મિઠડ઼ી કચ્છી:બિદડ઼ૅંજી બરુકી ભૉમજા બરુકા કલમકાર કાંતિલાલ ખીમજી પોલડીયા ઉર્ફૅ ‘ કે.કે.’

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

કવિતાજી કલા કુધરતજી ભેટ વે તી, કવિતા, કંઠ નેં કાયા કિસ્મતજોગૅં મિલંધા વૅં તા.ગોઠ બિદડ઼ાવાસી નેં નેં મુંભઈમેં થાણામેં રૉંધલ મૉજીલે સુભાવજા કાન્તીભાઈ કલા તીં કલાકારૅંજા પારખુ ઐં.પૅલી ઑગસ્ટ ઊનઈસૉ ઑગણસઠમેં ઇનીંજો જનમ.અજ ત્રૅસઠમું વરે હલેતો પ માઈતરેંજી ધુવાસેં રતો ટમાટે જૅડો઼ અંઙ ઠા વારો આય.

મૂં જૅડી઼ મલ જૅડી઼ મતારી કાયામેં હીંયારી ભરલ હીંયું નેં માન મૉભત ડીંધલ સખર સજન માડૂ ઇનીંમેં અજ પ કુટમ, પરિવાર સમાજ લાય જાગેતો.ઇનીંકે કવિતા કર હથમેં રાંધ કુડેતી નેં મુંભીયાર સાહિત્યકારેંજી કવિતા ક વાર્તામેં વલો કચ્છ છડેજી પીડા઼ સલારી આય.વાર પિરભૅં,માતાજીજેં જુઆરેંમેં વતનમેં હુભસેં અચેં તડૅં છૅલ્લૅં વીયારૉક વરે થ્યા..

નંધર મે આઉં ઓધરખાંતો

નિંઢપણજા સપના ડિસાંતો

ભેરુએજી મજાક મસ્તી

ને ધક ખાધેલા તરસાંતો

નિંઢપણજા ડીં જ્યાધ અચેંતા

ઉં મસ્તી જા ડીં જ્યાધ અચેંતા

નિંધર મે આઉં ઓધરખાંતો

નઢપણજા સપના ડિસાંતો

ભેરૂબંધેજી જ્યાધ અચેંતી

વડેં તે હીંચકા તરાંમે તાર

વાડી ખેતર મે કોશજે ધાર

મુંજા ભેરૂબંધ જ્યાધ અચેંતા

નિંધર મે આઉં ઓધરખાંતો

નિંઢપણજા સપના ડિસાંતો

ભજે નીશાળથી ભેરુ ભેગાં

મોજ રખડેજી જ્યાધ અચેતી

માસ્તરજા થેપા ને બાપાજી લઠ્ઠ

ઉં માર ખાધેજી જ્યાધ અચેતી

નિંધર મે આઉં ઓધરખાંતો

નિંઢપણજા સપના ડિસાંતો

થિગડે વારી ચંઢી પેરી

હથ મેં જોલી ચોપડેજી ખણી

ઉં નિશાળજા ડીં જ્યાધ અચેંતા

નિંઢપણજા ડીં જ્યાધ અચેંતા

નિંધર મે આઉં ઓધરખાંતો

નિંઢપણજા સપના ડિસાંતો

કાંતિલાલ પોલડીયા(બિદડા-થાણા)

‘બચપન કે દિન ભુલા ન દેના, આજ હઁસી કલ રુલા ન દેના’ જા ઊ નિંઢપણજા ડીં પાંકે વિસર્યા નતા વિસરૅં,તૅંજૅં અમીયલ અનુભવેંજી ધિલકે છૂઈ વૅંધલ હી નામી કવિતા આય.

માડૂજો મન આય જ ઍડો઼ ક ઈ વરતમાનમેં ઓછો વે તો,વિંઞલ વખતનેં અચીંધલ વખતજી પીડા઼મેં અજકે મનસેં માણીંધલ પાંખા વૅં તા.કચ્છી ગઝલનવાઝ જી નામી ગઝલજો શેર આય તીં’ કાલજી ચિંધા વિચમેં અજ ભુલાજી વિઈ ‘ત હિંન કવિતામેં કવિ કાન્તીલાલ’ નિંઢપણજા સપનાં ડિસાંતો’ ચઇનેં સઠનાં બારાં હલંધલ ઉમરકે ઉંન નિંઢપણમેં કોઠી વિઞેંતા. તૅંજો હિકડો઼નેં બરુકો કારણ ક નિંઢપણમેં રાજીયાણૂં જ રૉંણૂં કર જભાભધારી વે તી.નેં માઈતર, ભા ભૅંણ,યાર ધોસ્તારૅંજે ઘેરે વિચ રોજ મનજા મેડા઼ લગા પ્યા વૅં. કચ્છી કવયિત્રી મનિષા અજય વીરા ‘મન’ જા પુસ્તક ‘મનમેડો઼’ નેં ‘મનમૉજ’ ખુસી નાલે રિણકૅંનેં ઇંન નિંઢપણકે ભુલે ઍડો઼ કોય ધુનીયામેં નાંય નકો થીંધો.પ વખતતાં કર તેજી ઘોડ઼ેજો તિખો અસવાર આય.વિચાડો઼ ઘડી઼યાલ ખોભરે સવા સિજ ભેરો પલપલ સટ કઢેનેં નિંઢપણ સૉંણૂં ભની વિંઞે.અખીયૅં જૃુકો ડિઠૉં,મન જુકો માંણેં..ઈ ભલા ભુલાજે? કવિ ડયારામજી ગુરબી સંભરે ‘રે ઝઘડો લોચન મનનો’ સે નિંઢપણજી માઈતરૅંજી લાગણી નેં લોસ વિસર્યા ન વિસરૅંનેં ઇનીં સુખૅંકે સારીંધે કવિ ચૅંતા:’ નિંધરમેં આંઊં ઓધરખાંતો ‘મિઠી નિંધરમેં પ સૉંણાં નિંઢપણજા અચૅંતા.

ભેરુંએં ભેરા તરાજી પારતેં રમ્યાનેં વાડી઼તૅં કોસ હલંધા વા,મિઠો નાઈયર નીર જૅડો઼ પાણી વડી કૂંઢી મિંજા નિંઢી કૂંઢીમેં છણે તડૅં ઇંનજી ધારાવડી઼જો ડેખાવ...અહાહા..કવિજી નજરનેં નજારા કર પાંજા મન હેરે ગિનેંતાનેં મન સટ કઢીનેં બિદડૅ઼જીયેં વાડી઼યૅંમેં પુજી વિઞેતો.નીસાડ઼મિંજા ભજીનેં કેયલ મૉજ જાધ પૅતી.નેં માસ્તરૅંજી ધુવા જૅડી઼યૂં લપણૂં નેં બાપાજી લઠ જાધ અચેંતા.અગડી઼વારી ચંઢીનેં ભણેજી થીલી...કવિ કે ઊ ડીંયડા઼ જાધ અચૅતા ક ટૂંકે લમૅં હલાઈંધા વા ઈ અજ મુંભઈમેં બંગલૅં ગાડીએંજા માલિક ઐં,ઈ ભરકત હુંન નિંઢપણજીયેં ખુસીયેંમેં આય.નેં સુમીંનેં પડર પુરજેંનેં અખીયેંમેં નિંઢપણ રાંધ કુડણ લગેતો..તડૅં પુઠીયા રઈ વેયલ વખતકે મનજે પટતૅં ફિરી જાધ કરાઈંધલ હિંન કાવમેં વખતજા રુપક, સરલ સૉખા સબધ, હીંયેંકે છૂંધલ સચા વરણનનેં સૉંણાં નૅરેજી લુછસેં છિલલ કાવ ડીંધલ કવિ કાન્તીલાલ પોલડી઼યા વટા હૅડી઼યેં કવિતાએંજો સજો પુસ્તક મિલે ઍડી઼ ઉમેધ રખૉં નેં ઇંનજો વીમોચન ઉનીં જ બિદડ઼ૅંજીયેં વાડી઼યૅં મેં રખૉં.કુરો ચૉ તા?

અન્ય સમાચારો પણ છે...