ફિટનેસ:આ એક્સરસાઈઝ કરવાથી અલ્ઝાઈમરમાં મળશે રાહત

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

બ્રિટનના સાઉથ વેલ્સ યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા રિસર્ચમાં એ સાબિત થયું છે કે જે વ્યક્તિ અલ્ઝાઈમરના રોગથી પીડાતી હોય તે દરરોજ સ્ક્વોટ એક્સરસાઈઝ કરે તો ઘણે બધે અંશે એને રાહત મળે છે. આ એક્સરસાઈઝ કરવાથી બ્લડ સર્ક્યુલેશન તો વધે જ છે ઉપરાંત મગજની કામ કરવાની ક્ષમતા પણ ‌વધે છે. આ રીતે કરો સ્ક્વોટ સૌપ્રથમ તો પગને એકથી દોઢ ફૂટના અંતરે રાખીને સીધા ઊભા રહો. બંને હાથને છાતીની આગળની તરફ લાવો. પછી એડી પર જોર આપતા હિપ્સને નીચે લઈ જાઓ જ્યાં સુધી તે સપાટીના સમાંતરે ન થઈ જાય. ફરીથી સીધા ઊભા રહો. અઠવાડિયામાં ત્રણેક દિવસ ત્રણથી પાંચ મિનિટ સુધી સ્ક્વોટ કરવાથી મગજ ઉપર તેની સારી અસર પડે છે. મગજનો હિપ્પોકેમ્પસ ભાગ યાદશક્તિ અને શીખવાની ક્ષમતા વધારવા અથવા ઘટાડવા માટે જવાબદાર હોય છે. ઉંમર વધવાની સાથે તે સંકોચાઈ જાય છે, જેનાથી લોહીનો પ્રવાહ ઓછો થવા લાગે છે. સ્ક્વોટથી આ ભાગમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. કરોડરજ્જુ અને બોડી પોશ્ચરને સુધારવા માટે સ્ક્વોટ પ્લેન્ક વર્કઆઉટની તુલનામાં ચાર ગણી વધારે અસરકારક છે. તે શરીરના ઉપરના ભાગની સાથે પગને પણ મજબૂત બનાવે છે. સ્ક્વોટ બોન ડેન્સિટી વધારવાની સાથે તેને સ્ટ્રોન્ગ બનાવે છે. એક રિસર્ચ મુજબ, ઓસ્ટિયોપોરોસિસનો સામનો કરતી મહિલાઓને 12 અઠવાડિયાં સુધી આ એક્સરસાઈઝ કરાવવામાં આવી. રિપોર્ટમાં તેમની બોન ડેન્સિટી 2.9 સુધી વધેલી જોવા મળી. શરીરના સ્નાયુઓને મજબૂત કરવા માટે સ્ક્વોટ બેસ્ટ એક્સરસાઈઝ છે. તેનાથી પગની સાથે આખા શરીરના સ્નાયુઓને મજબૂતી મળે છે. સ્ક્વોટ કરતી વખતે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન રિલીઝ થાય છે અને તે શરીરના વિકાસ માટે જરૂરી છે. સ્ક્વોટ કરવાથી પગ, કમર, પેટ, હિપ્સની ચરબી ઘટે છે અને તે શેપમાં રહે છે. જો તમે દરરોજ સ્ક્વોટ કરો છો તો 600 કેલરી ઘટાડી શકો છો. જોકે, એક્સપર્ટની દેખરેખમાં જ આ એક્સરસાઈઝ કરવી.

અન્ય સમાચારો પણ છે...