તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેનેજમેન્ટની abcd:ગ્રાહકને ગર્લફ્રેન્ડ ગણો

3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સિમિલારિટીની ટેક્નિક અજમાવવા માટે ગ્રાહકની પસંદગીનું કમ્યૂનિકેશન કરો, પ્રમોશન કરો

- બી.એન. દસ્તૂર

તમારા દિલ-દિમાગ ઉપર દક્ષા છવાઇ ગઇ છે. તમને કેરી અને કેળાં પસંદ હતાં. હવે દાડમ અને દ્રાક્ષ પસંદ છે. ગુલાબને બદલે ડેફોડિલ્સ અને મોગરાને બદલે હવે ડેઝી પસંદ છે. પસંદગીના કવિ દલપતરામ છે, પસંદગીનો રાગ દરબારી છે, પસંદગીનું અખબાર દિવ્ય ભાસ્કર છે. દિલ અને દિમાગ ઉપર ‘દ’ની દક્ષાની દાદાગીરી છે. પણ…

પણ સમસ્યા એ છે કે દક્ષા રાકેશની ગર્લફ્રેન્ડ છે. એ બંને વચ્ચે બ્રેક-અપ થાય એવી શક્યતા દેખાતી નથી. બાધા રાખવાથી કંઇ ઊપજવાનું નથી. શું કરવું જોઇએ, શું કરવાની જરૂર છે એનો વિચાર કરવાની જરૂર છે. સંબંધો બાંધવા, વધારવા અને નિખારવા માટે સોશિયલ સાયકોલોજીમાં ચંદ રસ્તાઓ છે. પ્રોપિનક્વિટી, (Propinquity), સિમિલારિટી, પોઝિટિવ સ્ટ્રોક્સ અને ક્રિએટિવિટી એ રસ્તાઓ સ્માર્ટલી અજમાવો. સાદી ભાષામાં પ્રોપિનક્વિટી એટલે નાતો બાંધવાની કળા, જે બે શરતોને આધીન છે : - વારંવારની મુલાકાત. - દરેક મુલાકાતે, બંને પક્ષને આનંદ આવે તેવો માહોલ. તમારે દક્ષાને મળવાના બહાના શોધવાના છે, બને એટલી વાર એની મુલાકાત કરવાની છે અને દરેક મુલાકાતમાં અચ્છો માહોલ બનાવવાનો છે. સિમિલારિટી અજમાવવા તમારે દક્ષાને શું પસંદ છે તે શોધી, એની પસંદગીનું વર્તન કરવું પડશે. દક્ષાને સ્મિત, પ્રશંસા, મદદ જેવા પોઝિટિવ સ્ટ્રોક્સ આપવા પડશે. સોશિયલ સાયકોલોજીનો એક સિદ્ધાંત છે, રેસિપ્રોસિટી (Reciprocity). સામેની વ્યક્તિ તમારો પોઝિટિવ સ્ટ્રોક રેસિપ્રોકેટ કરશે - તમને એ પોઝિટિવ સ્ટ્રોક આપવા મજબૂર બનશે. દક્ષાને આકર્ષવા માટે તમારે ક્રિએટિવ બનવું પડશે. ચીલાચાલુ રસ્તા ઊંચા મૂકી, કંઇક નવું કરવું પડશે. આ બધું કરશો તો દક્ષા રાકેશને છોડી તમારા હાથમાં આવશે એવી ગેરંટી નથી, પણ તમે એને માટે એક અગત્યના ઓલ્ટરનેટિવ, વિકલ્પ બની જશો. રાકેશ સાથે કંઇ વાંકું પડે તો તમે હાજર છો. તમારે દક્ષાને સિડ્યુસ (Seduce) કરવાની છે, તમારા તરફ આકર્ષવાની છે. અને…

આવી જ ટેક્નિક તમારે તમારા ગ્રાહકો ઉપર અજમાવવી પડશે. એમને સિડ્યૂસ કરવા પડશે. આજના ગ્રાહક પાસે મલ્ટિપલ ચોઇસ છે. જે તમે વેચો છો એ જ પ્રોડક્ટ, એવી જ સર્વિસ આપનારા એક માગો તો એકવીસ છે. ગ્રાહકની અપેક્ષાઓ આસમાનને આંબે છે. એને સંતોષ આપવાથી, ડિલાઇટ કરવાથી આજે ઝાઝું ઊપજતું નથી. એને તમારે સિડ્યૂસ કરવો પડશે - ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડની જેમ. આપણે જોયેલી સોશિયલ સાયકોલોજીની ટેક્નિકો અજમાવવી પડશે. તમારી પ્રોડક્ટ/સર્વિસ માટે સેગમેન્ટ શોધો અને એ સેગમેન્ટમાં કોને ટાર્ગેટ કરવા એ નક્કી કરો. હવે અજમાવો પ્રોપિનક્વિટી.

પસંદ કરેલા પ્રોસ્પેક્ટ સાથે એકધારું કમ્યુનિકેશન કરો. કમ્યૂનિકેશન કરવાની બને એટલી વધારે ચેનલો પસંદ કરો અને દરેક કમ્યૂનિકેશનમાં તમારી પ્રોડક્ટ/સર્વિસના ફાયદાઓ બતાવતા રહો. એ યાદ રાખો કે ગ્રાહક પ્રોડક્ટ ખરીદતો નથી, એની સમસ્યાનું સમાધાન ખરીદે છે. સિમિલારિટીની ટેક્નિક અજમાવવા માટે ગ્રાહકની પસંદગીનું કમ્યૂનિકેશન કરો, પ્રમોશન કરો. એને પોઝિટિવ સ્ટ્રોક્સ આપો, આપતા રહો. તમારા કમ્યૂનિકેશનમાં ક્રિએટિવિટી અને ઇનોવેશન લાવો. એવું કંઇક કરો કે લોકો તમારી વાતો કરે. અમદાવાદના એક રેસ્ટોરાંએ છ ફૂટનો ઢોંસો બનાવ્યો અને ચા વેચનારે રાજકોટથી દૂધ ઇમ્પોર્ટ કરવાની વાત વહેતી મૂકી તે યાદ કરો. ટૂંકમાં, ગ્રાહકને ગર્લફ્રેન્ડ ગણો. એને સિડ્યૂસ કરો. થોરામાં ઘનું. baheramgor@yahoo.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો