જલ સે કલ:બન્ની વિસ્તારના જળસ્ત્રોતો

3 મહિનો પહેલાલેખક: યોગેશ જાડેજા
  • કૉપી લિંક

વેકરીયા વિસ્તાર જળસ્ત્રોતો અને તેનું વ્યસ્થાપન બન્ની વિસ્તારના જળસ્ત્રોતોને સ્થાનિક તથા બહારથી આવતા સ્ત્રોતોમાં વિભાજિત કરી શકાય. બહારથી આવતા સ્ત્રોતોમાં પાઈપલાઈન તથા ટેન્કરનો સમાવેશ થાય છે. જ્યારે સ્થાનિક સ્ત્રોતોમાં મોટા ભાગે સપાટીય જળસ્ત્રોતોનો સમાવેશ થાય છે. અહીંના સ્થાનિક સ્ત્રોતોની આબોહવાકીય ફેરફારોની સાથે સુસંગતતા કેળવી તેના ઉપયોગ અને જાળવણી એ આ વિસ્તારની આગવી ખાસિયત રહી છે. અહીંના સ્થાનિક સ્ત્રોતોને તેઓની લાક્ષણિકતા તથા તેમના બનવાના પ્રકારથી વર્ગીકરણ જેમાં ‘ઝીલ’ની અગત્યતા સમગ્ર બન્ની વિસ્તારમાં ઘણી જ જોવા મળે છે. આવી જમીનમાં મોટા ભાગે નદીના વહેરા પ્રવાહોથી પાથરેલા હોઈ પ્રમાણમાં તેમાં ખારાશ ઓછી થઈ ગયેલી હોય છે. વળી, તેમાં પાણીનું અનુશ્રવણ થતું હોય છે જે જમીનની નીચે કેટલીક ઊંડાઈ સુધી પાણીનો સંગ્રહ પણ કરી રાખી શકે છે.⬛

અન્ય સમાચારો પણ છે...