તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્લેક એન્ડ વ્હાઈટ:ડ્રગ્સ પાટ ઈન, ડ્રિન્ક પાટ આઉટ!

3 મહિનો પહેલાલેખક: આશુ પટેલની કલમે
 • કૉપી લિંક
 • મુંબઈના કેટલાક વિસ્તારોમાં તો ચોકલેટ ખરીદવી હોય એટલી સહેલાઈથી ડ્રગ્સ મેળવી શકાય છે!

ડિ સેમ્બર, 2020ના છેલ્લા સપ્તાહમાં મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અઢી કરોડ રૂપિયાનું કેફી દ્રવ્ય પકડાયું. એ ડ્રગ યુગાન્ડાની એક યુવતી પોતાના સેન્ડલની અંદર છુપાવીને લાવી હતી. તે યુવતી મુંબઈથી દિલ્હી જવા માટે ડોમેસ્ટિક ફ્લાઈટમાં પ્રવાસ કરવા માટે એરપોર્ટ પર આવી હતી ત્યારે તેને કસ્ટમ ડિપાર્ટમેન્ટના ઓફિસર્સે પકડી પાડી હતી. સ્કેનિંગ દરમિયાન તેના સેન્ડલમાં કશોક શંકાસ્પદ પદાર્થ જણાયો હતો એટલે તેના સેન્ડલની હિલ કાઢીને તલાશી લેવાઈ તો એમાંથી પ્લાસ્ટિકના બે પેકેટ્સમાં બે અઢીસો-અઢીસો ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. તે યુવતીએ કબૂલ્યું હતું કે તે અગાઉ પણ તેના સેન્ડલમાં ડ્રગ લાવીને ડિલિવરી કરી ચૂકી છે. મુંબઈમાં ડ્રગ કેરિયર તરીકે કામ કરતી તે યુવતી મુંબઈના વેસ્ટર્ન સબર્બ્સમાં બાંદ્રાથી વિરાર વચ્ચે ડ્રગ્સ સપ્લાય કરતી હતી. કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટે તે યુવતીની ધરપકડ કરી ત્યારે તેણે કહ્યું હતું કે, એ ડ્રગ્સનો ઉપયોગ દિલ્હીમાં 31 ડિસેમ્બરની પાર્ટી માટે થવાનો હતો. મુંબઈના કસ્ટમ ડિપાર્ટમેન્ટના સૂત્રોના કહેવા પ્રમાણે તે 31 વર્ષીય યુવતીનું નામ જેન નલુમાંસી ઊર્ફે મબાબાજુ ઓલિવર જોસલી છે. તેની નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળ ધરપકડ કરાઈ હતી.

મુંબઈમાં 31 ડિસેમ્બર નજીક આવી રહી છે એ અગાઉ છેલ્લા થોડા સમય દરમિયાન અનેક વાર ડ્રગ્સ જપ્ત થયું છે. 29 નવેમ્બર, 2020ના દિવસે જ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા બે કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ત્રણ વ્યક્તિની ધરપકડ કરાઈ હતી. એ વખતે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના મુંબઈ ઝોનના અધિકારીઓએ ચારસો ગ્રામ હેરોઇન જપ્ત કર્યું હતું જે સાઉથ આફ્રિકાથી એક કુરિયર પાર્સલમાં લાવવામાં આવી રહ્યું હતું. એ કેસમાં ડીઆરઆઈએ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. ડીઆરઆઈએ ઓપરેશન ક્રુગર અંતર્ગત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી જેમાં બે નાઈજીરિયન નાગરિકોનો સમાવેશ થતો હતો. ડીઆરઆઈના એક અધિકારીએ કહ્યું હતું કે, અમને એવી ચોક્કસ માહિતી મળી હતી કે મુંબઈસ્થિત એક ઇન્ટરનેશનલ કુરિયર કંપની દ્વારા એક પાર્સલમાં સાઉથ આફ્રિકાથી ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું છે. જોકે, એ પાર્સલ ખોલાયું ત્યારે એમાં ડ્રગ્સ મળ્યું નહોતું. એટલે પહેલા તો ડીઆરઆઈ અધિકારીને લાગ્યું હતું કે કદાચ તેમને ખોટી માહિતી મળી હશે, કારણ કે એ પાર્સલમાં મહિલાઓના ગાઉન્સ હતા, પરંતુ મહિલાઓના એ ગાઉન્સના બટનની સાઈઝ જોઈને ડીઆરઆઈના અધિકારીઓને શંકા ગઈ હતી, કારણ કે તે ગાઉન્સમાં સામાન્ય કરતા ઘણી મોટી સાઈઝના બટન્સ હતાં. તેમણે તે બટન્સની તલાશી લીધી તો જુદાજુદા ગાઉન્સના બટન્સમાંથી 396 ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું!

મુંબઈ કે દિલ્હી જેવા શહેરોમાં ડ્રગ્સ ઘુસાડવા માટે ડ્રગ્સ માફિયા દ્વારા આવા તો અનેક રસ્તાઓ અજમાવાતા હોય છે. ગાઉન્સના બટન્સમાંથી ડ્રગ્સ પકડાયા પછી ડીઆરઆઈના અધિકારીઓ કુરિયર કંપનીના વાહન સાથે ગયા હતા અને તેમણે એ ડ્રગની ડિલિવરી લેવા આવેલા એક ભારતીય નાગરિકની ધરપકડ કરી હતી. તે ભારતીય નાગરિકે કહ્યું હતું કે, બે નાઈજીરિયન નાગરિકો તેની પાસેથી તે ડ્રગની ડિલિવરી લેવા આવવાના હતા. એના આધારે ટ્રેપ ગોઠવીને ડીઆરઆઈના અધિકારીઓએ એક નાઈજીરિયન નાગરિકની ધરપકડ કરી હતી. તેણે બીજા એક નાઈજીરિયન નાગરિકનું નામ આપ્યું. ડીઆરઆઈ અધિકારીઓએ તે બીજા નાઈજીરિયનની મુંબઈ નજીકના તળોજા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. એ અગાઉ ત્રણ વખત ડીઆરઆઈએ મોટા ડ્રગ કન્સાઈમેન્ટ્સ પકડી પાડ્યાં હતાં.

આ અગાઉ મુંબઈ પોલીસે 27 સપ્ટેમ્બર, 2020ના દિવસે એક મોટું ડ્રગ રેકેટ પકડી પાડ્યું હતું. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે બે ડ્રગ પેડલર્સ પાસેથી એ ડ્રગ જપ્ત કર્યું હતું. સુશાંતસિંહ રાજપૂતના શંકાસ્પદ મુત્યુ પછી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા બોલિવૂડની ડ્રગ નેક્સસ પર તવાઈ આવી છે. એ દરમિયાન જ કેટલાય ડ્રગ રેકેટ્સ બહાર આવી રહ્યા છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એ બે ડ્રગ પેડલર્સની ધરપકડ કરી તેમણે કબૂલ્યું હતું કે તેઓ બોલિવૂડના અનેક એક્ટર્સના સંપર્કમાં હતા જેઓ તેમની પાસેથી ડ્રગ ખરીદે છે! એ ડ્રગ પેડલર પૈકી એક ઉસ્માન અનવર અલી શેખ તો એક બહુ જ જાણીતી ફૂડ ડિલિવરી એપ માટે કામ કરતો હતો. ઉસ્માનની 24 તારીખે ધરપકડ થઈ હતી અને તેણે આપેલી માહિતીના આધારે 29 સપ્ટેમ્બરે સમતાનગર પોલીસ દ્વારા બીજા ડ્રગ પેડલરની ધરપકડ કરાઈ હતી. તે બન્ને ડ્રગ પેડલર્સે કબૂલ્યું હતું કે અમે મુંબઈના ઓશિવરા વિસ્તાર અને અન્ય પોશ વિસ્તારોમાં ડ્રગની હોમ ડિલિવરી આપીએ છીએ! તે ડ્રગ પેડલર્સ ફૂડની સાથે બોલિવૂડ ને ટી.વી. એક્ટર્સને ડ્રગ સપ્લાય કરતા હતા! ડ્રગ પેડલર્સ કે ડ્રગ ડિલર્સની ધરપકડ થાય એવા કિસ્સાઓ 31 ડિસેમ્બરની આજુબાજુ વધુ બને છે, કારણ કે 31 ડિસેમ્બરની રાતે મુંબઈમાં મહેફિલો થતી હોય છે. હવે મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં હવે ડ્રિન્ક (શરાબ) પાર્ટી આઉટડેટેડ ગણાય છે અને ડ્રગ પાર્ટી ઈનથિનંગ ગણાય છે. મુંબઈમાં તો 31 ડિસેમ્બરની રાતે સેંકડો જગ્યાઓએ ડ્રગ્સ પાર્ટીઓ થતી હોય છે. એ એક ઓપન સિક્રેટ છે. આ વખતે 31 ડિસેમ્બરે અગિયાર વાગ્યાથી કરફ્યુ હશે, પરંતુ એ અગાઉ ડ્રગ્સના શોખીનો અને વ્યસનીઓ નિશ્ચિત સ્થળોએ ભેગા થઈને આખી રાત પાર્ટીઓ મનાવશે એ નિશ્ચિત છે.

ઓક્ટોબર મહિનામાં પણ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ પાકી માહિતીના આધારે એક કિલો કોકેઇન અને બે કિલો પીસીપી (ફેન્સીકલાઈડીન) મુંબઈ નજીકના વસઈ, પાલઘર અને અન્ય વિસ્તારોમાંથી જપ્ત કર્યું હતું. એ વખતે અહમદ નામના એક યુવાનની ધરપકડ કરાઈ હતી. તેણે પોલીસને કહ્યું હતું કે તેને એક માણસ ડ્રગ પૂરું પાડતો હતો તેના આધારે એનસીબીએ વધુ રેડ કરી હતી અને 13 ઓક્ટોબર, 2020ના દિવસે 29 કિલો એમડીએ જપ્ત કરાયું હતું. અહમદને ડ્રગ પૂરું પાડનારા ખાનિવડેકર નામના ડ્રગ માફિયાની ધરપકડ કરાઈ ત્યારે બહાર આવ્યું હતું કે અગાઉ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા તેના ભાઈની ડ્રગ્સના 483 કિલો જથ્થા સાથે ધરપકડ કરાઈ હતી અને અત્યારે તે જામીન પર છૂટ્યો છે!

મુંબઈના ઓશિવરા અને લોખંડવાલા સહિતના કેટલાક પોશ વિસ્તારોમાં તો ચોકલેટ ખરીદવી હોય એટલી સહેલાઈથી ડ્રગ્સ મેળવી શકાય છે. અને એને કારણે કેટલાય ટીનેજર્સની અને યુવક-યુવતીઓની જિંદગી બરબાદ થઈ ગઈ છે એટલે એ વિસ્તારના પેરન્ટસ દ્વારા ડ્રગ્સ માફિયા સામે પગલાં ભરવા માટે દેખાવો પણ થયા હતા. ડ્રગ્સનો જેટલો જથ્થો પોલીસ, કસ્ટમ્સ, ડીઆરઆઈ કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના હાથમાં આવતો હોય છે એ હિમશીલાના ટોચકા સમાન હોય છે એટલે 31 ડિસેમ્બરની રાતે મુંબઈ, દિલ્હી કે આપણા દેશના અન્ય મેગા સિટીઝની હાઈ સોસાયટીના અને હાયર મિડલ ક્લાસના લોકો બિન્ધાસ્ત ડ્રગ્સ પાર્ટીઝ કરશે. જો કે ઘણા અડિયલ બૌદ્ધિકો માને છે કે પોલીસ અને નાર્કોટિક્સ બ્યૂરો કારણ વિનાના ‘નિર્દોષ’ સેલિબ્રિટિઝને હેરાન કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો