ઈમિગ્રેશન:શું રી-એન્ટ્રી પરમિટ લીધા સિવાય ઈન્ડિયા પાછા આવી શકાય?

રમેશ રાવલ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

સવાલ : હું ગ્રીનકાર્ડ હોલ્ડર છું અને મારા મેરેજ થઈ ગયા છે. હું નવ મહિના પછી અમેરિકા જવા માગું છું. શું તે બરાબર છે? અમેરિકાના એરપોર્ટ ઉપર ઓફિસર મારું ગ્રીનકાર્ડ પાછું લઈને સરન્ડર કરાવવાની જબરદસ્તી કરી શકે? મારા હસબન્ડને જુલાઈ 2022માં વિઝિટર વિઝા લેવો છે. તો શું તેમને વિઝિટર વિઝા મળી શકે? -શ્વેતા મહેતા, અમદાવાદ જવાબ: તમે એક વર્ષની અંદર અમેરિકામાં દાખલ થશો એટલે એરપોર્ટ અધિકારી તમારું ગ્રીનકાર્ડ પાછું લઈ શકે જ નહીં. તમે ચોક્કસ ટ્રાવેલ કરી શકો છો. તમારા હસબન્ડને જુલાઈમાં વિઝા મળશે કે નહીં તે અત્યારે કહી શકાય નહીં. એનું કારણ છે કે હાલમાં મુંબઈ કોન્સ્યુલેટમાં વિઝાની ઇન્ટરવ્યૂ ડેટ મળતી નથી. સવાલ : ગ્રીનકાર્ડની અરજી કરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ? મારો પુત્ર અને તેની પત્ની સિટીઝન છે અને તેઓ ફાઈલ કરવા માંગે છે. તો એ માટેના ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ આપશો? -હેમા શાહ, અમદાવાદ જવાબ: ગ્રીનકાર્ડ માટે અરજી નહીં પરંતુ વ્યવસ્થિત એક પિટિશન ફાઈલ ફોર્મ દ્વારા કરવી પડે. એટલું જ નહીં, એની સાથે બીજા ઘણા બધા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા પડે. તેનું લિસ્ટ લાંબું હોવાથી અહીં આપી શકાય નહીં. સવાલ : મારો L-1Aનો ઇન્ટરવ્યૂ છે, પરંતુ મેં આ ઇન્ટરવ્યૂ માટે અગાઉ ત્રણ-ચાર વખત એની ડેટ બદલાવી છે. તો તેની અસર મારા હાલના ઇન્ટરવ્યૂમાં થાય ખરી? - રજત દવે જવાબ: મારા અભિપ્રાય પ્રમાણે જો તમે ચાર વખત ઇન્ટરવ્યૂની તારીખ કેમ બદલાવી તેનાં સચોટ કારણો કે પુરાવા ઓફિસરને બતાવો અને તેની ખાતરી થાય કે તમારી રજૂઆત સાચી અને બરાબર છે તો કદાચ તમને વાંધો નહીં આવે. જોકે, અંતિમ નિર્ણય શું લેવો એ તો અધિકારી ઉપર જ છે. સવાલ : હું અત્યારે અમેરિકામાં રહું છું. મેં I-131 નંબરના ફોર્મ દ્વારા રી-એન્ટ્રી માટે અરજી અમેરિકામાં ફાઈલ કરેલી છે, જેની ફિંગરપ્રિન્ટ પણ 14 એપ્રિલના રોજ થઈ ગયેલ છે. પરંતુ મને હજુ સુધી પરમિટ મળી નથી. તો શું રી-એન્ટ્રી પરમિટ લીધા સિવાય હું ઇન્ડિયા આવી શકું? જ્યારે મારા એડ્રેસ ઉપર પરમિટ આવશે ત્યારે મારા રીલેટિવ કુરિયર દ્વારા મને ઇન્ડિયા મોકલી શકે? આ બાબત શક્ય છે અને કાયદેસર છે? -ચિરાગ પટેલ, USA જવાબ: મારા અભિપ્રાય મુજબ પરમિટ જાતે સાથે લઈને આવવું જ તમારા માટે યોગ્ય રહેશે. કેટલીકવાર ઇન્ડિયા જવાની જે તારીખ ફોર્મમાં જણાવી હોય તે પહેલાં કેટલાંક લોકો તેનાથી વહેલા ઇન્ડિયા જાય છે, તેથી તે લોકોને એમાં મુશ્કેલી થઈ શકે. તમે રૂબરૂ ડિપાર્ટમેન્ટમાં જઈને તપાસ કરી શકો છો. મારા મત મુજબ તમે પાછા અમેરિકા જશો ત્યારે તમારી પરમિટમાં જો અધિકારી પરમિટની તારીખ અને અરાઈવલની તારીખ ચેક કરશે ત્યારે પ્રોબ્લેમ થઈ શકે તે કહેવાય નહીં. સવાલ : મારા હસબન્ડ F-1 વિઝા પતાવીને અમેરિકામાં જોબ કરે છે. મેં માર્ચ 2022માં F-2 અરજી કરી તો કોન્સ્યુલેટમાંથી મેઈલ આવ્યો કે અરજી કેન્સલ થઈ છે અને ફક્ત ઈમરજન્સી વિઝા જ ચાલુ છે. બાકી બધા પ્રકારના વિઝાના સ્લોટ બંધ છે. તો હું શું કરું? -વિરાંગી પટેલ, અમદાવાદ જવાબ: તમારે ફરીથી જ્યારે સ્લોટ ખૂલે ત્યારે એપ્લાય કરવું જોઈએ. તેમ છતાં પણ રોજેરોજ તપાસ કરતા રહેવાથી જો કોઈ તારીખ મળતી હોય તો તે માટે પણ પ્રયત્ન ચોક્કક કરી શકાય. મુંબઈ સિવાય બીજા એટલે કે દિલ્હી, હૈદરાબાદ, કલકત્તા અથવા મદ્રાસ જેવા કોન્સ્યુલેટમાં પણ તારીખ મેળવવાનો પ્રયત્ન કરી જુઓ. કોરોનાના બે વર્ષના લીધે બેકલોગ થવાથી ચોક્કસપણે કહી શકાય નહીં કે ક્યારે સ્લોટ ખૂલશે.

અન્ય સમાચારો પણ છે...