મોન્સૂન એન્ડ હેલ્થ:સતત માથું દુ:ખે છે? તો ક્યાંક આ જીવલેણ બીમારી તો નથી?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અસહ્ય ગરમી અને ભેજને કારણે શરીરમાંથી પરસેવો બહાર નીકળે છે. એનાથી શરીરમાં પાણી ઘટી જાય છે. આવામાં જો વ્યક્તિ પાણી ઓછું પીવાનું રાખે તો તેને સીવીટી (CVT-સેરેબ્રલ વેનસ થ્રોમ્બોસિસ) બીમારી થવાનું જોખમ ખૂબ જ વધી જાય છે. એટલે કે મગજની સેરેબ્રલ નસમાં લોહી ગંઠાઈ જાય છે. સીવીટી એ ખૂબ જ જીવલેણ બીમારી છે તેથી સમયસર તેની સારવાર કરાવવી બહુ જરૂરી છે. આમ તો લોહીનો ગઠ્ઠો શરીરના કોઈ પણ હિસ્સામાં જામી શકે છે, પણ જો આ લોહીનો ગઠ્ઠો મગજની નસોમાં જામી જાય તો પરિસ્થિતિ અત્યંત ગંભીર ગણાય. એના કારણે મગજ ઉપર વધારે પ્રેશર આવે છે. સ્ટ્રોકનો હુમલો થઈ શકે છે ઉપરાંત આ અવસ્થામાં વારંવાર બેભાન થઈ જવાય છે. આવી સમસ્યા હોય ત્યારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. સ્ત્રીઓમાં સીવીટી થવાનું જોખમ વધુ પુરુષો કરતાં મહિલાઓમાં સીવીટી થવાના ચાન્સીસ વધારે રહેલા છે. એનું કારણ છે કે મહિલાઓમાં હોર્મોન ચેન્જીસ વધુ જોવા મળે છે. આ ઉપરાંત કોઈ સ્ત્રી હોર્મોનલ પિલ્સ, કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ કે ગર્ભનિરોધક દવાઓ લઈ રહી હોય કે પછી કોઈ સ્ત્રીની ડિલીવરી થઈ હોય કે એબોર્શન થયું હોય તો એ સ્ત્રીઓમાં પણ સીવીટી થવાની શક્યતાઓ વધી જાય છે. સીવીટી થવાનાં અન્ય કારણો નવજાત શિશુમાં ડિહાઈડ્રેશન અને કાનમાં ચેપ લાગવો પણ સીવીટીનું મુખ્ય કારણ બને છે. અન્ય કારણોમાં પ્રોટીનની ઊણપ, માથામાં ઈજા, સ્થૂળતા, કેન્સર અને ટ્યૂમર વગેરેનો સમાવેશ થાય છે. માઈગ્રેનની દવા લેવામાં મોડું ન કરવું ભેજવાળા વાતાવરણમાં અને તડકામાં ઘણાં લોકોને માથાનો દુખાવો થાય છે. કેટલાંક લોકોમાં આ સામાન્ય દુખાવાને બદલે માઈગ્રેન પણ હોઈ શકે છે. માઈગ્રેનનો દુખાવો ધીમે ધીમે વધે છે. એમાં માથાના દુખાવા સાથે ઊલટી પણ થાય છે. ઊલટી થયાના થોડા સમય પહેલાં પેઈનકિલર લીધી હોય પણ તે શરીરમાં ન ઓગળવાથી દવાની અસર થતી નથી. તેથી દુખાવાને કાબૂમાં લેવા માટે ઝડપથી દવા લેવી. આ દવાઓની સાઈડ ઈફેક્ટ્સ નથી. એનાથી ફક્ત વજન વધે છે. જે લોકોને મહિનામાં બેથી વધુ વાર આવી સમસ્યા થઈ હોય તેમને પ્રોફાઈલ એક્ટિવ દવા આપવામાં આવે છે. આ દવાઓ લેવાથી માઈગ્રેન એટેકની ફ્રીકવન્સી ઘટે છે.

ભેજનું પ્રમાણ વધ્યા પછી વરસાદ આવવાથી અચાનક તાપમાનમાં ઘટાડો જોવા મળે છે. આ રીતે તાપમાનમાં ઘટાડો થવાથી તરસ ખૂબ જ ઓછી લાગે છે. એ કારણે જેટલું પાણી પીવું જોઈએ તેટલું પીવાતું નથી. પરંતુ આ મોસમમાં તરસ ન લાગે તોય પાણી તો અચૂક પીવું જ જોઈએ કે જેથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે અને અન્ય બીમારીઓથી બચી શકાય.

સવારે આદું અને તુલસીવાળી ચા પીવો. }બ્રેકફાસ્ટમાં નટ્સ, એક સફરજન અને નવશેકું દૂધ લો. સફરજનમાંથી ફાઈબર મળે છે. દૂધમાં હળદર અને સૂંઠનો પાઉડર મિક્સ કરીને પીવું જોઈએ. તે ઈન્ફેક્શનથી પણ બચાવશે. નટ્સ પલાળ્યા વિના લઈ શકાય. }વરસાદની સીઝનમાં પિત્તનું પ્રમાણ વધી જાય છે. એસિડિટી અને ગેસ્ટ્રિક સમસ્યાઓ પણ થઈ શકે છે. તેથી આ ઋતુમાં ખાસ કરીને ફણગાવેલાં કઠોળ ખાવાં જોઈએ. એનાથી એસિડિટી દૂર થાય છે. }બપોરે જમ્યા પછી છાશ પીવી. છાશમાં શેકલા અજમાનો પાઉડર મિક્સ કરવો. તે એન્ટી-વાઈરલ અને એન્ટી-ઈનપ્લેમેટરી છે. બીજી રીતે પણ અજમાનું સેવન કરી શકાય. }સાંજે ટામેટાં, લસણ, આદુંનો સૂપ બનાવો. તે ઈમ્યુનિટી વધારે છે. }ડિનરમાં વેજિટેબલ દલિયા અથવા દાળ ખાઓ. }સૂતાં પહેલાં સૂંઠ કે સૂકી દ્રાક્ષ સાથે દૂધ પીવો. }આ સીઝનમાં બાળકો લિક્વિડ ઓછું લેતાં હોય છે. એ કારણે તેમનામાં કબજીયાતનું પ્રમાણ વધારે જોવા મળે છે. તેથી રાત્રે તેમને અજમો અને ગોળનું પાણી પીવડાવો.

અન્ય સમાચારો પણ છે...