તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેનેજમેન્ટની ABCD:ટ્રેનમાંની ડોશીઓનો સિન્ડ્રોમ

બી.એન. દસ્તૂરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કમ્યુનિકેશન સંસ્થાનો ઓક્સિજન છે. જેનો કંપનીની પ્રગતિમાં ખૂબ જ અગત્યનો ફાળો હોય છે

ટ્રેનના ડબ્બામાં બે ડોશીઓ તોફાને ચડી. એક ડોશી કહે, ‘બારી બંધ કરો. મને ખૂબ ઠંડી લાગે છે. હું ન્યુમોનિયાથી મરી જઈશ.’ બીજી ચીસો પાડે, ‘બારી ઉઘાડી રાખો. બંધ કરશો તો હું ગૂંગળાઈને મરી જઈશ.’ અન્ય મુસાફરોને ડોશીઓનો આ ઝઘડો જોવાની થોડી વાર મજા આવી, પણ પછી આવ્યો કંટાળો અને છેવટે ગુસ્સો. એક ડોસા ખૂણે બેસી આ ખેલ જોઈ રહ્યા હતા. લોકોએ એમને વિનંતી કરી, ‘આપ કોઈ રસ્તો કાઢો.’ ડોસાએ કહ્યું, ‘બારી ખોલી નાખો જેથી એક ડોકરી ન્યુમોનિયાથી મરી જાય. એ પછી બારી બંધ કરો જેથી બીજી ગૂંગળાઈને મરી જાય અને આપણે બધા શાંતિથી સફર કરી શકીએ.’ ⬛ ⬛ ⬛ ધંધામાં પાર્ટિનરશિપનો મને ખૂબ ડર લાગે છે. પહેલી પેઢીના પાર્ટનરોમાં જે ગજબનો તાલમેલ હોય તેની બીજી પેઢીમાં બાદબાકી થઈ જાય અને ઉદ્યોગનું ઉઠમણું થાય એવો ડર મને સતાવતો રહે છે. દાખલો લો દેશની એક ફાર્મા કંપનીનો. પેઢીનો પાયો નાખનાર બંને પાર્ટનરોમાં ગજબનો તાલમેલ હતો. અમદાવાદમાં આઝાદ સોસાયટીમાં એમના પાડોશીને નાતે અને એ જ કંપનીમાં મેનેજરને નાતે મેં બંને પાર્ટનરોને ખૂબ નજીકથી જોયા. બીજી પેઢી આવો તાલમેલ રાખી શકી નહીં. આપણી વાર્તાની બે ડોશીઓ જેવું થતું રહ્યું. એક પાર્ટનરનો પ્રિન્સ બારી બંધ કરે તો બીજા પાર્ટનરનો પ્રિન્સ બારી ખોલી નાખવાનું મુનાસિબ માને. આખરે બંને ‘ડોશીઓએ’ મરી જવાને બદલે અલગ-અલગ કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરવાનું નક્કી કર્યું. કંપની બે ટુકડામાં વહેંચાઈ ગઈ. આવું અકસર થતું રહે છે. કોર્પોરેટ જગતમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બે ટુકડાઓની ચર્ચા આજે પણ થતી રહે છે. ધીરુભાઈના બંને દીકરાઓએ પેલા ટ્રેનમાંની ડોશીઓના સિન્ડ્રોમમાં ફસાઈને અલગ-અલગ ટ્રેનમાં મુસાફરી કરવાનું નક્કી કર્યું. કોર્પોરેટ જગતના જોઈન્ટ વેન્ચરોનો ઇતિહાસ તપાસો. સન. 2020માં આશરે 70 ટકા જેટલાં જોઈન્ટ વેન્ચરોમાં તડો પડી. હાથ મિલાવતી બે સંસ્થાઓ અલગ-અલગ હસ્તિઓ હોય છે. બંનેમાં કલ્ચર અને સ્ટ્રક્ચર અલગ હોય છે. બંનેનાં કલ્ચર અને સ્ટ્રક્ચર વચ્ચે તાલમેલ બેસશે કે નહીં તેનું ખૂબ જ ધ્યાનથી ‘કોમ્પેટિબિલિટી એનાલિસીસ’ ન કરવામાં આવે તો સંઘ કાશીએ જવાને બદલે સત્યાનાશી પહોંચી જાય છે. બંને સંસ્થાઓની લીડરશિપ સ્ટાઈલ પણ અલગ હોય છે. વિઝન અને મિશનમાં પણ તફાવત હોય છે. બંને કંપનીઓની મેનેજમેન્ટ સ્ટાઈલ પણ અલગ હોય છે. ગુજરાતની બે તોતિંગ કદની એનિમલ હેલ્થ કંપનીઓનાં જોઈન્ટ વેન્ચરનો હું સાક્ષી છું. એક કંપની આજનું કામ પરમદિવસે કરે અને બીજી આજનું ગઈ કાલે કરી નાખે. યેન કેન પ્રકારે ધંધો મેળવવા એક કંપનીના સેલ્સપર્સનો કરવા જેવું ન કરે કે પછી ન કરવા જેવું કરે તો મેનેજમેન્ટ આંખ આડા કાન કરે. બીજી કંપની ઓફિસમાં કોઈ બાંધછોડ ન કરે. ચંદ વર્ષોમાં જ બંને કંપનીઓ ફરી અલગ થઈ અને એકનું તો પાટિયું જ ઉતરી ગયું. પોલિટિક્સ દરેક સંસ્થાનું અવિભાજ્ય અંગ હોય છે. પોલિટિક્સ વિનાની સંસ્થા શક્ય નથી. હાથ મિલાવતી બંને સંસ્થાઓમાં પોલિટિકલ રમતો રમવાના નિયમો અલગ-અલગ હોય છે. કર્મચારીઓના મૂલ્યાંકનના માપદંડો પણ અલગ-અલગ હોય છે. કમ્યુનિકેશન સંસ્થાનો ઓક્સિજન છે. કંપનીની પ્રગતિમાં કમ્યુનિકેશનનો ફાળો ખૂબ જ અગત્યનો હોય છે, પણ બંને કંપનીઓની કમ્યુનિકેશન સ્ટાઈલમાં તફાવત હોય છે. આવું જ છે ડિસિઝન મેકિંગ અને રિસ્ક ટેકીંગનું. દરેક સંસ્થામાં ડિફેન્સિવ રૂટિન, ગ્રૂપથિંક અને ડિસફંક્શનલ કોનફ્લિક્ટના વાઈરસો વારેતહેવારે માથું ઊંચકતા હોય છે. એને ન્યુટ્રલાઈઝ કરવાની આવડતો પણ બંને કંપનીઓમાં અલગ હોય છે. આજના ભયંકર અનિશ્ચિતતા અને ડાયનેમિક સ્ટેબિલિટીના માહોલમાં પ્રતિભાશાળી નોલેજ વર્કરોને શોધવા અને સાચવવામાં કાચી પડતી સંસ્થાઓ મોડે વહેલે ફરી તૂટી પડે છે. આવાં અનેક કારણોથી પાર્ટનરશિપ કંપનીઓ અને જોઈન્ટ વેન્ચરો, ટ્રેનમાંની ડોશીઓનાં સિન્ડ્રોમનો શિકાર બને છે. baheramgor@yahoo.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો