ગીત ગાતા હૂઁ મૈં…:દિલ મેં ઔર... વિ. ઔર ઇસ દિલ મેં...

22 દિવસ પહેલાલેખક: ડૉ. અશોક ચાવડા
  • કૉપી લિંક
  • ‘ઔર ઇસ દિલ મેં ક્યા રક્ખા હૈ’ શાળામાં અંતાક્ષરી રમતા હાથની મુઠ્ઠી વાળીને માઇક બનાવી ગાવાની અલગ મજા

નાસિર કાઝમી (જ. 08-12-1925, અ. 02-03-1972) ઉર્દૂ સાહિત્યનું મોટું નામ.

એમ. જે. લાઇબ્રેરીમાં બહુ વાંચ્યા અને ‘અપની ધૂન મેં રહતા હૂઁ, મૈં ભી તેરે જૈસા હૂઁ’ ગઝલ ખૂબ ગમે. નાસિરનું ટૂંકી બહેરમાં વિશેષ ખેડાણ. એમની ‘દિલ મેં ઔર તો ક્યા રક્ખા હૈ.’ સાથે ‘ઈમાનદાર’ (1987) ફિલ્મનું ‘ઔર ઇસ દિલ મેં ક્યા રક્ખા હૈ’ ગીત યાદ આવે. નાસિરની ગઝલ ગુલામ અલીએ 1985માં ગાઈ અને ‘ઈમાનદાર’ 1987માં. ‘ઔર ઇસ દિલ મેં ક્યા રક્ખા હૈ’ શાળામાં અંતાક્ષરી

રમતા હાથની મુઠ્ઠી વાળીને માઇક બનાવી ગાવાની અલગ મજા. બસયાત્રામાં છેલ્લી સીટ પર માંહ્યલાને સંભળાય એમ ગાવાની ઔર મજા. સાંભળો કે રેણુ (ફરાહ નાઝ)ની ઉદાસી અને રાજુ (સંજય દત્ત)નું દર્દ હૃદય સોંસરવું પસાર થઈ જાય. અંતમાં રડી પડતી બિંદીધારક ફરાહ હથેળીમાં ચહેરો ઢાંકી લે છે, પણ હૃદયનું દર્દ નથી ઢાંકી શકતી. ગઝલ-ગીતસ્મૃતિ હજીય આંખોમાં કોઈ ખૂણે અટકી છે.

દિલ મેં ઔર તો ક્યા રક્ખા હૈ

તેરા દર્દ છુપા રક્ખા હૈ

ઇતને દુઃખોં કી તેજ હવા મેં

દિલ કા દીપ જલા રક્ખા હૈ

ઇસ નગરી મેં કુછ લોગોંને

દુઃખ કા નામ દવા રક્ખા હૈ

ભૂલ ભી જાઓ બીતી બાતેં

ઇન બાતોં મેં ક્યા રક્ખા હૈ

ચૂપચૂપ ક્યોં રહતે હો ‘નાસિર’

યે ક્યા રોગ લગા રક્ખા હૈ

પ્રકાશ મહેરા (જ. 13-07-1939, અ. 17-05-2009) ગીતકાર કરતાં દિગ્દર્શક તરીકે વધારે જાણીતા. આગવી સૂઝથી સામાન્ય વાર્તાને પડદે અસામાન્ય બનાવતા મહેરાએ ‘અપની તો જૈસે તૈસે...’ (લાવારિસ), ‘મંઝિલે અપની જગહ...’ (શરાબી), ‘સલામ-એ-ઈશ્ક...’ (મુકદ્દર કા સિકંદર) જેવાં ગીતો પણ લખ્યાં.

ખૈર, ‘ઇમાનદાર’નું પ્રણય-વર્ષા-ગીત, જે રેણુ રાજુને રીઝવવા ગાય છે. મહેરાનું ગીત, કલ્યાણજી આણંદજીની ધૂન અને આશા ભોંસલેનો સ્વર.

ઔર ઇસ દિલ મેં ક્યા રક્ખા હૈ

તેરા હી પ્યાર છુપા રક્ખા હૈ

ગીતનું સેડ-મેલ વર્ઝન સુરેશ વાડેકરના સ્વરમાં. ‘પ્યાર’ના બદલે ‘દર્દ’ શબ્દ રાખી રેસ્ટોરાંમાં રાજુ ગાય છે, સામે રેણુ છે. પ્રણયગીતના ફ્લેશબેક સાથે વર્તમાનનો સમનવય સાધતું ગીત મારી ભીતર શ્વસી રહેલા અશ્કાને તો આજે પણ પ્રિય છે.

ઔર ઇસ દિલ મેં ક્યા રક્ખા હૈ

તેરા હી દર્દ છુપા રક્ખા હૈ

ચીર કે દેખે દિલ મેરા તો

તેરા હી નામ લિખા રક્ખા હૈ

પ્યાર કે અફસાને સુને થે લોગોં સે

પ્યાર ક્યા હોતા હૈ, યે તૂને સમજાયા

મિલા દિલ તુઝસે તો ખ્વાબ દેખે ઐસે

જુનું જાને કૈસા જવાં દિલ પે છાયા

દિલ મેં ઐસા દર્દ ઉઠા

દિલ હો ગયા દીવાના

દીવાનોં ને ઇસ દુનિયા મેં

દર્દ કા નામ દવા રક્ખા હૈ

નિગાહોં મેં મેરી યે સૂરત હૈ તેરી

જિંદગી યે મેરી અમાનત હૈ તેરી

ધડકતે સીને મેં મુહો બ્બત હૈ તેરી

મુહોબ્બત યે તેરી ઇબાદત હૈ મેરી

તેરે સિવા કુછ યાદ નહીં હૈ, તૂ હી તૂ દિલ મેં

દિલને યાર કી પૂજા કી હૈ

પ્યાર કા નામ ખુદા રક્ખા હૈ

તેરા હી નામ લિખા રક્ખા હૈ.

અન્ય સમાચારો પણ છે...