તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્લેક એન્ડ વ્હાઈટ:દેર સે આયે દુરસ્ત આયે!

આશુ પટેલ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા વિરુદ્ધ સખત સજાની જોગવાઈ
 • આપણા દેશમાં પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા આચરનારાઓને 10 રૂપિયાથી 50 રૂપિયાના દંડની જોગવાઈ છે!

5 ફેબ્રુઆરી, 2020ના દિવસે એનિમલ હસબન્ડરી મિનિસ્ટર ગિરિરાજ સિંહે રાજ્યસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા જાહેર કર્યું કે પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા માટેનો છ દાયકા જૂનો કાયદો બદલવાની જરૂરતને ગંભીરતાથી લઈને સરકાર કાનૂનમાં સુધારો લાવી રહી છે. એ કાનૂન અમલી બન્યા પછી પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા દાખવનારાઓને પંચોતેર હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકશે અને/અથવા પાંચ વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકશે. તમને યાદ હશે જ કે 27 મે, 2020ના દિવસે એક ગર્ભવતી હાથણી કેરળના પલકકડ ગામ નજીક ખોરાક શોધી રહી હતી ત્યારે કેટલાક ખેપાની ગામવાસીઓએ ફટાકડા ભરેલું પાઈનેપલ તેને ખવડાવી દીધું હતું. એ ફટાકડા હાથણીના મોંમાં ફાટ્યા હતા અને એ હાથણી વેલિયાર નદીમાં ઊભેલી સ્થિતિમાં જ મુત્યુ પામી હતી. એ ઘટનાના સંદર્ભમાં રાજ્યસભાના સભ્ય રાજીવ ચંદ્રશેખરે સવાલ કર્યો હતો કે ‘સરકાર પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા ઘટાડવા માટે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા આચરનારા અપરાધીઓ સામે કાનૂન સખત બનાવાનું વિચારી રહી છે કે કેમ?’ એ સવાલના જવાબમાં એનિમલ હસબન્ડરી ગિરિરાજ સિંઘે ઉપરોક્ત માહિતી આપી હતી. ગિરિરાજ સિંઘે કહ્યું હતું કે કાનૂનમાં સુધારો લાવીને પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા આચરનારાઓને સખત સજા મળે એ માટે કાનૂન અમલી બનાવવાની પ્રક્રિયા ચાલુ છે. એનો ડ્રાફ્ટ જાહેર કરાશે અને પછી પબ્લિક અને એક્સપર્ટ્સના મંતવ્યો મગાવાશે અને એને આધારે ડ્રાફ્ટ ફાઇનલ કરાશે. પ્રાણીઓ સાથે ક્રૂરતાની હૈયું હચમચાવી નાખે એવી ઘટનાઓ સમયાંતરે બહાર આવતી રહે છે અને એવી ઘણી બધી ઘટનાઓ તો મીડિયા સુધી પહોંચતી જ નથી. આવા કેટલાક કિસ્સાઓ જોઈએ અને પછી એ જાણીએ કે અત્યાર સુધી પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા આચરનારા વિકૃત લોકોને સજા આપવા માટે કેવી હાસ્યાસ્પદ જોગવાઈ આપણા કાનૂનમાં હતી. 22 જુલાઈ, 2020ના દિવસે હૈદરાબાદમાં એક વિકૃત માણસે એક બિલાડીને જીવતી સળગાવી દીધી હતી તો જુલાઈ, 2020માં જ પંજાબમાં કપૂરથલાના ગુરીન્દ્ર સિંઘ નામના માણસે તેના માટે નકામા થઈ ગયેલા કૂતરાઓને મારી નાખ્યા હતા. એમાં એક કૂતરાને તો તેણે કાર નીચે કચડીને બહેરહેમીથી મારી નાખ્યો હતો. એ માણસ કૂતરાઓનો ઉછેર કરીને એ કૂતરાઓને વેચતો હતો. 8 જુલાઈ, 2020ના દિવસે મધ્યપ્રદેશના સુંદરનગરની એક ડેરીમાં એક માણસે એક ગાય પર રેપ કર્યો હતો. એ ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી અને પોલીસે તેની ધરપકડ કરી હતી. તો માર્ચ, 2020માં હૈદરાબાદમાં એક માણસ એક કાઉ શેલ્ટરમાં એક વાછરડી પર રેપ કરતા ઝડપાયો હતો. એ અગાઉ એ કાઉ શેલ્ટરના સંચાલકોને માહિતી અપાઈ હતી એ કાઉ શેલ્ટરની ઘણી ગાયો સાથે આ પ્રકારનો વર્તાવ થઈ રહ્યો છે, પરંતુ એ કાઉ શેલ્ટરના સંચાલકોએ એ વાતને ગંભીરતાથી લીધી નહોતી. આવી ઘટનાઓ સમયાંતરે બહાર આવતી રહે છે, પરંતુ મોટાભાગના લોકોના પેટનું પાણી પણ હલતું નથી. ગાઝિયાબાદના એક રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં એક કૂતરાને ઝેર આપીને મારી નખાયો હતો. એ વિસ્તારના એક પ્રાણીપ્રેમીએ કહ્યું હતું કે એ કૂતરો કોઈ ન્યૂસન્સ ઊભું નહોતો કરતો અને એક રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સના છોકરા જોડે રમતો હતો છતાં તેને ઝેર આપીને મારી નખાયો હતો. જૂન, 2020માં તેલંગણાના એક વિસ્તારમાં વાંદરાઓની અવરજવર વધી ગઈ એટલે એક વાંદરાને ઝાડ પર લટકાઈને ફાંસી આપીને મારી નખાયો હતો. જે માણસે તે વાંદરાને ફાંસી આપી તેને ત્યાં ટોળામાં એકઠા થયેલા લોકોએ પાનો ચડાવ્યો હતો. એ વાંદરો તરફડી રહ્યો હતો એ વખતે માણસોનું ટોળું ચિચિયારીઓ કરીને તે વાંદરાના કમોતનું જશન મનાવી રહ્યું હતું. અત્યાર સુધી આવી ઘટનાઓમાં સામાન્ય દંડ ભરીને પ્રાણી પ્રત્યે ક્રૂરતા આચરનારાઓ આરોપીઓ દસ રૂપિયાથી પચાસ રૂપિયાનો દંડ ભરીને છટકી જતા હતા. ક્યારેક કેટલાક અપવાદરૂપ કિસ્સાઓમાં પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા આચરનારાઓને વધુ સજા થઈ છે, પરંતુ એવી બહુ ઓછી ઘટનાઓ બની છે. 13 જાન્યુઆરી, 2021ના દિવસે મહારાષ્ટ્રના થાણેની એક કોર્ટે એક આરોપીને એક હજાર પચાસ રૂપિયાનો દંડ કર્યો હતો અને છ મહિનાની જેલની સજા ફટકારી હતી. તે ચાલીસ વર્ષીય માણસે થાણે પાસપોર્ટ ઓફિસ નજીકના ફૂટ ઓવરબ્રિજ પર જુલાઈ, 2020માં એક કૂતરી પર રેપ કર્યો હતો. એ વખતે પણ જોકે તેને પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા માટે જજે એટલી સજા નહોતી ફટકારી, પરંતુ અકુદરતી સેક્સ માટે તેને એટલી સજા કરાઈ હતી. અત્યારે પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાના 316 કેસ દેશની જુદી જુદી અદાલતોમાં ચાલી રહ્યા છે. એમાંથી 64 કેસ સુપ્રીમકોર્ટમાં પેન્ડિંગ છે. પ્રાણીઓ પ્રત્યે સૌથી વધુ ક્રૂરતા આચરનારા રાજ્યોમાં તામિલનાડુ (52 કેસ), મહારાષ્ટ્ર (43 કેસ), કેરાલા (15 કેસ), કર્ણાટક (14 કેસ), તેલંગાણા (13 કેસ) અને રાજસ્થાન (12 કેસ)નો સમાવેશ થાય છે. 8 ફેબ્રુઆરી, 2021ના દિવસે કોઝીકોડથી એક સમાચાર આવ્યા હતા કે મેડિકલ કોલેજ, પોલીસ સ્ટેશનની હદમાં રહેતી ઈ. કે. હેના નામની એક મહિલાની પાંચ પાળેલી બિલાડીઓના રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયા હતા. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જુદા જુદા દિવસે તે મહિલાની પાળેલી પાંચેપાંચ બિલાડીઓ મુત્યુ પામી હતી. એ તમામને કોઈ પાડોશી દ્વારા ઝેર અપાયું હતું. તો 9 ફેબ્રુઆરી, 2021ના દિવસે અમૃતસરથી સમાચાર આવ્યા હતા કે રાણી કા બાગ વિસ્તારમાં અગિયાર કૂતરાઓને ઝેર આપી દેવાયું હતું. એમાંથી ચાર અત્યંત ગંભીત હાલતમાં અને સાત મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. તામિલનાડુના નીલગીરી જિલ્લામાં મસિનાગુડી સ્થિત એક પ્રાઈવેટ રિસોર્ટમાં એક ચાલીસ વર્ષીય હાથી ઉપર સળગતું કપડું ફેંકીને તેને મારી નખાયો હતો. તે હાથીના કાનમાં ગંભીર ઇજાઓ થઈ હતી. જંગલખાતાના અધિકારીઓના ધ્યાનમાં એ હાથી આવ્યો ત્યાં સુધીમાં તેની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ હતી અને એ હાથી રિબાઈરિબાઈને મૃત્યુ પામ્યો હતો. એ ઘટનામાં બે વ્યક્તિઓની ધરપકડ કરાઈ હતી. હવે જાણો કે અત્યારે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા માટે માત્ર શું સજાની જોગવાઈ છે? દસથી પચાસ રૂપિયાનો દંડ! હવે સરકાર પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા વિરુદ્ધના કાનૂનમાં જે સુધારો લાવવા વિચારી રહી છે એમાં સાતસો પચાસ રૂપિયાથી માંડીને પંચોતેર હજાર રૂપિયા સુધીના દંડ અને પાંચ વર્ષની જેલની સજાની જોગવાઈ થશે. પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા કયા પ્રકારની છે એના આધારે સજા નક્કી થશે. આપણા દેશમાં ઘણા કાયદાઓ બદલવા માટે (એમાં ય ઘણા તો અંગ્રેજોના સમયના કાયદાઓ છે!) બદલવા માટે છ - સાત દાયકાઓ સુધી રાહ જોવી પડે એ આશ્ચર્યજનક છે અને આઘાતજનક વાત પણ છે. જોકે, મોડેમોડે પણ સરકારને આ કાનૂનમાં સુધારો કરીને એને સખત બનાવવાનું સૂઝ્યું એ આવકારદાયક વાત છે. આશા રાખીએ કે પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા વિરુદ્ધનો સખત કાયદો જલદી અમલી બને. {

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો