દીવાન-એ-ખાસ:ન્યૂટનથી માંડીને બિલ ગેટ્સ પણ ઓટિસ્ટિક હતા એની ખબર છે?

વિક્રમ વકીલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શાહરુખ ખાનની જાણીતી ફિલ્મ ‘માય નેમ ઇઝ ખાન’ યાદ છે? એમાં શાહરુખે ઓટિઝમથી પીડાતી વ્યક્તિનો રોલ કર્યો હતો. ઓટિઝમ નામની ન્યૂરોલોજિકલ બીમારીથી પીડિત બાળકો કે વયસ્કોને ‘ઓટિસ્ટિક’ કહેવાય છે. આપણા સમાજમાં એવી ભ્રમણા છે કે જે કોઈ ઓટિસ્ટિક હોય એ મંદબુદ્ધિ હોય. સમાજ પર બોજો હોય. એમનો આઇક્યૂ ઓછો હોય. આવી માન્યતાઓ સાચી નથી. હા, ઓટિઝમથી પીડિત વ્યક્તિ ‘અ સોશિયલ’ હોય. એન્ટી સોશિયલ નહીં. મતલબ કે આવી વ્યક્તિ સમાજમાં હળીમળી શકતી નથી કે સોશિયલ બનવાનું ટાળે છે. એમની કેટલીક વર્તણૂક પુનરાવર્તિત હોય. કોઈ વાત કે શબ્દો પકડીને તેઓ વારંવાર રીપિટ કર્યાં કરે. તેઓ કોઈને અડવાનું પસંદ નહીં કરે કે એમને કોઈ અડે એ પસંદ નહીં આવે. એમની વર્તણૂક નોર્મલ નથી લાગતી. આમ છતાં ઓટિઝમ એવી બીમારી નથી કે જીવન જીવવું મુશ્કેલ બની જાય. ઓટિઝમની તકલીફ જન્મજાત હોય છે. ભારતમાં 10 લાખ જેટલી વ્યક્તિઓ ઓટિસ્ટિક હોવાનું મનાય છે. જાણીતા મનોવિજ્ઞાનિક ડો. મુકુલ ચોકસી કહે છે : ‘ઓબ્સેસિવ કમ્પલઝિવ ડિસઓર્ડર કે બાય પોલર જેવી માનસિક બીમારીઓ પ્રમાણમાં મોટી ઉંમરે ડેવલપ થાય છે, જ્યારે ઓટિઝમ જન્મથી જ હોય છે.’ મા-બાપને ખબર પડે કે એમનું બાળક ઓટિસ્ટિક છે ત્યારે ખૂબ ચિંતિત થઈ જાય છે. ચાલો ત્યારે આજે આપણે જાણીએ કે વિશ્વની કેટલી સેલિબ્રિટીઓ ઓટિઝમથી પીડિત હતી કે છે. ઓટિસ્ટિક હોવાની મર્યાદા જેમને સિદ્ધિ મેળવતાં નથી રોકી શકી! આલ્બર્ટ આઇનસ્ટાઇન : વિશ્વના મહાન મેથેમેટિશિયન આલ્બર્ટ આઇનસ્ટાઇન સ્કૂલમાં હતા ત્યારે એમને એકાગ્ર થવામાં ખૂબ મુશ્કેલી નડતી હતી. ક્લાસમાં ધ્યાન નહીં આપવા બદલ એમને એક વખત સ્કૂલમાંથી કાઢી મૂકવામાં પણ આવ્યા હતા. શિક્ષકોના પ્રશ્નોના જવાબ આપવાને બદલે તેઓ પ્રતિપ્રશ્ન કરતા, જેનો જવાબ શિક્ષકો પાસે પણ નહોતો મળતો! આઇનસ્ટાઇન ઓટિસ્ટિક હતા. વુલ્ફગેન્ગ મોઝાર્ટ : બ્રિલિયન્ટ મ્યુઝિક કમ્પોઝર અને આર્ટિસ્ટ મોઝાર્ટ પણ ઓટિઝમથી પીડાતા હતા. બાળપણથી જ એમણે સંગીતની તાલીમ મેળવી હતી. વિશ્વના એક શ્રેષ્ઠતમ મ્યુઝિક કમ્પોઝર બનવામાં ઓટિઝમ એમને આડે નહોતું આવ્યું. સર આઇઝેક ન્યૂટન: સર આઇઝેક ન્યૂટનને કોણ નથી ઓળખતું. વિશ્વની એક સૌથી વધુ બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે ન્યૂટનની ગણતરી થાય છે. સફરજનને ઝાડ પરથી પડતું જોઇને ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શોધ્યો હતો. જોકે, ઓટિસ્ટિક હોવાને કારણે ન્યૂટન હંમેશાં એકલા રહેવાનું જ પસંદ કરતા. તેઓ સામાજીક બંધનમાં માનતા નહોતા. ચાર્લ્સ ડાર્વિન : આધુનિક બાયોલોજીના પિતામહ ડાર્વિન નાના હતા ત્યારથી એકલપટૂ હતા. તેઓ પોતાની જાત સાથે જ વાતો કરતા રહેતા. દુનિયાથી બેખબર બનીને તેઓ પોતાના જ સંશોધનમાં મગ્ન રહ્યા અને પોતાના સંશોધનને કારણે ખ્યાતનામ થયા. માઇકલ એન્જેલો : વિશ્વવિખ્યાત ચિત્રકાર, આર્કિટેક્ટ, ડિઝાઇનર અને એન્જિનિયર માઇકલ એન્જેલો ઓટિઝમથી પીડિત હતા. એમ મનાય છે કે, ઓટિસ્ટિકની સમસ્યાએ એમને એકાંતપ્રિય અને ક્રિએટિવ બનાવ્યા. ટિમ બર્ટન : એનિમેશન ફિલ્મોના બાદશાહ ગણાતા ટિમ બર્ટન પણ ઓટિસ્ટિક હતા. જ્યાં સુધી લગ્ન ન કર્યાં ત્યાં સુધી ટિમને પોતાને ખ્યાલ નહોતો કે તેઓ ઓટિસ્ટિક છે. ટિમ બર્ટન ઓટિસ્ટિક હોવાનું નિદાન એમનાં પત્નીએ કર્યું હતું! બિલ ગેટ્સ : માઇક્રોસોફટના સ્થાપક બિલ ગેટ્સને ઘણાં અભિમાની અને સ્વકેન્દ્રિત માને છે. હકીકત જોકે એવી છે કે, બિલ ગેટ્સ ઓટિસ્ટિક છે. 13 વર્ષની ઉંમરથી કોમ્પ્યૂટરમાં નિષ્ણાત બનવામાં ગેટ્સની આડે ઓટિઝમ નથી આવ્યું. ટોમ હેન્ક્સ : હોલિવૂડના જાણીતા સુપરસ્ટાર ટોમ હેન્ક્સને કોણ નહીં જાણતું હોય? ‘ધ પોસ્ટ’, ‘ધ સર્કલ’, ‘ન્યૂઝ વર્લ્ડ’ ‘ઇન્ફર્નો’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરનાર ટોમ હેન્ક્સ પણ ઓટિઝમથી પીડિત છે એવો અહેવાલ છે. શ્રેષ્ઠ એક્ટર અને સ્ટાર બન્યા છતાં ટોમ હેન્ક્સ અંગત જીવનમાં એકલપટા અને ખૂબ શરમાળ છે.⬛ vikramvakil rediffmail.com

અન્ય સમાચારો પણ છે...