જાણવું જરૂરી છે:આસન કરવાથી બાળક રહે?

ડૉ. પારસ શાહએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સમસ્યા : અમારાં લગ્નને 2 વર્ષ થયેલાં છે. અમે છેલ્લા બે-ત્રણ મહિનાથી બાળક માટે પ્રયત્ન કરીએ છીએ. અમે બંને જાતીય જીવનથી ખૂબ જ સંતુષ્ટ છીએ. અમને બંનેને એક વખતના સમાગમ દરમિયાન બે-ચાર અલગ-અલગ આસન માણવામાં આનંદ આવે છે. અમારો સવાલ એ છે કે શું આમ કરવાથી બાળક રહેવામાં કોઇ તકલીફ થઇ શકે છે? ઉકેલ : ગર્ભ રહેવા માટે પુરુષના શુક્રાણુ અને સ્ત્રી બીજનું મિલન થવું જરૂરી છે. સામાન્ય રીતે આ મિલન ગર્ભાશયમાં થતું હોય છે. હવે જ્યારે તમને સમાગમ વખતે સ્ખલન થાય ત્યારે તેમાં એક જ ટકો વીર્ય હોય છે. અને તેમાં સામાન્ય રીતે લાખો-કરોડો શુક્રાણુ હોય છે. જે નરી આંખે દેખાતા હોતા નથી. આ શુક્રાણુ યોનિમાર્ગની દીવાલને ચોંટી ધીરે ધીરે ગતિ કરતા ગર્ભાશયમાં પહોંચતા હોય છે. બાકીનો નવ્વાણુ ટકા સ્ત્રાવ યોનિમાર્ગમાં દરેકને બહાર આવી જતો હોય છે. પછી તમે કોઇ પણ આસન કેમ ના માણ્યું હોય. સ્ત્રી નીચે હોય, સમાગમ પછી અડધો કલાક સૂતેલી રહેતી હોય તો પણ આ સ્ત્રાવ બહાર જ આવી જતો હોય છે, જે નોર્મલ ક્રિયા છે. તેથી સમાગમ માત્ર એક જ આસનમાં સંપન્ન થાય તે જરૂરી નથી. આપની જેમ ઘણાં લોકો એકથી વધારે આસનોની અજમાઇશ કરતા હોય છે. આમ કરવાથી જાતીય જીવનમાં વિવિધતા રહે છે અને વર્ષો પછી પણ જાતીય ઉત્સાહ જળવાઇ રહે છે. ટૂંકમાં આસનોની સંખ્યા અગણિત છે અને અલગ અલગ આસનો માણવાથી બાળક થવામાં કોઇ અંતરાય આવતો નથી. સમસ્યા : હું 30 વર્ષનો છું અને મારી પત્નીની ઉંમર 26 વર્ષની છે. અમારે એક 2 વર્ષનો બાબો છે. ડિલિવરી વખતે યોનિમાર્ગ ચિરાઇ જવાથી ત્રણ ટાંકા લેવા પડ્યા હતા, પણ જ્યારે જ્યારે અમારો સમાગમ સમય વધારે ચાલે ત્યારે વધારે પડતા ઘર્ષણને કારણે યોનિમાર્ગમાં દુ:ખાવો થાય છે. ગર્ભનિરોધક સાધન તરીકે નિરોધનો ઉપયોગ કરું ત્યારે તો વધારે પીડા તેને થાય છે. દુ:ખાવો ન થાય તેનો ઉપાય બતાવશો. ઉકેલ : ઘણીવાર સંભોગ પૂર્વેની રમતમાં પૂરતો સમય ન આપવાથી સ્ત્રીના યોનિમાર્ગમાં પૂરતી ભીનાશ અનુભવાતી નથી, જેથી સમાગમ વખતે સ્ત્રીને દુ:ખાવો થાય છે. યાદ રાખો, પુરુષ જલદી ઉત્તેજના અનુભવે છે જ્યારે સ્ત્રીને તૈયાર થતાં થોડી વાર લાગે છે. વળી, કોઇકને કાનની બૂટ સ્પર્શ કરતા જલદી ઉત્તેજના આવે તો કોઇ સ્ત્રીને સ્તનને સ્પર્શ કરવાથી વધારે આનંદ મળે છે. આની ખબર માત્ર એકબીજા જોડે વાતચીત કરવાથી જ જાણી શકાય છે. માટે એકબીજાની પંસદ-નાપંસદનો સંવાદ પતી-પત્ની વચ્ચે ખૂબ જ જરૂરી છે. પત્નીને દુ:ખાવો ટાંકાને કારણે હોવાની શક્યતા ખૂબ જ ઓછી છે. આ ટાંકા ઘણી બધી સ્ત્રીઓને લેવા પડતા હોય છે. માટે આપ ફોર પ્લેમાં થોડો સમય વધારે આપો અને જરૂર લાગે ત્યારે ઘરમાં ઉપલબ્ધ ક્રીમ, તેલનો પ્રયોગ પ્રવેશ પૂર્વે કરો. આમ કરવાથી આપની મૂંઝવણ દૂર થઇ જશે.

સમસ્યા : મારી ઉંમર 24 વર્ષની છે. મારી સગાઇને 3 મહિના થયા છે અને 3 મહિના પછી લગ્ન થવાનાં છે, પરંતુ મારું વજન આશરે 100 કિલો છે અને ઊંચાઇ પાંચ ફૂટ દસ ઇંચ છે. જ્યારે પત્નીનું વજન 52 કિલો છે. એની આગળ હું ખૂબ જ જાડો લાગું છું. શું અમારાં આ વજનનો તફાવત મને પ્રથમ રાત્રે નડશે? આની મને ખૂબ જ ચિંતા છે. નિષ્ફળ જવા કરતાં સગાઇ તોડી નાખવાનું વિચારું છું, પરંતુ કોઇ પણ પગલું ભરતાં પહેલાં તમારો અભિપ્રાય મેળવવા માગું છું. તો આ અંગે સત્વરે માગદર્શન આપવા વિનંતી. ઉકેલ : મોટાભાગનાં યુગલો લગ્ન વખતે કદાચ સરખો બાંધો ધરાવતાં હોય છે, પરંતુ લગ્નનાં અમુક વર્ષો બાદ શરીરમાં ચરબીના થર જમા થાય છે. પરંતુ તેઓ પણ જાતીય જીવન ચોક્કસ માણી શકતાં હોય છે. હકીકતમાં શરીરનો વિપરીત બાંધો કામસુખમાં બાધારૂપ નથી. જો તમારું પેટ વચ્ચે આવે તો સ્ત્રી ઉપર હોય તો આસાન રહે છે અને એ પણ ના ફાવે તો બીજાં ઘણાં બધાં આસનો છે, જે તમને અને તમારા સાથીને અનુકૂળ આવે તો તેનો પ્રયોગ કરી શકાય છે. જે રીતે આપને કદાચ આલિયા કે બીજી સુંદર દેખાતી સ્ત્રી ગમતી હશે તે જ રીતે દરેક સ્ત્રીને પણ સલમાનની જેમ હેન્ડસમ દેખાતા પુરુષો પંસદ પડે છે. માટે સગાઇ તોડવા કરતાં થોડું ડાયેટિંગ અને કસરતથી શરીર ઓછું કરવાનો પ્રયત્ન કરો. આમ કરવાથી તમારો આત્મવિશ્વાસ પણ વધી જશે. પત્ની ગમતી હોય તો માત્ર આ મુદ્દા ઉપર સગાઇ તોડી નાંખવાની જરૂર નથી. dr9157504000@shospital.org

અન્ય સમાચારો પણ છે...