર્દી છોડી દેવી પડી હતી. વિરાટ કોહલીએ સ્વીકાર્યું કે તેણે ડિપ્રેશનની યાતના ભોગવી હતી એ અગાઉ તેની પત્ની અને વિખ્યાત અભિનેત્રી અનુષ્કા શર્મા જાહેરમાં ડિપ્રેશન વિશે વાત વાત કરી ચૂકી છે. તેણે સોશિયલ મીડિયા પર મેન્ટલ હેલ્થ કન્ડિશન્સ અને એંગ્ઝાયટિ વિશે વાત કરી હતી. તેણે ડિપ્રેશન વિશે પોસ્ટ મૂકી હતી કે ‘ડિપ્રેશન એ એક એવી જેલ સમું છે જેમાં તમે યાતના ભોગવતા કેદીની અને ક્રૂર જેલરની એમ બંને ભૂમિકા નિભાવી રહ્યા હો છો!’ તેણે એવું પણ લખ્યું હતું કે ‘જે ડિપ્રેશન અને એંગ્ઝાઇટિને શરમજનક બાબત ગણવામાં આવે છે એ સ્થિતિને હું સંપૂર્ણપણે દૂર કરવા ઈચ્છું છું.’ અનુષ્કાની જેમ બોલિવૂડમાં અનેક સેલિબ્રિટીઝ પણ ડિપ્રેશનની પીડા ભોગવી ચૂકી છે. જોકે, બધા લોકો એ

અન્ય સમાચારો પણ છે...