તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાણવું જરૂરી છે:પ્રેગ્નન્સીમાં સેક્સ સંબધ રાખી શકાય?

ડૉ. પારસ શાહએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સમસ્યા : મારી પત્નીની ઉંમર 27વર્ષની છે અને તેને પ્રથમવાર ગર્ભ રહેલો છે. તો મારે સેક્સલાઇફ વિશે જાણવું છે કે અમે કેટલા મહિના સુધી સેક્સ સંબંધ રાખી શકીએ? જો સંબંધ ના રખાય તો તેનાં કારણો જણાવી શકો? ઉકેલ : સામાન્ય રીતે જો સ્ત્રીને કોઇ જ તકલીફ ના હોય જેવી કે પાણી પડવું, સ્પોટિંગ થવું અને કોઇ પણ કારણસર તેમનાં સ્ત્રીરોગ ડોક્ટરે જાતીય જીવનની ના પાડી હોય તો સેક્સથી પૂરા નવ મહિના દૂર રહેવું જોઇએ. જે સ્ત્રીઓને અગાઉ પણ ત્રણ-ચાર વાર ગર્ભપાત થઈ ગયો હોય તેવી સ્ત્રીઓએ પણ ગર્ભાવસ્થા દરમિયાન પૂરા નવ મહિના સુધી પોતાના જાતીય જીવનથી દૂર રહેવું જોઇએ. બાકી જો ઉપર જણાવી તેવી કોઈ પ્રકારની તકલીફો ના હોય તો છેલ્લા દિવસ સુધી પણ તમે જાતીય જીવન માણી શકો છો. સાતમા મહિનાથી સ્ત્રીનાં પેટ ઉપર વજન ના આવે તે આસનોનો પ્રયોગ હિતાવહ છે. અહીં એક બાબત નોંધવી જરૂરી છે કે દરેક કેસમાં સ્ત્રીરોગ ડોક્ટરની સલાહ ચોક્કસ લેવી. તેમની સલાહ બાદ જ આગળ વધવું જોઇએ. સંબંધ ન રાખવાની સલાહ ગર્ભપાત ન થાય એટલા માટે જ આપવામાં આવે છે. સમસ્યા : મારા લગ્ન ત્રણ મહિના પહેલાં જ થયાં છે. ગયા અઠવાડિયે તે મારા ઘરે આવી હતી. એ દરમિયાન મને ખ્યાલ આવ્યો કે તેના પેટના ભાગમાં ચામડી ઉપર સફેદ પટ્ટાઓ દેખાય છે. મેં મારા મિત્રની પત્નીને આ વિશે પૂછી જોયું તો તેણે જણાવ્યું કે પ્રસૂતિ પછી આ પટ્ટા મોટાભાગની સ્ત્રીઓમાં જોવા મળે છે. તો મારી પત્નીને પહેલાં ગર્ભ રહ્યો હશે? આ વાત જાણ્યા પછી મને રાત્રે ઊંઘ નથી આવતી. મારી મૂંઝવણનો સચોટ જવાબ આપવા વિનંતી. ઉકેલ : તમારા મિત્રના પત્નીએ તમને જે જણાવ્યું કે પ્રસૂતિ પછી સ્ત્રીનાં પેટ ઉપર સફેદ પટ્ટાઓ દેખાય એ વાત સાચી છે, પરંતુ તમે એ વાત પણ જાણી લો કે આવા પટ્ટાઓ પડવાનું આ જ માત્ર એક કારણ નથી. આજના જમાનામાં મોટાભાગની છોકરીઓ પોતાની કમર પેન્સિલ જેટલી પાતળી હોય તેમ ઇચ્છતી હોય છે. આ માટે તેઓ સખત ડાયટિંગ કરીને વજન પણ ઊતારે છે. એને કારણે પહેલાં ખેંચાયેલી ચામડી ઢીલી પડે છે અને તેના લીધે પણ પેટના ભાગ ઉપર આવા પટ્ટાઓ દેખાઇ શકે છે. શક્ય છે કે આ નિશાનીઓ શરીરના બીજા ભાગ ઉપર પણ દેખાય. આવા પટ્ટાઓ ડાયટિંગ કરીને વજન ઊતારેલા પુરુષોમાં પણ જોવા મળે છે. કેટલીક વાર સ્ત્રી હોર્મોન્સના પ્રમાણમાં અસાધારણ વધધટ થાય તો પણ આવા પટ્ટા દેખાઇ શકે છે. માટે તમારી પત્નીના પેટ ઉપર જોયેલા પટ્ટાને શંકા અને ચિંતાનો વિષય બનાવવાની જરૂર નથી. લગ્નજીવનની શરૂઆત વિશ્વાસથી થાય તે જરૂરી છે. { dr9157504000@shospital.org

અન્ય સમાચારો પણ છે...