તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેનેજમેન્ટની abcd:વિચાર-વાણી-વર્તનની સીમા

બી.એન. દસ્તૂર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

શું, કઈ રીતે, કેટલા સમયમાં, કોની મદદથી કરવું એની સીમાઓ નક્કી કરવી આજે ફરજિયાત છે. નક્કી એ પણ કરવું પડશે કે શું કરવું જોઈએ, શું કરવાની ત્રેવડ છે, શું ન કરવું જોઈએ. આ કરવાથી માનસિક તંદુરસ્તી વધશે, સ્ટ્રેસ ઘટશે, સેલ્ફ એફિકસિમાં વધારો થશે. સેલ્ફ એફિકસિ એવી લાગણી છે કે મારે જે કરવાનું છે તે કરવા માટે મારી પાસે આવડત છે, અનુભવ છે, જ્ઞાન છે, પ્રતિભા છે. તમે સાચેસાચ કેટલાં પાણીમાં છો એનું જ્ઞાન તમારા બીહેવિયર ઉપર અસર કરશે. પરિણામે અન્ય લોકો સાથેની દોસ્તી વધશે. લોકો તમને આદર આપશે, તમને ઉલ્લુ બનાવવાનો પ્રયત્ન કરતા રોકશે. તમારી લાગણીઓ, તમારા વિચારો, તમારી સેક્સ, ધર્મ, રાજકારણ, સમય, શક્તિ વગેરેની એટિટ્યૂડની બાઉન્ડ્રીઝ નક્કી કરશો તો જે કરવાનું છે, જે કરવા જેવું છે તે કરવામાં આસાની રહેશે. શરૂઆત કરો તમારી જરૂરિયાતો અને તમારા હકોના વિચાર કરવાથી. તમે અને હું સામાજિક પ્રાણીઓ છીએ અને આપણા હકો ઉપર સમાજનાં બંધનો હોય છે, પણ તમારા પાયાના હકો તમારી પાસે જ રહેવા જોઈએ. Â તમને જે પસંદ નથી, એવું વર્તન કરવાની ના પાડવાનો હક તમારો પોતાનો છે. Â તમને, તમારા વિચારોને, તમારી માન્યતાઓને આદર-સન્માન મળવા જોઈએ. Â તમારી અને અન્યની જરૂરિયાતો અલગ હોય અને એમાં તાલમેલ ન બેસે તો એ વ્યક્તિથી છૂટા થવાનો હક તમારી પાસે હોવો જોઈએ. Â તમારી ભૂલો, તમારી નિષ્ફળતાઓ માટે તમે જ જવાબદાર છો. Â તમારો સમય, તમારી શક્તિ, તમારા રિસોર્સ તમારી માલિકીનાં છે. બીજાઓની જરૂરિયાતો, અપેક્ષાઓ પૂરી કરવા માટે એ વાપરવાં કે ન વાપરવાં એ નક્કી કરવાનો હક તમારો છે. જિંદગીનો રૂખ નક્કી કરવા માટે તમે જે મૂલ્યો નક્કી કર્યાં હોય તેની જોડે બાંધછોડ કરવામાં સમજદારી નથી. મૂલ્યો સાથે કેટલા પ્રમાણમાં બાંધછોડ કરવી છે એની બાઉન્ડ્રી કરો તો આંધળુકિયાં કરવાથી બચી જશો. જે વ્યક્તિ એના વિચારોની, શબ્દોની, વર્તનની બાઉન્ડ્રી નક્કી કરતી નથી એની સેલ્ફ એસ્ટિમ ગબડી જાય છે. બાળકોને કેટલી સ્વતંત્રતા આપવી જોઈએ એ આજનો સદાબહાર વિષય છે. એમનાં માટે, યોગ્ય સમયે બાઉન્ડ્રી નક્કી કરશો તો બાળકને સ્વતંત્ર નિર્ણયો લેવાની આદત પડવા માંડશે. દિવસના અંતે જે ગેરકાયદેસર, અસામાજિક અને નુકસાનકારક છે એ કરવાની મનાઈ છે. ⬛ baheramgor@yahoo.com

અન્ય સમાચારો પણ છે...