તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- ડૉ. પારસ શાહ
સમસ્યા: હું 33 વર્ષનો છું. મારા લગ્ન એક વર્ષ પૂર્વે થયા છે. મારી પત્નીથી મને સંતોષ મળતો નથી. મારી પત્ની સાથે સમાગમ પૂર્વે જ યોનિમાંથી ચીકણો પદાર્થ નીકળે છે. અને તેમાંથી દુર્ગંધ પણ મારે છે. સમાગમ વખતે મારુ લિંગ અને આજુબાજુનો ભાગ પણ બગડે છે. તેથી મને સંતોષ મળતો નથી. બીજી સ્ત્રી સાથે પૂરતો સંતોષ મળે છે. આને લીધે મારા દાંપત્યજીવનમાં તિરાડ પડી છે. હવે છૂટાછેડા સુધી વાત આવી ગઈ છે. કોઈ ઉકેલ હોય તો જણાવશો. ઉકેલ: શારીરિક રીતે જાતીય ઉત્તેજના દરમ્યાન યોનિની દીવાલો ઉપર ભીનાશ સર્જાય છે. જે એકદમ સામાન્ય છે. જુદી-જુદા સ્ત્રીઓમાં યોનિની ચીકાશનું પ્રમાણ અલગ-અલગ હોઇ શકે છે. એક જ સ્ત્રીમાં અલગ અલગ સમયે ચીકાણા સ્ત્રાવનું પ્રમાણ અલગ હોઈ શકે છે અને આ તે સમયના જાતીય આવેગની તીવ્રતા ઉપર નિર્ભર હોય છે. પીડારહિત સમાગમ માટે પર્યાપ્ત યોનિ ચીકાશ જરૂરી છે, પણ આ ચીકાશ યોનિમાર્ગના ચેપ અથવા એલર્જી દરમ્યાન વધી શકે છે. તેનું કારણ શોધી ઉપાય કરવો એ જ ઉત્તમ માર્ગ છે. સમાન્ય ઘરગથ્થુ ઉપાયમાં આ ભીનાશ રૂમાલથી સાફ કરી ફરીથી સમાગમરત થઈ શકાય છે. બાકી આના માટે છૂટાછેડા લેવા યોગ્ય માર્ગ નથી.
સમસ્યા: મારી ઉંમર 41 વર્ષની છે. થોડા સમય પહેલાં લોહીની આકસ્મિક તપાસ દરમિયાન મને ડાયાબિટીસ હોવાનું નિદાન થયું છે. ગોળીઓથી ડાયાબિટીસ કાબૂમાં આવી ગયો છે. મેં સાંભળ્યું છે કે ડાયાબિટીસના દર્દીઓ નપુંસક થઈ જાય છે. જોકે, હાલમાં મને એવી કોઇ જ તકલીફ નથી, પરંતુ મને સતત આની ચિંતા રહે છે. શું ડાયાબિટીસના દર્દીઓની ઉંમરને અને નપુંસકતાને કોઇ સંબંધ છે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. ઉકેલ: આપની ચિંતા અસ્થાને નથી, કારણ કે દર બીજા ડાયાબિટીક દર્દીને જાતીય તકલીફ અનુભવાતી હોય છે. તે પછી નપુંસકતા હોય કે શીઘ્રસ્ખલન. ડાયાબિટીસ એકવાર તમારા શરીરમાં આવે એટલે મિત્રની જેમ રહેતો હોય છે. હવે નક્કી તમારે કરવાનું છે કે તેને સારો મિત્ર બનાવો કે દુશ્મન. સારો મિત્ર બનાવવા કંઈ ખાસ વધારે મહેનત કરવાની નથી. બસ ટાઇમસર દવા લેવાની, કસરત કરવાની અને ખાવાની પરેજી પાળવાની. જો આમ નહીં કરો તો તે તમારા શરીરનો દુશ્મન થશે અને આખા શરીર પર આડઅસર પણ કરશે. જો ડાયાબિટીસને કાબૂમાં રાખવામાં આવે તો નપુંસકતા આવવાની શક્યતાઓ ખૂબ જ ઘટી જાય છે. ડાયાબિટીસના દર્દીની ઉંમરને અને નપુંસકતાને કોઈ જ સંબંધ નથી. ડાયાબિટીસના દર્દીની ઉંમર ભલે ઓછી હોય, પણ શુગરનું પ્રમાણ વધારે રહે તો નપુંસકતા આવી શકે છે, પરંતુ અહીં એક વાત જરૂર યાદ રાખજો. ડાયાબિટીસના દરેક દર્દી નપુંસક થઇ જતા નથી, એટલે આપે વધારે પડતી ચિંતા કરવા જેવી નથી. ચિંતા કરવાથી પણ માનસિક નપુંસકતા આવી શકે છે. જો કોઇ પુરુષને આજે, કાલે કે છેલ્લા ત્રણ મહિનામાં જાગતા, સૂતા કે કોઇ પણ અવસ્થામાં જો એકવાર પણ પૂરતી ઉત્તેજના આવે તો બિલકુલ ચિંતા કરવી ના જોઇએ.
સમસ્યા: ડોક્ટર સાહેબ, હું અને મારી પત્ની સમાગમ દરમ્યાન મુખમૈથુન કરવા માટેની તીવ્ર ઇચ્છાઓ દાખવીએ છીએ, પરંતુ ‘એચ. આઇ. વી.’ (એઇડ્સ) થવાના ડરથી અમે તે ક્રિયાથી દૂર રહીએ છીએ. આપને વિનંતી કરીએ છીએ કે મુખમૈથુન વિશે વિસ્તૃત જાણકારી આપીને તેનાથી એઇડ્સ થાય કે નહીં તે જણાવશો. ઉકેલ: સૌ પ્રથમ તો આપને જણાવી દઉં કે મુખમૈથુન એ એકવીસમી સદીની દેણ નથી. હજારો વર્ષોથી પ્રચલિત જાતીય જીવનનો ભાગ છે. લગભગ ઈસવીસનની શરૂઆતથી આ પદ્ધતિ પ્રચલિત હોવાનું મનાય છે. લગભગ બે હજાર વર્ષ પૂર્વે વૈદિક સર્જન સુશ્રુતે પણ દંતક્ષતથી ધવાયેલ ઇન્દ્રિયની સારવાર વિષે નિરૂપણ કર્યું છે. લોકોની જાતીય જિંદગી વિવિધ ટેવોથી ભરેલી હોય છે એમાંથી મોટાભાગની ટેવો આનંદપ્રદ અને બિનહાનિકારક હોય છે. ઓરલ સેકસ અર્થાત્ મુખમૈથુન પણ આવી જ એક ટેવ છે, પરંતુ તેની એક શરત છે. પતિ-પત્ની લગ્નતેર સંબંધથી દૂર રહેવું જોઇએ. જેથી તેઓને એચ.આઇ.વી./એઇડ્સ ન થાય. ટૂંકમાં જો બન્નેમાંથી એક પણ જણાને એચ.આઇ.વી. ના હોય તો મુખમૈથુન સુરક્ષિત છે. એઇડ્સ થવાની શક્યતા પણ નહીં રહે. મુખમૈથુન વખતે બન્ને વ્યક્તિના પ્રાઇવેટ ભાગની સફાઇ અને ચોખ્ખાઇ હોવી જરૂરી છે. વીર્ય મોંમાં જવાથી ગર્ભાવસ્થા રહેતી નથી તેમ જ અન્ય કોઇ નુકસાન થતું નથી. તમે વીર્યને બહાર થૂંકી કાઢી શકો અથવા ગળી પણ જઇ શકો, શારીરિક રીતે આ બન્નેમાં કશું ખોટું નથી, પરંતુ વીર્ય મોઢામાં જવાથી અણગમો કે ઉબકો આવે તો એવું ન થવા દેવું જોઇએ. સૌથી મહત્વનું એ છે કે, આ પ્રકિયા પતિ-પત્ની બન્નેની ઇચ્છા હોય તો જ કરવી. મિત્રો, મુખમૈખુન આપણા દેશમાં કાયદાની નજરે ગુનાપાત્ર ક્રિયા છે એ યાદ રાખશો. dr9157504000@shospital.org
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.