તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમવૉચ:‘સચ કા સામના’ સીરિયલના એક એપિસોડ જેવી રમત દંપતીએ શરૂ કરી : પતિએ આપઘાત કર્યો

13 દિવસ પહેલાલેખક: જયદેવ પટેલ
 • કૉપી લિંક
 • ટી.વી. સીરિયલથી અભિભૂત યુગલની દર્દભરી દાસ્તાન
 • બેડરૂમમાં પતિ દ્વારા પ્રશ્નાવલીમાં પત્નીએ લગ્ન પૂર્વેના પ્રેમમાં ગર્ભપાત કરાવ્યાની કબૂલાત કરી હતી..!

ગત જનની - આદ્યશક્તિ દેવી માતાજીના વ્રતની શુભ રાત્રિના દિવસો હતા. રાજસ્થાનના સાંચોર જિલ્લાના છેવાડાના ગામમાં રહેતા દલિત તથા દેવીપૂજક સમાજના પરિવારોમાં દેવી માતાની પરંપરાગત આરાધના કરવાની વિધિને અનુસરીને એક પરિવારના સૌ સભ્યો તે રાત્રે દેવી માતાજીની મૂર્તિ બાજઠ ઉપર ગોઠવીને પૂજાવિધિ સાથે માતાજીના ગુણગાન ગાવા લાગ્યા હતા. નાનકડા ઓરડામાં દેવી માતા સમક્ષ પ્રગટાવેલ દીપકનો ઝાંખો પ્રકાશ પથરાઇ રહ્યો હતો. ધાર્મિક વિધિના આ અવસરે પરિવારના સભ્યોને અંધારામાં રાખીને જે કોઇ સ્ત્રી-પુરુષ સભ્યે પાપકર્મો કર્યા હોય તેની રજૂઆત દેવી સમક્ષ આંસુ વહેવડાવતા કરીને પોતાને માફ કરવા આજીજી કરે છે. આ વિધિ ભારતના સંખ્યાબંધ ગ્રામ્ય વિસ્તારોમાં આજેય પરંપરાગત ગામોમાં ચાલી આવે છે. જેને ‘પાપકર્મોનો પસ્તાવો’ તરીકે ઓળખવામાં આવે છે. જે ઘરમાં આ વિધિ ચાલી રહી હતી, ત્યારે એક સ્ત્રીએ દેવી માતાજી સમક્ષ ખોળો પાથરીને પતિને અંધારામાં રાખીને અનેક પારકા પુરુષો સાથે બાંધેલા શારીરિક સંબંધોની હૈયાફાટ કલ્પાંત કરતા રજૂઆત કરી હતી. પરિવાર સાથે બેવફાઇ કરનાર આ સ્ત્રીએ ઘરના સભ્યો સમક્ષ હાથ જોડીને પોતાને માફ કરવા કાલાંવાલાં કર્યાં હતાં. મધરાતે દેવીપૂજાની વિધિ પૂરી થયા બાદ ઘરના સભ્યો નિદ્રાધીન થયા હતા. બીજા દિવસે પરોઢના આગમન બાદ નાનકડા ગામમાં જબરદસ્ત હાહાકાર મચી ગયો હતો. પાપકર્મોની કબૂલાત કરનાર આ સ્ત્રી તથા તેની ત્રણ માસૂમ દીકરીના ગળા દાતરડાંથી વાઢી નાખેલી અને લોહીના ખાબોચિયામાં પડેલી લાશો મળી આવી હતી. સ્ત્રીનો ધણી ફરાર થઇ ગયો હોવાનું ગામલોકોને જાણવા મળ્યું, ત્યારે પાપકર્મોનો પસ્તાવો કરનાર આ સ્ત્રીનો કરુણ અંજામ નિહાળનાર ગામલોકોના ચહેરા ઉપર ગમગીનીના વાદળ છવાઇ ગયા હતા. આ કરુણ ઘટના દેશમાં એકમાત્ર નથી. આવી કરુણ કહાણીની ઝાંખી કરાવતી ઘટનાઓની હારમાળા ક્યાંક ને ક્યાંક આજેય જોવા મળે છે, ત્યારે વર્ષો પૂર્વે એક ટેલીવિઝન દ્વારા પ્રસ્તુત થઇ રહેલી ‘સચ કા સામના’ સીરિયલે પ્રેક્ષક સમુદાયમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું. ટી.વી. ચેનલના અનેકવિધ રંગબેરંગી કાર્યક્રમોમાં ‘સચ કા સામના’ સીરિયલ અચૂક નિહાળવાની પ્રેક્ષકોને લત લગાડી દીધી હતી. આ સીરિયલનું નિર્માણ અને નિર્દેશન સિદ્ધાર્થ બાસુએ કર્યું હતું. જ્યારે કાર્યક્રમના એન્કર તરીકેનો કાર્યભાર રાજીવ ખંડેલવાલ સંભાળતા હતા. સમાજના નીચલા સ્તરના સ્ત્રી-પુરુષોથી લઇને સેલેબ્રિટિઝ મહાનુભાવો-કલાકારોના જીવનના અંતરંગની ‘ખટ્ટીમીઠી’ કહાણીઓ તેમને હોટ સીટ ઉપર બેસાડીને રજૂ કરવામાં આવતી હતી. રાજધાની નવી દિલ્હીના નોઇડા વિસ્તારના આલિશાન એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં રહેતાં પતિ-પત્ની તે રાત્રે ‘સચ કા સામના’ સીરિયલ રસપૂર્વક નિહાળી રહ્યા હતા. ઇવેન્ટ મેનેજર તરીકે કામકાજ કરતી ખૂબસૂરત મહિલા મીના શાહે હોટ સીટ ઉપર સ્થાન ગ્રહણ કર્યું હતું. કાર્યક્રમના બેનર રાજીવ ખંડેલવાલે મીના શાહને તરેહ-તરેહના પ્રશ્નો પૂછીને તેના મનના કોઇક ખૂણામાં ધરબાયેલી છાનીછૂપી વાતને બહાર લાવવા કોશિશ કરી હતી. પ્રશ્નાવલી દરમિયાન મીના શાહે તેના લગ્ન પૂર્વેના પરપુરુષો સાથેના અત્યંત ગોપનીય લફરાંની કબૂલાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. દિલ્હીની એક પ્રાઇવેટ કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો સુરિન્દર (ઉ.વ. 25) પત્ની રત્ના (ઉ.વ. 23)ને બેડરૂમમાં પલંગ ઉપર બાહુપાશમાં જકડીને આ સીરિયલ નિહાળવામાં ખોવાઇ ગયો હતો. ‘સચ કા સામના’ સીરિયલનું સમાપન થયું ત્યારે જે કંઇ રજૂઆત થઇ હતી તેનાથી અભિભૂત બનેલા સુરિન્દરે પત્ની રત્ના સમક્ષ આવી જ રંગીન રમત રમવાની રજૂઆત કરી હતી. જોકે, રત્નાએ ત્યારે પોતાની નામરજી તથા અણગમો વ્યક્ત કર્યો હતો. આમ છતાં પતિના હઠાગ્રહ તથા દુરાગ્રહ સામે તેણે નમતું જોખ્યું હતું. આ પછી બંનેએ એકબીજા સમક્ષ તેમના મનના અજાણ્યા ખૂણામાં વર્ષોથી ધરબી રાખેલી ગુપ્ત વાતો રજૂ કરીને હૈયાનો ભાર હળવો કરવા પ્રયાસ કર્યા હતા. બેડરૂમમાં એકબીજા સાથે મનમાં છુપાવી રાખેલા ભેદભરમને ઉઘાડા કરવા કોઇ ‘એન્કર’ની હાજરી નહોતી. બસ, પતિ-પત્ની એકબીજાને જાતજાતના-ભાતભાતના પ્રશ્નો પૂછીને તેમના મનનો તાગ મેળવવાની કોશિશ કરતા હતા. પત્ની રત્નાએ કાર્યક્રમની શરૂઆત કરી ત્યારે સુરિન્દરે અનેક પ્રશ્નોના જવાબ સાહજિકતાપૂર્વક આપીને પત્નીની શંકા-સંદેહ દૂર કરવા કોશિશ કરી હતી. ત્યાર બાદ સુરિન્દરનો પ્રશ્નકર્તા તરીકે વારો શરૂ થયો હતો. આ વખતે સુરિન્દરે અનેકવિધ વિચિત્ર પ્રશ્નો રજૂ કરીને પત્નીને મૂંઝવી નાખવાની હરકત કરી હતી. આવા પ્રશ્નોના જવાબ આપવામાં ક્ષોભ અનુભવી રહેલી રત્નાએ ત્યારે આવો ખેલ અહીં જ ખત્મ કરવા સુરિન્દરને વિનંતી કરી હતી. જોકે, સુરિન્દરે તેની જીદ પકડી રાખતાં રત્ના લાચાર બની ગઇ હતી. સુરિન્દરે પૂછેલા પ્રશ્નો દરમિયાન રત્નાએ તેનાં લગ્ન પૂર્વેના એક યુવક સાથના અતિ નિકટતમ પ્રણયસંબંધોની કબૂલાત કરી હતી. એટલું જ નહીં, આ યુવક સાથેના શારીરિક સમાગમ સંબંધોમાં તે ગર્ભવતી બની હતી અને ઉદરમાં ઉછરી રહેલા નવજાત શિશુનો ગર્ભપાત કરાવી લેવાની પણ કબૂલાત કરી હતી. ત્યાર બાદ પતિ-પત્ની પલંગ ઉપર નિદ્રાધીન થઇ ગયા હતા. બીજા દિવસની સવારનું આગમન થયું ત્યારે પલંગ ઉપર સુરિન્દરને નહીં નિહાળતા રત્ના તે ક્યાં ગયો? તે વિચારથી મૂંઝાઇ ગઇ હતી. કદાચ ટોઇલેટમાં ગયો હશે, તેવું વિચારીને તેણે બેડરૂમની બહાર પગ મૂક્યો ત્યારે બેઠકરૂમનો નજારો નિહાળતાં જ ‘હે ભગવાન... આ શું થઇ ગયું?’ તેવો પોકાર પાડીને હૈયાફાટ આક્રંદ કરતાં ભોંય ઉપર ફસડાઇ પડી હતી. બેઠકરૂમના સીલિંગ ફેન સાથે રત્નાની સાડીનો એક છેડો બાંધીને વહેલી પરોઢના સુરિન્દરે બીજા છેડાથી ગળાફાંસો ખાઇને જીવતર ટૂંકાવી દીધું હતું. પંખાના દાંડિયા સાથે દોરડાનો છેડો બાંધીને બીજા છેડા ઉપર ગળાફાંસો ખાધેલી હાલતમાં સુરિન્દરની લાશ લટકી રહી હતી. આપઘાતની આ કરુણ ઘટના પાછળની દુ:ખદ કથા ત્રીજા દિવસે રત્નાના કાકાએ પોલીસની પ્રાથમિક તપાસમાં રજૂ કરી હતી. જેમાં ‘સચ કા સામના’ ટી.વી. સીરિયલને વશ થઇને બંનેએ ખેલેલી રમતની વાત હતી. {

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો