તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટ્રેટેજી & સક્સેસ:ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ : બેલ્લમ વિજયકુમાર રેડ્ડી

પ્રકાશ િબયાણીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ક્રૂડ ઓઇલને 400 ડિગ્રી સે. પર ગરમ કરીએ તો જ્વલનશીલ દ્રવ્ય હાઇડ્રોકાર્બને મિશ્રણ નેપ્થા બને છે. તે પછી નેપ્થાને 800 ડિગ્રી સે. પર ગરમ કરવામાં આવે છે અને 200 ડિગ્રી સે. સુધી ઠંડું કરવાથી મોલિક્યુલ મોનોમેરસ મળે છે. આને વિભાજિત કરવાથી મજબૂત એટમ પોલીમર્સ બને છે. પોલીમર્સમાં એડિટિવ્સ ભેળવીને પ્લાસ્ટિક બનાવાય છે. આટલું ગરમ થવાથી પ્લાસ્ટિક 500થી 1000 વર્ષ સુધી અમર થઇ જાય છે, પણ તેનાથી પર્યાવરણને અપાર નુકસાન થાય છે. કેન્સર, અસ્થમા જેવા જીવલેણ અને કાયમી રોગનું કારણ છે. પ્લાસ્ટિકથી ફેલાતા પ્રદૂષણથી 10 લાખ પક્ષીઓ રોજ મૃત્યુ પામે છે. આપણા દેશની નદીઓમાંથી દરિયામાં જે 60 ટકા પ્લાસ્ટિક પહોંચે છે, તેનાથી રોજિંદા એક લાખ દરિયાઇ જીવો નાશ પામે છે. હૈદરાબાદના ખેડૂત પરિવારમાં જન્મેલા બેલ્લમ વિજયકુમાર રેડ્ડી પહેલાંથી જ પ્રકૃતિ પ્રેમી છે. પર્યાવરણ પ્રત્યેના પ્રેમને લીધે તેમણે બાયોસાયન્સનો અભ્યાસ કર્યો અને અનેક પ્રસિદ્ધ સંસ્થાઓમાં બાયોલોજી શીખવી અને એક એનજીઓની સ્થાપના કરી – નેચર પ્રોટેક્શન સોશિયલ સર્વિસ. આ એનજીઓનો હેતુ પ્લાસ્ટિકથી પર્યાવરણને થતાં નુકસાનને અટકાવવાનો હતો. આ અભિયાન ચલાવવાની સાથે તેમને એવી ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ વિશે જાણવા મળ્યું જે પ્લાસ્ટિકની પ્રોડક્ટ્સનો વિકલ્પ બની શકે છે. આ બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટ્સનું કોમર્શિયલ રીતે મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગ કરવા માટે પણ વિજયકુમારે અન્ય કંપની સ્થાપી છે – નેચર કેર ઇનોવેટિવ સર્વિસીસ પ્રા. લિ. આ કંપની આજે 150થી પણ વધારે ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ બનાવે છે. જેમાં પેપર પેન્સિલ, બામ્બૂમાંથી બનાવેલા ટૂથબ્રશ, રિસાઇકલ્ડ પેપરની બનાવેલી નોટબુક્સ, પેપર અને કોટન બેગ્સ, સોપારીના પાનમાંથી બનાવેલ ડિસ્પોઝેબલ પાર્ટી પ્લેટ્સ છે. નેચર કેર ઇનોવેટિવ સર્વિસીસની રીરાઇટેબલ નોટબુક્સ પર જેલ અથવા સ્કેચ પેનથી લખી શકાય છે. આ નોટબુકના કાગળ પર લખી ભીના કપડાંથી સાફ કરી શકાય છે. કંપની આને ત્રણ વિવિધ રીતે બનાવે છે – પ્રાઇમરી લેવલ, સ્કૂલ લેવલ અને કોર્પોરેટ નોટબુક્સ. ઇનોવેટિવ સર્વિસીસનાં રિસાઇકલ્ડ પેપર અને વેલેટમાંથી બનેલ નેચર કેર પેન્સિલથી સ્મૂધલી લખી શકાય છે. કંપની બામ્બૂમાંથી બાયોડિગ્રેડેબલ ટૂથબ્રશ પણ બનાવે છે, જે મકાઇ અને ઘઉંના બ્રિસલ્સ એટલે કે વાળને કારણે એન્ટિબેક્ટેરિયલ છે. આ ટૂથબ્રશનું દરેક કોમ્પોનન્ટ્સ – બ્રિસલ્સ, હેન્ડલ, રેપર અને બોક્સ પણ ઓર્ગેનિક છે. કંપનીના બે ડઝન શાક અને ફળના બીજમાંથી બનાવેલ રિસાઇકલ્ડ પેપર અથવા ટેક્સટાઇલ ઉદ્યોગના વેસ્ટમાંથી બનાવેલા કાગળ પણ ઇકો-ફ્રેન્ડલી છે. કંપની બાયોડિગ્રેડેબલ અને ઇકો-ફ્રેન્ડલી બેગ્સ પણ બનાવે છે, જે ફૂડ્સ માટે હાનિકારક નથી. વળી, તેના ઉપયોગ પછી તે પશુઓના ચારા અથવા ખાતર તરીકે પણ ઉપયોગી છે. નેચર કેર ઇનોવેટિવ સર્વિસીસની ફાઇન ક્વોલિટી કાપડની બેગ્સ પર પ્રિન્ટિંગ પણ થઇ શકે છે. કંપની પ્લાસ્ટિકના બેનર્સના ઓપ્શન રૂપે ઇકો-ફ્રેન્ડલી નેચરલ કોટનના ફ્લેક્સિસ બનાવે છે. કોરોનાની મહામારીથી બચવા માટે કંપનીએ કોટન માસ્ક્સ પણ લોન્ચ કર્યાં છે. નેચર કેર ઇનોવેટિવ સર્વિસીસ પોતાના 15 અને 100થી પણ વધારે ફ્રેન્ચાઇઝી આઉટલેટ્સ દ્વારા ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ 15 રાજ્યોમાં પૂરા પાડે છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકથી પર્યાવરણને થતા નુકસાનની સમસ્યાને ઇકો-ફ્રેન્ડલી ઉકેલ આપવા માટે બેલ્લમ વિજયકુમાર રેડ્ડીને જે એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે, તેમાંના કેટલાક છે – ઇન્ડિયન લીડરશિપ સમિટમાં ઇકો-ફ્રેન્ડલી બિઝનેસ લીડર એવોર્ડ. જીએચએમસીના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બેટર ઓલ્ટરનેટિવ પ્રોડક્ટ્સ ફોર પ્લાસ્ટિક એવોર્ડ અને જેડી ફાઉન્ડેશન દ્વારા રિસ્પોન્સિબલ સિટિઝન એવોર્ડ. ⬛ prakashbiyani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો