તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઇફ મેનેજમેન્ટ:રોજ રાત્રે સૂતા પહેલાં પોતાના લક્ષ્યનું સ્વપ્ન જુઓ

ડૉ. ઉજ્જ્વલ પાટની7 મહિનો પહેલા
  • કૉપી લિંક

જોતમે રોજ રાત્રે સૂતા પહેલાં કોઈ પણ ખર્ચ કે વધારાની મહેનત વગરનું એક કામ કરશો તો મોટામાં મોટા લક્ષ્યને મેળવી શકશો. આનાથી તમે એ પણ મેળવી શકશો જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’નો એ ડાયલોગ યાદ કરો કે, ‘કહતે હૈં અગર કિસી ચીજ કો શિદ્દત સે ચાહો તો પૂરી કાયનાત ઉસે તુમસે મિલાને કી કોશિશ મેં લગ જાતી હૈ.’ આ જ સિદ્ધાંત પર ઘણાં પુસ્તકો લખાયાં છે અને ફિલ્મો પણ બની છે. આ સિદ્ધાંતને સમજવા માટે સૌથી પહેલાં 30 સેકન્ડ માટે તમારી આંખો બંધ કરો. હવે ભલે ગમે તે થાય, તમને સફેદ હાથી ના દેખાવો જોઈએ. મને ખાતરી છે કે આ 30 સેકન્ડમાં જ તમને ચોક્કસ સફેદ હાથી દેખાયો હશે. જ્યારે મેં તમને કહ્યું કે સફેદ હાથી ના દેખાવો જોઈએ તો તમને સફેદ હાથી કેમ દેખાયો? તેનું કારણ એ છે કે તમારા અવચેતન મને (સબકોન્શિયસ માઇન્ડ) સફેદ હાથી શબ્દ પકડી લીધો. આપણે જે પણ વિચારીએ છીએ, તેમાંથી જરૂરી શબ્દોને આપણું અવચેતન મન પકડી લે છે. આપણું સબકોન્શિયસ માઇન્ડ બહુ જ શક્તિશાળી હોય છે અને તેમાં વિચારને વાસ્તવિકતામાં બદલવાની તાકાત પણ હોય છે. આ જ સબકોન્શિયસ માઇન્ડનો ઉપયોગ કરીને તમે મોટામાં મોટી સફળતા મેળવી શકો છો. આ શક્તિનો ઉપયોગ કરવાની ટેક્નિકનું નામ ‘સક્સેસ વિઝ્યુલાઈઝેશન ટેક્નિક’ એટલે કે એસવીટી છે. આ શક્તિનો ઉપયોગ કરવા માટે તમારે ત્રણ ચરણમાંથી પસાર થવું પડશે. જે આ પ્રમાણે છે : ચરણ 1 : સૌથી પહેલાં તમારું લક્ષ્ય નક્કી કરી લો. કોઈ સાપ્તાહિક કે માસિક લક્ષ્ય એવું છે કે જેના સુધી તમે પહોંચવા માંગો છો? કે એટલું મોટું લક્ષ્ય છે જેને તમે આવનારાં બે-ત્રણ વર્ષમાં પ્રાપ્ત કરવા ઇચ્છો છો? ચરણ 2 : તમારા નક્કી કરેલાં લક્ષ્યને એક પેપર પર લખી લો અને રાત્રે સૂતા પહેલાં તે લક્ષ્યને ત્રણ-ચાર વાર વાંચી લો. ચરણ 3 : હવે સૂતા પહેલાં એક ફિલ્મની જેમ તે લક્ષ્યના પૂરા થવાની કલ્પના કરો. ઉદાહરણ તરીકે તમારી મીટિંગને સફળ થતા જુઓ અથવા કોઈ મુશ્કેલીમાં ફસાયા હોવ તો તેનો ઉકેલ મળી ગયો છે તેવું જુઓ. તમે વજન ઉતારવાનું લક્ષ્ય રાખ્યું હોય તો કલ્પના કરો કે કે તમે એક્સરસાઈઝ કરી રહ્યા છો, ખાવા પર નિયંત્રણ રાખી રહ્યાં છો અને દુબળા દેખાઈ રહ્યા છો. રાત્રે સૂતા પહેલાં આવી કલ્પના કરવામાં તમે સક્ષમ થશો તો રાત્રે ઊંઘમાં તમારા અવચેતન મગજમાં આ બધી બાબતો ઘૂમરાયા કરશે અને તમારું અવચેતન મગજ સમગ્ર બ્રહ્માંડમાં આ સંદેશ પહોંચાડી દેશે. વાસ્તવમાં આ અવચેતન મગજનું એક્ટિવેશન છે. તમે આ સિદ્ધાંત પર વિશ્વાસ કરો કે ન કરો, પરંતુ જ્યારે સારાં અને મોટાં લક્ષ્ય મેળવવાની કલ્પના કરશો તો અંદરથી પણ તમે સારું અનુભવશો. એ પણ નક્કી છે કે વારંવાર વિચારવાથી તમે અંદરથી તમારા લક્ષ્યની વધારે નજીક આવશો. આ સકારાત્મક વિચારને કારણે તમારું ફોકસ વધશે જે તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડશે. {

અન્ય સમાચારો પણ છે...