તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાણવું જરૂરી છે:હસ્તમૈથુનથી લગ્નજીવનમાં તકલીફ પડે?

ડૉ. પારસ શાહ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સમસ્યા : હસ્તમૈથુનથી ભવિષ્યમાં લગ્નજીવનમાં કોઈ તકલીફ આવી શકે? મૈથુન અને હસ્તમૈથુનમાં શું ફરક છે? ઉકેલ : હસ્તમૈથુન એક નોર્મલ પ્રક્રિયા છે જે મોટાભાગના પુરુષો તેમના જીવનમાં લગ્ન પહેલાં અને લગ્ન પછી પણ માણતા હોય છે. ઘણી સ્ત્રીઓ પણ તેમનાં જીવનમાં હસ્તમૈથુનનો આનંદ લેતી હોય છે. જે ક્રિયા હસ્તમૈથુન વખતે ઇન્દ્રિય હાથની મુઠ્ઠીમાં કરે છે તે જ ક્રિયા સંભોગ વખતે ઇન્દ્રિય સ્ત્રીના યોનિમાર્ગમાં કરે છે. હસ્તમૈથુન તમે કોઈની કલ્પનામાં કરતા હો છો, જ્યારે મૈથુન કોઈ બીજી વ્યક્તિ જોડે હકીકતમાં થતું હોય છે. જો સંભોગ ખરાબ ના હોય તો હસ્તમૈથુન પણ ખરાબ ના હોય. હસ્તમૈથુન કરવાથી શરીરમાં નબળાઈ આવી જતી હોય છે, નપુંસકતા આવી જતી હોય છે અને ભવિષ્યમાં લગ્નજીવનમાં તકલીફ અનુભવાતી હોય છે. આ તમામ વસ્તુ ખોટી અને ગેરમાન્યતાથી ભરેલી છે. હસ્તમૈથુનથી આવું કંઈ જ થતું નથી. જો ખરેખર હસ્તમૈથુનથી જાતીય નબળાઈ આવી જતી હોય તો આજે ભારત દેશની વસ્તી એકસો ત્રીસ કરોડ સુધી પહોંચી જ ન હોત. હસ્તમૈથુન કોઈ બીમારી નથી, એક આદત છે. સમસ્યા : સ્વપ્નદોષ મર્દાના કમજોરીની નિશાની છે? ઉકેલ : જ્યારે છોકરો 12થી 14 વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે તેના શરીરમાં સેક્સ હાર્મોન બનવાની શરૂઆત થાય છે, જેથી તેને દાઢી-મૂછ આવે છે, ઈન્દ્રિયોનો વિકાસ થાય છે, મનમાં સેક્સની ઈચ્છા થાય છે, વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષણ અનુભવાય છે અને વીર્ય બનવાની શરૂઆત થાય છે. વીર્ય બનવાની પ્રક્રિયા ચોવીસે કલાક, ત્રણસો પાંસઠ દિવસ ચાલુ રહેતી હોય છે. જે વ્યક્તિ નિયમિત રીતે હસ્તમૈથુન અથવા તો સંભોગ નથી કરતી તેમને કુદરતી રીતે ઊંઘમાં કે સ્વપ્નમાં સ્ખલન થઈ જાય છે. આ પ્રકૃતિનો ક્રમ છે. વીર્ય ગ્રંથિમાં વીર્ય તમે ખાલી નહીં કરો તો એ આપોઆપ બહાર આવી જશે. આ નોર્મલ હોવાની એક નિશાની છે. સમસ્યા : પ્રાઇવેટ ભાગના વાળને કાપવા જોઈએ? વાળ લાંબા રાખવાથી સેક્સમાં કોઈ ફાયદો થાય? ઉકેલ : લાંબા વાળ રાખવાથી સેક્સમાં કોઈ ફાયદો થતો નથી. જે રીતે માથાનાં વાળ આપણે અમુક સમય બાદ કપાવતાં હોઈએ છે તે જ રીતે થોડા-થોડા દિવસે પ્રાઇવેટ ભાગના વાળને પણ તમારે ટ્રિમ કરવા જોઈએ. એ માટે તમે ટ્રિમર અથવા કાતરનો ઉપયોગ કરી શકો છો અથવા પ્રાઇવેટ ભાગનાં વાળને દૂર કરવા સ્પેશિયલ હેર રિમૂવિંગ ક્રીમ પણ બજારમાં મળે છે, જેનો પણ તમે પ્રયોગ કરી શકો છો. બને ત્યાં સુધી બ્લેડ કે રેઝરનો ઉપયોગ ટાળવો જોઈએ. આનાથી કોઈક વાર વાગી જવાની શક્યતા રહેતી હોય છે અને આ ભાગ ખરબચડો અને કાળો થઈ જતો હોય છે. નિયમિત હેર ટ્રિમ કરવાથી આ ભાગની સફાઈ રહેશે, પરસેવો ઓછો થશે. જેથી ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા ઘટી જાય છે. પ્રાઇવેટ પાર્ટની સફાઈ પણ ખૂબ જ અગત્યની છે. ઘણા બધા પુરુષો આની સફાઈ રાખવામાં બેદરકાર હોય છે, જેથી તેમના પાર્ટનરને સૂગ ચડતી હોય છે. દરરોજ સ્નાન કરતી વખતે ઇન્દ્રિયની અગ્ર ત્વચાને નીચે સુધી ઊતારી, મેલ ઈન્ટિમેટ વોશથી સાફ કરવી જોઈએ.{ dr9157504000@shospital.org

સમસ્યા : બજારમાં મળતાં હર્બલ સેક્સ ટોનિક, વિદેશી નામધારક મસાજ કરવાનાં તેલ કેટલાં ફાયદાકારક? ઉકેલ : આપણા દેશનું આયુર્વેદિકનું જ્ઞાન ખૂબ જ પ્રાચીન અદ્્ભુત વિજ્ઞાન છે. જો તેને યોગ્ય રીતે સમજીને ઉપયોગ કરવામાં આવે તો તેના ઘણા ફાયદાઓ થતા હોય છે, પરંતુ બજારમાં મળતાં આ કહેવાતાં જાહેરખબરિયા સેક્સ ટોનિક અને તેલો માત્રને માત્ર અજાણ લોકોને જાહેરખબર દ્વારા લોભાવી ઉલ્લુ બનાવવાનું કામ કરતા હોય છે. મોટાભાગનાં આવાં કહેવાતાં સેક્સ ટોનિકો આર્યુવેદિક સિદ્ધાંતો પ્રમાણે બનાવવામાં આવતાં નથી, જેથી તેનાથી કોઇ ફાયદો થતો હોતો નથી. છતાં પણ જો તેનાથી કોઇ ફાયદો થાય તો બોટલની અંદર ભરવામાં આવેલી દવા કે તેલની અસરથી નથી થતો, પરંતુ બોટલની ઉપર દોરવામાં આવેલા ઘોડા કે સાંઢના ચિત્રની અસર થતી હોય છે. ટૂંકમાં કહું તો આ કહેવાતાં સેક્સવર્ધક ટોનિક અથવા તેલ ખરીદવાથી, ખાવાથી અને માલિશ કરવાથી માત્ર બે જ વ્યક્તિઓને ફાયદો થતો હોય છે. એક જે બનાવે છે તેને અને બીજું જે વેચે છે એને. મારા મત મુજબ દુનિયાનું ઉત્તમ સેક્સ ટોનિક એટલે તમારા પ્રેમાળ અને સમજદાર સાથી છે.

અન્ય સમાચારો પણ છે...