તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટ્રેટેજી & સક્સેસ:હૈદરાબાદના ત્રણ યુવાનોની કોવિડ રિસોર્સ એપ્લિકેશન

પ્રકાશ િબયાણી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હૈદરાબાદના ત્રણ યુવાનોએ ફક્ત બે કલાકમાં કોવિડ રિસોર્સ એપ્લિકેશન બનાવી, જેની ચર્ચા દરેક જગ્યા પર થઇ રહી છે. કોરોનાની બીજી ભયંકર લહેર સર્વત્ર ચાલી રહી છે. દેશના તેજસ્વી યુવા દિમાગ નવીનતા અને ટેક્નિક દ્વારા જીવન બચાવી રહ્યા છે. આવી જ એક પહેલ હૈદરાબાદના કેટલાક યુવાનોએ કરી છે. તેમણે હાઇડકોવિડ્રેસોર્સ ડોટ કોમ નામની યુઝર ફ્રેન્ડલી એપ બનાવી છે, જેનાથી ઓક્સિજન, રિમોડેસિવીર, હોસ્પિટલ અને એમ્બ્યુલન્સથી લઈને ડોક્ટર સુધીની સરળતાથી માહિતી મેળવી શકાય છે. હૈદરાબાદમાં ક્યાં અને કઈ જગ્યા પર, આ વસ્તુઓ ઉપલબ્ધ છે અને તેમની પાસે કેવી રીતે પહોંચવું, તે વિશે સંપૂર્ણ માહિતી આ એપ્લિકેશનમાં છે. તેને વેન્સી કૃષ્ણ, મેધા અને તેમના કેટલાક સાથીઓએ ડિઝાઇન કરી છે. તેલંગણા સરકાર અને ડોકટરો પણ આ યુવાનોને મદદ કરી રહ્યા છે. આ રીતે બની ટીમ : 25 વર્ષીય વેન્સી ક્રિષ્ના લો પ્રોફેશનલ્સ છે. થોડા દિવસો પહેલાં તેમની માતા કોરોનાનો ભોગ બન્યાં હતાં. વેન્સીએ હોસ્પિટલ અને પલંગ માટે પ્રયાસ કર્યા. અનેક હોસ્પિટલોમાં ફોન કર્યા, પણ ક્યાંય પ્રવેશ ન મળ્યો અને એમને ઘરે જ રાખવા પડ્યાં. વેન્સીને લાગ્યું કે તેમના જેવા ઘણા લોકો છે, જેમને હોસ્પિટલથી લઈને બેડ અને દવાઓ માટે ભટકવું પડે છે. આ દરમિયાન, તેમની વાત મેધા સાથે થઇ. મેધા સામાજિક કાર્યકર્તા છે. તેઓ પણ હૈદરાબાદની હોસ્પિટલોમાં ઓક્સિજન પ્રદાતાઓની સૂચિ તૈયાર કરી રહ્યાં હતાં. બંનેએ સાથે કામ કરવાનું નક્કી કર્યું. પછી ડેટા એક્સપર્ટ અભિષેક પણ ટીમમાં જોડાયો. મેધા, વેન્સી અને અભિષેક ત્રણેય કોર ટીમમાં છે. જ્યારે 30થી વધુ લોકો સ્વયંસેવકો તરીકે સંકળાયેલા છે. બે કલાકમાં તૈયાર થઇ ગઈ એપ્લિકેશન : મેધા કહે છે કે 2 કલાકમાં 19 એપ્રિલે અમારી વાત થઇ અને 20મીએ બપોરે અમે એપ્લિકેશન તૈયાર કરી લીધી. તેને ડેવલપ કરવામાં માત્ર બે કલાકનો સમય લાગ્યો. તેને ડિઝાઇન કરવા માટે કોઈ પ્રકારનું કોડિંગ કર્યું નથી. ત્રણથી ચાર કલાકમાં જ અમને 10,000થી વધુ વપરાશકર્તાઓ મળ્યાં. સોશિયલ મીડિયા પર શેર કરવાથી યુઝર્સની સંખ્યામાં વધારો થયો. પાંચ દિવસમાં 2 લાખથી વધુ વપરાશકર્તાઓ જોડાયાં. મેધા કહે છે કે અમે બધાંને મદદ કરવા માટે આ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. કમાણી કરવી એ અમારો હેતુ નથી. હોસ્પિટલ વિશેની માહિતી, ઓક્સિજનથી દવા સુધી : આ એપ્લિકેશન યુઝર ફ્રેન્ડલી છે. તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી, બ્રાઉઝરથી તેનો ઉપયોગ કરી શકો છો. તેમાં ઓક્સિજન, એમ્બ્યુલન્સ, દવાઓ, હોસ્પિટલો, પથારી, બ્લડ બેંક, પ્લાઝ્મા, ઉપચાર, ભોજન સેવાઓ, કવોરન્ટાઇન સેવાઓ, મૃત્યુ પછીની સેવાઓ જેવી ઘણી કેટેગરીઝ છે. તેના પર ક્લિક કરવાથી સંબંધિત તમામ સ્રોતોની સૂચિ બતાવશે. આમાં ફોન નં., સરનામું અને પ્રાપ્યતાની માહિતી પણ મળશે. આવા અપડેટ્સ આપે છે એપ્લિકેશન : મેધા અને તેમની ટીમના સભ્યો સતત અપડેટ રહે છે. તેઓ હૈદરાબાદમાં ક્યાં કઈ વસ્તુઓ છે તેની સૂચિ બનાવે છે અને તેને અપડેટ કરતાં રહે છે. મેધા કહે છે કે અમે દરેક સ્થળે 3થી 4 વાર ફોન કરીને વર્તમાન સ્થિતિની માહિતી મેળવીએ છીએ. તેને એપ્લિકેશન પર અપડેટ કરીએ છીએ. અમે બધાંને સવાર, બપોર અને સાંજે ફોન કરીએ છીએ જેઓ ઓક્સિજન સિલિન્ડર આપે છે, તેમની પાસેથી માહિતી લીધા પછી, અમે એપ્લિકેશન પર અપડેટ કરીએ છીએ. જેથી લોકોનો સમય ખરાબ ન થાય. મેધા કહે છે કે અમે રસીકરણ અંગે કેટેગરી પણ ઉમેરીશું. જેથી વધુમાં વધુ લોકોને રસી મળી શકે. ⬛ prakashbiyani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...