જાણવું જરૂરી છે:ગર્ભાવસ્થામાં સેક્સ કરી શકાય?

ડૉ. પારસ શાહએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું સુરતનો વતની છું. મારી ઉંમર બાવીસ વર્ષની છે. જાતે બ્રાહ્મણ છું. મારા શિશ્નની અગ્રત્વચા પાછળ જતી નથી. તમે એક વખત લેખમાં જણાવેલું કે આના માટે સુન્નતનું ઓપરેશન કરાવવું પડે. જાતે બ્રાહ્મણ હોવાથી ઘરવાળા આ ઓપરેશનની ના પાડે છે. આ ઓપરેશનનો ખર્ચ શું થાય? મારાં લગ્ન ત્રણ મહિના પછી છે. તો મારે પછી શું સંભાળ રાખવાની જરૂર છે તે પણ જાણાવશો? ઉકેલ : સુન્નતનું ઓપરેશન બે પ્રકારે થાય છે. એક સંપૂર્ણ સુન્નત કે જેમા ધાર્મિક કારણોસર આગળની અગ્રત્વચા જન્મ પછી થોડાક દિવસોમાં દૂર કરવામાં આવે છે અને ઘણીવાર અગ્રભાગ અને નીચેના ભાગને જોડતી ચામડી જેને મેડિકલ ભાષામાં ફેનમ કહેવામાં આવે છે. જે અમુક વ્યક્તિઓમાં ટૂંકી હોય છે. આવી વ્યક્તિઓમાં આ ચામડી પ્રથમવાર સંભોગ વખતે તૂટી જવાની સંભાવના રહેલ છે. જો માત્ર આ ચામડી દૂર કરવામાં આવે તો તેને હિન્દુ સુન્નતનું ઓપરેશન કહેવામાં આવે છે. ડોક્ટરી તપાસ બાદ જ નક્કી કરી શકાય કે આપના માટે કયું ઓપરેશન કરી શકાય. આ ઓપરેશનમાં દસ મિનિટ જેટલો સમય લાગે છે અને હવે તો નવી લેસર પદ્ધતિથી પણ ઓપરેશન શક્ય બન્યું છે. લેસર ટેક્નિક દ્વારા કરવામાં આવેલ ઓપરેશનમાં ટાંકા લેવા પડતા નથી, જેથી કોઈ જ ડ્રેસિંગની જરૂર પણ રહેતી નથી. આ પદ્ધતિમાં બ્લીડિંગ પણ બિલકુલ થતું નથી જેથી ઇન્ફેક્શન લાગવાની શક્યતા નહિવત બની જાય છે. ઓપરેશન કર્યા પછી પેનિસનો આકાર પણ ખૂબ જ સુંદર લાગતો હોય છે અને ચાર કલાકમાં તમે ઘરે જઇ શકો છો. તમે બીજા દિવસથી તમારું રુટિન વર્ક કરી શકો છો. આ ઓપરેશન બાદ આશરે દોઢ મહિના સુધી જાતીય જીવનથી દૂર રહેવું જોઇએ. બાકી બીજી કોઇપણ તકેદારીની જરૂર નથી. પ્રશ્ન : મારા પત્નીની ઉંમર આશરે 35 વર્ષની છે. અમારાં લગ્નને 11 વર્ષ થયાં છે અને અમારે ત્રણ બાળકો છે. સૌથી નાનું બાળક પાંચ વર્ષનું છે અને હવે અમારે બીજાં બાળકો જોઈતાં નથી. મારે આપની પાસે એ સલાહ લેવી છે કે અમારે ફેમિલી પ્લાનિંગ માટે કોપર ટી મૂકાવવી જોઈએ કે પત્નીનું ઓપરેશન કરાવવું જોઈએ? અમે જો ઓપરેશન કરાવીએ તો અમારું જાતીય જીવન ફરી ક્યારે શરૂ કરી શકીએ છીએ? ઓપરેશન કરાવ્યા પછી મારા પત્નીને સેક્સમાં ઈચ્છા ઓછી તો નહીં થઈ જાય ને? ઉકેલ : આપના પત્નીની ઉંમર 35 વર્ષ થઈ ગઈ છે અને તમારે બીજા બાળકની હવે જરૂર નથી. માટે તમારા માટે બંને રસ્તાઓ યોગ્ય છે. આજની તારીખમાં નવી આવેલી કોપર ટી ખૂબ જ અસરકારક છે અને એકવાર મૂકાયા પછી પાંચ વર્ષ સુધી બદલાવી પડતી નથી. પરંતુ અમુક સ્ત્રીઓને કોપર ટી માફક આવતી નથી. તો તેમને આ કોપર ટી પાછી કઢાવી લેવી પડે. જેટલી કોપર ટી મૂકવી સરળ છે એટલી જ એને ફરી પાછી દૂર કરવી પણ સરળ છે. બીજો રસ્તો પણ એટલો જ સરળ અને સચોટ છે. આજના સમયમાં દૂરબીન દ્વારા સ્ત્રી નસબંધીનું ઓપરેશન થતું હોય છે. સ્ત્રી થોડા જ કલાકમાં ઘરે પાછી જઈ શકતી હોય છે અને એનું રૂટિન ઘરકામ કરી શકતી હોય છે. સ્ત્રી નસબંધીમાં એમની ફેલોપિયન નળીના બે છેડા કાપી અને બાંધી દેવામાં આવે છે. જેથી કરીને સ્ત્રી બીજ એ ગર્ભાશય સુધી જતું નથી હોતું અને બાળક રહેતું નથી હોતું, જેથી સ્ત્રી નસબંધી કરાવ્યા પછી પુરુષ તરત જ સંબંધ રાખે તો પણ ગર્ભ રહેવાની શક્યતા નહિવત છે. પરંતુ જો 100% સેફ રહેવું હોય તો પ્રથમ માસિક આવે ત્યાં સુધી નિરોધનો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ. એક વખત માસિક આવે પછી ફરીથી કોઈપણ ગર્ભ નિરોધક વાપરવાની જરૂર રહેતી નથી. અહીં એક વાત આપને જણાવું કે સ્ત્રી કરતાં પુરુષ નસબંધી સરળ અને સહેલી છે. પુરુષ નસબંધીથી પુરુષને કોઈ જ નબળાઈ આવતી નથી. તે પહેલાંની જેમ જ જાતીય જીવન પણ પૂરજોશથી માણી શકે છે. આપે અને આપનાં પત્નીએ તમારા સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર જોડે ચર્ચા કરવી જોઈએ. આ બંનેમાંથી કોઈ પણ રસ્તો તમે અપનાવી શકો છો.⬛dr9157504000@shospital.org

અન્ય સમાચારો પણ છે...