સફળતાનું સર્ચ એન્જિન:ક્રિપ્ટોકરન્સી : ઝડપથી વિકસી રહેલા આ ફીલ્ડમાં નવી જોબ્સની ડિમાન્ડ

યુગલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લમાં આપણે મોટા પાયા પર ડિજિટલ ઈકોસિસ્ટમ અપનાવી રહ્યાં છીએ અને આપણાં મોટાભાગનાં કામ પણ ઓનલાઈન જ થઈ રહ્યાં છે. ડિજિટલ દુનિયાની ઘણી બધી રસપ્રદ શોધમાંની એક છે ક્રિપ્ટોકરન્સી, જે રોકાણકારો અને સંસ્થાઓને લલચાવી રહી છે. ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે લગભગ એક દાયકા પહેલાં અસ્તિત્વમાં આવેલી ક્રિપ્ટોકરન્સી જે ઝડપથી વિકસી રહી છે તે બહુ આશ્ચર્યજનક છે. આજે વિશ્વ સ્તર પર ક્રિપ્ટોકરન્સીની નેટવર્થ એટલે કે ચોખ્ખી આવક 2 ટ્રિલિયન ડોલર્સથી વધુ છે અને સતત વધી રહી છે. તેને ખૂબ જ લાભદાયક ગણવામાં આવી રહી છે. ભારત સહિત બીજા ઘણા દેશોમાં એનો ઉપયોગ કરવા બાબતે શંકા છે ત્યારે જાપાન અને યુરોપીય દેશ તેને લીગલ ટેન્ડર તરીકે અપનાવવા માટે રિસર્ચ કરી રહ્યા છે.

આ ફીલ્ડમાં આવકનું સ્તર કેટલું છે? સેલેરીનું સ્તર અનુભવ, સ્કિલ્સ અને કંપની જેવાં તથ્યો પર આધારિત છે. બ્લોકચેન ડેવલપરની આવક વર્ષે 5 લાખથી 30 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. માનો કે 6 લાખ સુધીની આવક છે જે ત્રણ વર્ષના અનુભવ પછી 7 ગણી વધી શકે છે. બ્લોકચેન આર્કિટેક્ટ માટે આ આવક વર્ષે 18 લાખ સુધીની થઈ શકે છે.

ક્રિપ્ટોકરન્સી ડિજિટલ પેમેન્ટનું એક રૂપ છે, જેને સર્વિસીઝ કે વસ્તુ માટે ઓનલાઈન એક્સચેન્જ કરી શકાય છે. આ કરન્સી બ્લોકચેન ટેક્નોલોજી પર કામ કરે છે જે સરકારી નિયંત્રણથી બહાર એક ડિસેન્ટ્રલાઈઝ્ડ ટેક્નોલોજી છે અને એ ખાતરી આપે છે કે આ ટ્રાન્જેક્શન સુરક્ષિત છે.

વધુ અનુભવની સાથે વધારે સેલેરી જોબ રોલ 2-5 વર્ષ 5-8 વર્ષ 8-12 વર્ષ બ્લોકચેન સ્પેશિયલિસ્ટ 13-30 30-50 50-75 સિક્યોરિટી એન્જિનિયર 11-25 25-35 35-50 ફ્રન્ડ એન્ડ ડેવલપર 13-30 30-50 50-75 યુઆઈ/યુએક્સ ડિઝાઈન 11-24 24-35 35-50 {વાર્ષિક સેલેરી લાખ રૂપિયામાં {સ્ત્રોત એક્સફેનો

કયા રોલ્સની માંગ? {બ્લોકચેન ડેવલપર્સ: ક્રિપ્ટોગ્રાફી અને ડેટા સ્ટ્રક્ચરની જાણકારી ઉપરાંત કેટલીક ટેક્નોલોજી સ્કિલ્સ જરૂરી છે. {બ્લોકચેન સોલ્યુશન આર્કિટેક્ટ : ફુલ સ્ટેક ડેવલપમેન્ટ, ડેવઓપ્સ વગેરે સાથે ક્રિપ્ટોગ્રાફી, ડેટા સાયન્સ અને આઈઓટીનું નોલેજ જરૂરી છે. {બ્લોકચેન પ્રોજેક્ટ મેનેજર : ટ્રેડિશનલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને સારી કોમ્યુનિકેશન સ્કિલ્સની સાથે ટેક્નોલોજીની જાણકારી.

અન્ય સમાચારો પણ છે...