તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંદાઝે બયાં:કોરોના કપલની દાસ્તાન: જોડે રહેજો હો રાજ!

સંજય છેલ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજે બધાંને હેલ્થની પડી છે, એક જ વાતની ફિકર છે કે આવા સમયમાં કેમ જીવી જવું.. કેમ એક એક શ્વાસ લેવો?

ટાઇટલ્સ શ્વાસ નહી, વિશ્વાસ ખૂટયા છે (સોશિયલ મીડિયા) એક પત્રકાર, 100 વર્ષના વૃદ્ધનો ઇન્ટરવ્યૂ કરવા ગયો અને એમની હેલ્થના રહસ્ય વિશે પૂછ્યું. પેલા શતાયુ વડીલે કસરત, યોગ, આહાર-વિહાર અને ખાસ તો વ્યસનોથી દૂર રહેવા વિશે સલાહો આપી. ત્યાં તો બાજુના કમરામાંથી ધડામ્ દઇને આવાજ આવ્યો. પત્રકાર ગભરાઇ ગયો અને પૂછ્યું,‘શું થયું થયું?’ ત્યારે 100 વર્ષનાં વૃદ્ધે અકળાઇને કહ્યું,‘કાંઇ નહીં! એ તો મારો 120 વર્ષનો બાપ પડી ગયો હશે..સમજતો જ નથી! રોજ બે પેગ પીને ધમાલ કરે છે!’ પત્રકાર ધીમેકથી પૂછ્યું, ‘તમારા 120 વર્ષના બાપુજી મને ઇન્ટરવ્યૂ આપશે?’ ત્યારે દીકરાએ જવાબ આપ્યો, ‘ના, બાપુજી મીડિયાથી દૂર રહે છે એટલે જ આજે 120 વર્ષનાં થયા છે!’ આજે મીડિયામાં ઠેર ઠેર મોતના તાંડવના ડરામણાં સમાચારો આવે છે. આંકડાઓ, આપદાઓ અને અરેરાટીઓ જોઇને સૌનો જીવ મુંઝાય છે. ક્યાંક સિસ્ટમ પર આક્રોશ છે, તો ક્યાંક સરકારનો પાંગળો બચાવ છે. ભલભલાની માનસિક શાંતિ હવા બની ગઈ છે, બધી ફિલોસોફી કે સૂફિયાણી વાતો જૂઠી લાગે છે. પોઝિટિવ થિંકિંગ કે પોઝિટિવ ન્યૂઝની વાતો પલાયનવાદ લાગે છે. આજે બધાંને હેલ્થની પડી છે, એક જ વાતની ફિકર છે કે આવા સમયમાં કેમ જીવી જવું.. કેમ એક એક શ્વાસ લેવો? ક્યાંક 20-30 વર્ષના જુવાન સંતાનો સામે રડતાં મા-બાપ દેખાય છે, તો ક્યાંક આખા પરિવારને અગ્નિદાહ આપીને થાકી ગયેલા સંતાનો દેખાય છે. આવા કારમા કાળ વચ્ચે હસી લેવું કે પળભર હસી નાખવું પણ સહેલું નથી રહ્યું. આવા કપરા સમયમાં પણ ખરેખર એક અમેઝિંગ કે અજીબ ન્યૂઝ મળી આવ્યાં. મહારાષ્ટ્રનું લાતુર શહેર ભૂકંપ અને મહારાષ્ટ્રના સીએમ વિલાસરાવ દેશમુખ અને એમના અભિનેતા દીકરા રીતેશ દેશમુખ માટે મશહૂર છે. એ લાતુર પાસે કોટગાંવમાં સુરેશ ચૌહાણ નામના માણસનાં મા-બાપ કોરોનામાં સપડાયાં. બાપ ધેનુ ચૌહાણની ઉંમર 105 વર્ષ ને માતા મોતાબાઇની ઉંમર 95 વર્ષ! પછી તો આખો પરિવાર પણ કોરોનાની ચપેટમાં આવ્યો. આવામાં આખા ગામે સલાહ આપી કે આ ઉંમરે મા-બાપને હોસ્પિટલમાં મોકલવાની કોઇ જરૂર નથી. મા-બાપની ઘરમાં જ સારવાર કરો, પણ દીકરા સુરેશે, લાતુરની વિલાસરાવ દેશમુખ મેડિકલ ઇન્સ્ટિટ્યુટમાં મા-બાપને દાખલ કર્યાં. બેયની હાલત વધારે કથળી! આ 105 વર્ષના બાપ અને 95 વર્ષની માતાને છેવટે આઇસીયુમાં ખસેડવાં પડ્યાં. આખા ઘરે અને ગામે એમનાં નામનું મનમાં તો નાહી જ નાખેલું..પણ આ કપલ નવ દિવસ આઇસીયુમાં સારવાર લઇને હસતાં હસતાં ગામ પાછાં આવ્યાં! ડોક્ટરો કહે છે, પહેલા સ્ટેજમાં જ તરત ટેસ્ટ કરાવ્યો અને સમયસર સારવાર મળી એનું આ ફળ છે! ઇંટરવલ: મૌત,તુ એક કવિતા હૈ (ગુલઝાર) વળી આ ઉંમરે વયોવૃદ્ધ કપલના બચી જવા પાછળ બીજું એક કારણ હોઇ શકે છે. પોતે બીમાર એવો દીકરો સુરેશ ગામથી 3 કલાક દૂર આવેલી હોસ્પિટલમાં મા-બાપને મળવા જતો, ત્યારે બાપુજી રોજ પૂછતાં કે ક્યારે રજા અપાશે? અને દીકરો કહેતો કે બસ કાલે ઘરે પાછાં! કદાચ આ આશાએ 106 વર્ષના બાપ અને 95 વર્ષના માતાની જીજીવિષા ટકાવી રાખી હશે! હુ નોઝ? કદાચ જીજીવિષાથી મોટી કોઇ દવા નથી! વળી, કોટગાંવના લોકો કહે છે કે 105 વર્ષના આ ધેનુ ચૌહાણે ગામ માટે ખૂબ સારા કામ કર્યાં છે. આવા સત્કાર્યોનું ફળ મળ્યું હશે! આજે જે સેવાભાવી સંસ્થાઓ કે લોકો સત્કાર્ય કરી રહ્યાં છે એમને સલામી આપતો આ દાખલો છે! છેલ્લે હેલ્થ સાચવવા વિશે આડવાત: એક માણસે ડોકટરને પૂછયું,‘જો હું રોજ ચાલવા જાઉં, સમયસર સૂઈ જાઉં, યોગ કરું, તામસિક ખોરાક કે વ્યસનોથી, કામવાસનાથી દૂર રહું.. તો લાંબુ જીવન મળે?’ ડોકટરે કહ્યું,‘એ ખાત્રી નથી, પણ જીવન લાંબુ લાગશે ખરું!’ એંડ ટાઇટલ્સ: આદમ : ઊંંડા શ્વાસ લે છે? ઇવ : ના, હવાને ગણું છે! { sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો