તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાઈટ હાઉસ:રોજગારક્ષમતા : આગોતરી તૈયારીથી ભવિષ્યના મીઠાં ફળ

3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જોબ માર્કેટમાં રોજગારક્ષમતા એટલે ન ફક્ત જે-તે ક્ષેત્રનું ટેક્નિકલ જ્ઞાન, સાથે જોઈએ કૌશલ્ય પણ

- રાજુ અંધારિયા

શિયાળે જોયું કે એક જંગલી ડુક્કર પોતાના દંતશૂળને ઝાડના થડ સાથે ઘસી રહ્યું હતું. શિયાળે આસપાસ જોયું તો ડુક્કર માટે કોઈ ખતરો નહોતો. કારણ પૂછતાં ડુક્કર જવાબ આપે છે : ‘દોસ્ત, આપણે જંગલમાં રહીએ છીએ. કોઇ પણ ક્ષણે દુશ્મન આપણા ઉપર ત્રાટકી શકે છે. ક્યારે એનો સામનો થશે ને ક્યારે મારે સ્વબચાવ માટે દંતશૂળનો ઉપયોગ કરવો પડશે એ ભલે નિશ્ચિત નથી, પણ હું અત્યારે મારા દંતશૂળને ઘસીને ધારદાર ન બનવું તો અણીના સમયે એ બરાબર કામ જ ન કરે ને!’

દરેક ક્ષેત્રમાં હંમેશના માટે સ્પર્ધા રહી છે ને રહેવાની જ છે ત્યારે એને પહોંચી વળવાનો શ્રેષ્ઠ માર્ગ છે પૂર્વતૈયારી કરવાનો, આ દૃષ્ટાંતમાં ડુક્કરે કરી એ મુજબ. આયોજન આપણામાં સભાનતા લાવે છે, જ્યારે પૂર્વતૈયારી આપણને એ આયોજનના અમલીકરણમાં આવતા અવરોધ અને યોગ્ય દિશામાં આગળ વધવા માટે તૈયાર રાખે છે. જોબ માર્કેટમાં રોજગારક્ષમતા એટલે ન ફક્ત જે-તે ક્ષેત્રનું ટેક્નિકલ જ્ઞાન, સાથે હોવું જોઈએ કૌશલ્ય પણ. ભવિષ્યની કરિયર બનાવવા હાર્ડ સ્કિલ્સ ઉપરાંત ઘણીબધી સોફ્ટ સ્કિલ્સમાંથી એક મહત્ત્વની તૈયારી એટલે ગ્રાઉન્ડવર્ક ક્યું છે?

વેલ, સૌપ્રથમ તો જાણી લો કે તમારો CV (curriculum vitae) એ તમારી ખુદની જાહેરાત છે. આથી એ સારી રીતે લખાય એ જરૂરી છે. તમારું નામ, કોન્ટેક્ટ નંબર, ઇ-મેઇલ વગેરે પર્સનલ ઇન્ફર્મેશન એકદમ સ્પષ્ટ અને પાનાંની સૌથી ઉપરની તરફ હોય એ ઇચ્છનીય છે. એકાદ-બે વર્ષનો વર્ક એક્સપિરીયન્સ હોય, તો એને શરૂઆતમાં હાઇલાઇટ કરો. ભણવાનું ચાલુ હોય અથવા તાજેતરમાં પૂર્ણ કર્યું હોય તો એની બધી વિગતો પ્રારંભમાં આવી જોઈએ. એ પછી આવે સ્કિલ્સ, રસના વિષયો, પારિતોષિકો, સિદ્ધિઓ અને રેફરન્સ. યાદ રાખો કે CV નોકરી આપનારને તમારા વિશે વધુ માહિતી જાણવાની તાલાવેલી જાગે એવી હોવી જોઈએ. તમારી ક્ષમતાની હાઇલાઇટ આપો ને પછી એની વિગતવાર તૈયારી કરી ઇન્ટરવ્યૂમાં એ રજૂ કરો. એ સાથે કવર લેટરમાં જેને સંબોધન કરવાનું હોય એને જ કરો. એ ન જાણતાં હો તો એ માટે કંપનીની વેબસાઈટ પર રિસર્ચ કરીને કે કોલ કરીને જાણી લો. આજકાલ ઇન્ટરનેટ પર કવરલેટરના રેડીમેડ ટેમ્પ્લેટ ઉપલબ્ધ હોય છે, એને કોપી-પેસ્ટ નહીં કરો અથવા એને જેનરિક પણ ન બનાવો. તમે એ કંપની માટે શા માટે યોગ્ય વ્યક્તિ છો, કંપનીને તમારામાં શા માટે રસ જાગે એ પ્રકારે કવરલેટર તૈયાર કરો. તમારું આવું લખાણ વિશ્વાસથી ભરપૂર હોવું જોઈએ.

કરિયર ઘડતરમાં પ્રેક્ટિસ તમને પરફેક્ટ બનાવશે એટલે શક્ય હોય એટલા જોબ ઇન્ટરવ્યૂ ગંભીરપણે આપો, ઈન્ટરનેટ પર ઉપલબ્ધ સ્ટાન્ડર્ડ ન્યુમેરિકલ રીઝનિંગની પ્રેક્ટિસ કરો, નિષ્ફળતામાંથી શીખો. ફીડબેક લેતાં રહો જેથી ભૂલોમાંથી શીખી શકાય. છતાં તમે અટકી ગયાં હો, ધારી સફળતા મળતી ન હોય કે ખાસ ભૂમિકા માટે વધારાની સ્કિલ્સ શીખવા માગતાં હો કે પ્રોત્સાહન મેળવવા ઈચ્છતાં હો તો કોઈ સારા મેન્ટોર એટલે કે માર્ગદર્શકને શોધી કાઢો. છેલ્લી મિનિટે દોડાદોડી કરવાને બદલે આગોતરી તૈયારી કેટલી જરૂરી છે એ જાણો અમેરિકન પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડીના આ શબ્દોથી : ‘છતને રિપેર કરવાનો અંતિમ ખરો સમય હોય તો એ છે જ્યારે સૂરજ ઝળહળતો હોય.’ rajooandharia@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો