તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સો ટચની વાત:તમારી પાસે છે જીવન જીવવાની કળા?

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

માનવજીવન પાંચ તત્ત્વોનું પૂતળું છે, પણ જીવન જીવવાની કળાના અભાવમાં એનું જીવન વ્યર્થ થઈ જાય છે. જો માણસમાં માણસાઈ જ ન હોય, માનવતાનો ગુણ ન હોય તો એને જીવન જીવવાની કળાનું જ્ઞાન પણ ન હોઈ શકે. એનું કારણ છે કે જીવનનો ઉદ્દેશ્ય લાગણીઓ સાથે જોડાયેલો છે. જો માણસમાં એકબીજા પ્રત્યે પ્રેમ, ઉદારતા, મદદની ભાવના નથી તો તે માણસ મડદાં સમાન છે. અરે, જે લોકો પોતાના કામથી બીજાને દુ:ખ પહોંચાડે છે, બીજાની હસી ઉડાવે છે, તેવા લોકો ખરેખર તો માણસ કહેવાને જ હકદાર નથી. સુંદર મને સાથે હસીએ માનવીય લાગણી વગરનો સમાજ પણ નકામો છે. જીવનનું મહત્ત્વ એ છે કે મનુષ્યએ પોતાના જીવનમાં માનવતાના પાઠ શીખ્યા છે કે નહીં! ઉંમર વધતાની સાથે તણાવ ઓછો થતો જાય, જીવન સરળ થતું જાય એવું તો સૌ ઈચ્છે છે, પણ આ તો જ શક્ય બને કે જ્યારે આપણે એવું કામ કરીએ. કેટલાક લોકો પાસે ભૌતિક સુવિધાઓ, ધન-સંપત્તિ હોવા છતાં પણ તે લોકોને જિંદગી જીવતા આવડતું નથી. અરે, આવા લોકો તેમના જીવનમાં ભાગ્યે જ હસતાં પણ હશે. તેમનાં મનની ઈચ્છાઓ એટલી વિકરાળ હોય છે કે અસંતોષ, ચિંતાને કારણે જીવનની પ્રસન્નતા ખોવાઈ જાય છે. સારું જીવન જીવવા માટે સુંદર મન હોવું બહુ જરૂરી છે. જ્ઞાનની ઊર્જા જીવન જીવવાની કળાથી વંચિત લોકોના જીવનમાં પણ કોઈ દિશા નથી હોતી. તેમના બધા અનુભવો વ્યર્થ રહી જાય છે. જ્ઞાન બનીને પ્રગટ થાય એવી ઊર્જા તેમનામાં ક્યારેય જોવા મળતી નથી. આવા લોકો માટે જીવન જીવવું પણ ન જીવવા બરાબર જ હોય છે. આવા માણસો એવા વૃક્ષ જેવા છે, જેના પર ક્યારેય ફૂલ કે ફળ નથી આવતાં. આવા માણસો આનંદનો અનુભવ પણ નથી માણી શકતા. જીવનમાં આનંદ મેળવવો હોય તો જીવનનાં ફૂલોની માળા બનાવવી પડશે. જીવનના બધાં જ અનુભવોને એક લક્ષ્યના દોરામાં કલાત્મક રીતે પરોવવા પડશે. ત્યારે જ જીવન જીવવાની કળા સમજી શકાશે. જીવન અને મૃત્યુ માણસ પોતે શું છે એ મહત્ત્વનું નથી, પણ એ વ્યક્તિમાં શું છે તે વધારે મહત્ત્વનું છે. આંખો હંમેશાં આકાશ તરફ અને પગ હંમેશાં જમીન ઉપર હોવા જોઈએ. જે લોકો પોતાના ભવિષ્યની ચિંતા કરે છે, તેઓ ભૂતકાળ વિશે વિચારે છે, કારણ કે તેઓ વર્તમાનથી ડરે છે. વર્તમાનમાં જીવન અને મૃત્યુ બંને છે, કારણ કે તે વર્તમાનમાં જ મરશે અને વર્તમાનમાં જ જીવશે. ભવિષ્યમાં કોઈ મૃત્યુ ન પામી શકે અને ભવિષ્યમાં કોઈ જીવી પણ ન શકે. વર્તમાનનો આનંદ ભૂતકાળ તો છે જ નહીં. જે છે તે અત્યારે જ છે અને અહીં જ છે વર્તમાનમાં. તો પછી ભવિષ્યની ચિંતા શું કામ? હા, ભૂતકાળમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ, ભવિષ્યની યોજના બનાવવી જોઈએ અને વર્તમાનનો આનંદ લેવો જોઈએ. આપણે વર્તમાનમાં જીવીએ છીએ તેથી વર્તમાનનો આનંદ માણવો જ આપણને જીવન જીવવાની કળા શીખવે છે.⬛

અન્ય સમાચારો પણ છે...