તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનો યા ના માનો:31 ડિસેમ્બર ઉજવણીનું જ નહીં, આપણી ગુલામીનું પ્રતીક છે!

3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બ્રિટિશરોનો ડોળો ઘણા સમયથી સુખી અને સમૃદ્ધ ભારત પર હતો

- રાજ ભાસ્કર

ભારતમાં બે મહાન પર્વો એટલે 15મી ઓગસ્ટનો સ્વાતંત્ર્યદિન અને 26મી જાન્યુઆરીનો પ્રજાસત્તાકદિન. આ બંને પર્વો 200 વર્ષની ગુલામીના અંધારામાંથી આઝાદી અને લોકશાહીના અજવાળા તરફ લઈ જતાં પર્વો છે, પણ આપણને જો એમ કહેવામાં આવે કે, અત્યાચારોથી સભર આપણી બે સદીની ગુલામી પાછળ 31મી ડિસેમ્બરની તારીખ જવાબદાર છે તો કોઈને વાત માન્યામા નહીં આવે. આવતી કાલે 31મી ડિસેમ્બર છે એટલે આ ઘટના યાદ આવે છે. 31 ડિસેમ્બર એ અંગ્રેજી વર્ષની આખર તારીખ છે અને પશ્ચિમી દેશોની સાથે એની ઉજવણી ભારતમાં પણ થાય છે. સમગ્ર દેશમાં અંગ્રેજી વર્ષના આખરી દિનને ‘બાય બાય’ કહેવા અને ન્યૂ યરને ‘વેલકમ’ કહેવા નાચ, ગાન અને નશા સાથે 31મી ડિસેમ્બરની રાતે ભારે ધમાલ થાય છે, પણ ઇતિહાસના પાનાંઓ પરથી એક એવી ઘટના સામે આવે છે કે 31મી ડિસેમ્બરે ઉજવણી નહીં, પણ માતમ કરવાનું મન થઈ આવે, કારણ કે આ તારીખ તમામ ભારતવાસીઓ માટે ગુલામનીનું પ્રતીક છે.

સૌ જાણે જ છે કે ભારતને બ્રિટિશ સરકારે 200 વર્ષ સુધી ગુલામ બનાવી રાખ્યું, પણ આપણે ક્યારેય એ ગુલામીના મૂળમાં નથી ગયા. એ ગુલામીના મૂળ 1600ની સાલની 31મી ડિસેમ્બરના રોજ રોપાયા હતા. બ્રિટિશરોનો ડોળો ઘણા સમયથી સુખી અને સમૃદ્ધ ભારત પર હતો. ગમે તેમ કરીને એ લોકો એવો રસ્તો શોધી રહ્યા હતા કે ભારતમાં આવીને, ભારતને ગુલામ બનાવીને ભારતની તમામ સમૃદ્ધિઓ લૂંટી શકાય. એમાંથી એક વિચાર એવો આવ્યો કે એક કંપનીની સ્થાપના કરીને વેપારના નામે ભારતમાં પ્રવેશ કરીને પછી એના પર રાજ કરવું. કંપની બનાવવાનો એ આખો પ્લાન રેડી થઈ ગયો અને એને મંજૂરી પણ મળી ગઈ. વેપારના નામે ભારતને લૂંટવા માટે બનાવેલી એ કંપની એટલે ‘ઈસ્ટ ઇન્ડિયા કંપની’. મહારાણી એલિઝાબેથ પ્રથમને આ વિચાર ખૂબ ગમી ગયો અને તેમણે ૩૧મી ડિસેમ્બર, 1600ના રોજ ‘ઈસ્ટ ઇન્ડિયા કંપની’ની સ્થાપના માટે એક ઘોષણાપત્ર દ્વારા પરવાનગી આપી. એટલે કે આ કાળમુખી તારીખે ભારતની ગુલામીના કાગળો પર હસ્તાક્ષર થયા અને ‘ઈસ્ટ ઇન્ડિયા કંપની’ની સ્થાપના થઈ. એ પછી થોડા વર્ષો સુધી ભારતમાં વેપારના બહાને પગદંડો જમાવવાનું આયોજન થતું રહ્યું. ઈ.સ 1608માં હેક્ટર નામનું એક જહાજ ભારત તરફ રવાના થયું. આ જહાજના કેપ્ટનનું નામ હતુ હોકિંસ. સૌથી પહેલાં જહાજ ગુજરાતના સુરતના બંદરગાહે ઊભું રહ્યું અને હોકિંગ્સ ઇંગ્લેન્ડના સમ્રાટના રાજદૂત તરીકે તત્કાલિન શાસક જહાંગીરને મળ્યો. અતિથિ દેવો ભવઃની ભાવનાથી જહાંગીરે એનું સ્વાગત કર્યુ, પણ જહાંગીરને ખબર નહોતી કે વેપારીના સ્વાંગમાં આવેલો અને ધોળો બગલો ધીમે ધીમે આખા ભારતને ગુલામીના કાળા અંધારામાં લઈ જશે, ભારતવાસીઓને ઘૂંટણીયે પાડીને સલામ કરાવશે.

હોકિંગ્સની પહેલી ચાલ સફળ થઈ, પણ થોડા દિવસોમાં જ એણે જોયું કે અહીં તો પોર્ટુગલો પણ હતા અને તેમનું માન-સન્માન વધારે હતું. આથી એણે ધીમે ધીમે પોર્ટુગલો વિરુદ્ધ જહાંગીરના મનમાં ઝેર ભરવા માંડ્યુ. શરૂઆતમાં તો એની કોઈ અસર ના થઈ પણ પછી એ સફળ બન્યો. તેની કૂટનીતિ કામ કરી ગઈ. ભાગલા પાડો અને રાજ કરોની દિશામાં એ એનું પહેલું પગલું હતું. એ પછી એણે જહાંગીરનો વિશ્વાસ જીતી લીધો અને સુરતમાં કારખાનાઓ બનાવીને વેપાર કરવાની પરવાનગી પણ મેળવી લીધી. એક જીત મળતા જ એણે એક અન્ય રાજદૂતને ભારતમાં રહેવાની પરવાનગી મેળવીને થોમસ રો નામના વ્યક્તિને ભારત બોલાવી લીધો. થોમસ રોના આવ્યા પછી ચાલબાજી વધી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર માટે ટેક્સમાં રાહત જેવા અનેક પ્રકારના વિશેષાધિકારો મળ્યા. પછી ભારતથી દરિયાઈ માર્ગે વેપાર થવા માંડ્યો. બંગાળ, મુંબઈ વગેરેના દરિયા કિનારે પણ તેમની કોઠીઓ સ્થપાઈ. અનેક અંગ્રેજ

અધિકારીઓ આવ્યા. રેશમ, સુતરાઉ કાપડ, કાળા મરી, લવિંગ, ઈલાયચી, દાળ વગેરે યુરોપ જવા માંડ્યું. ધીમે ધીમે આખા ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કારખાના ખુલવા માંડ્યા. જહાજો ભરી ભરીને અંગ્રેજો ભારત આવ્યા ને પ્લાન મુજબ સત્તાધિશ તરીકે વર્તવા લાગ્યા. કૂટનીતિ મુજબ તેમણે ધીમે ધીમે ભારતની રાજનીતિમાં, રાજ દરબારોમાં દખલ દેવાનું ને ફૂટ પાડવાનું શરૂ કર્યુ. થોડાં જ વર્ષોમાં આખું ભારત અંગ્રેજોનું ગુલામ બની ગયું. ગુલામ બન્યા પછીના ઇતિહાસથી આખો દેશ વાકેફ છે. rcbhaskar@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો