લાંબું અને સ્વસ્થ જીવન જીવવા માટે અને હંમેશાં સ્વસ્થ રહેવા માટે શરીરની બાયોલોજિકલ ક્લોક ડિસ્ટર્બ ન થાય તે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે જો બાયોલોજિકલ ક્લોક ડિસ્ટર્બ થઈ જાય તો શરીરની તમામ મેટાબોલિક ક્રિયાઓની ક્લોકમાં ગરબડ ઊભી થઈ જાય છે. તેથી આ ક્લોકને પરફેક્ટ રાખવા માટે યોગ્ય સમયે અને એ પણ ધીમે ધીમે શાંતિથી ભોજન કરવું જોઈએ. બ્રેકફાસ્ટમાં વધારે, બપોરના સમયે માપસર અને રાત્રે થોડો હળવો ખોરાક લેવો જોઈએ, પણ આપણે બિલકુલ આનાથી વિપરીત જ કરીએ છીએ. આ કારણે સ્થૂળતા, ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની સમસ્યાઓ વધે છે. એમાં પણ ખાસ કરીને જેટ લેગ લોકોમાં આવી તકલીફ સૌથી વધુ જોવા મળે છે. જેટ લેગ એટલે આમ તો જે લોકો વિદેશ પ્રવાસ વધુ કરતા હોય તેમણે જુદા જુદા ટાઈમઝોનમાંથી પસાર થવાને કારણે આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ કોવિડ પછી આ સમસ્યા ખૂબ જ વધી છે, કારણ કે કોવિડને લીધે લોકોમાં સોશિયલ જેટ લેગનું પ્રમાણ વધ્યું છે. આ દરમિયાન તેમણે ઝૂમ, ટીવી તેમજ નેટફ્લિક્સ ઉપર વધારે સમય વીતાવ્યો હોવાથી તેમની દિનચર્યામાં શિથિલતાને કારણે બાયોલોજિકલ ક્લોક ડિસ્ટર્બ થઈ ગઈ. આ લોકોમાં ડાયાબિટીસ અને બ્લડપ્રેશર વધતું જોવા મળ્યું. આનાથી બચવા માટે 7 કલાકની ઊંઘ અને એ સાથે કસરત કરવી પણ જરૂરી છે. ડો. શશાંક જોશી, પૂર્વ અધ્યક્ષ, ઈન્ડિયન કોલેજ ઓફ ફિઝિશિયન, સિનિયર કન્સલ્ટન્ટ એન્ડોક્રાઈનોલોજીસ્ટ
ભારતમાં નાની ઉંમરમાં ઘણાં બધાં લોકોમાં ડાયાબિટીસની તકલીફ જોવા મળે છે. આનું સૌથી મોટું કારણ તો એ છે કે, જન્મથી જ બાળકોમાં ફેટની ટકાવારી વધારે હોય છે. એમનું વજન લગભગ 2.8 કિલોગ્રામ હોય છે, જ્યારે અમેરિકા, યુકે, યુરોપિયન, બ્રિટિશ બાળકોમાં વજન સવા ત્રણ કિલોગ્રામ હોય છે. છતાં એમનામાં 15 ટકા ફેટ હોય છે. તેથી પ્રેગ્નન્સી દરમિયાન બાળકને સંપૂર્ણ પોષકતત્ત્વો મળે અને એમાં ફેટ ન બને એ જરૂરી છે. આ માટે પ્રેગ્નન્સી વખતે સૌપ્રથમ તો મા સ્વસ્થ હોય તે વધારે જરૂરી છે. હાલમાં જોવા મળે છે કે કુપોષિત અને વધારે વજન ધરાવતી સ્ત્રીને ઓછા વજનવાળું બાળક અથવા પ્રીમેચ્યોર બાળક જન્મે છે. એ કારણે એ બાળકોમાં ફેટ વધારે અને વજન ઓછું હોય છે. જોકે, એમાં ગભરાવાની જરૂર નથી, કારણ કે આ સમસ્યાનો ઉકેલ છે. આ પ્રકારની તકલીફને કન્ટ્રોલ કરવા માટે છોકરીઓએ પહેલેથી જ તૈયારી કરવી જોઈએ કે જેથી પ્રેગ્નન્સીની ઉંમરે તેઓ હેલ્ધી જ હોય. એના માટે સ્કૂલમાં જ ડાયટ પ્રોગ્રામ નક્કી કરી લેવો જરૂરી છે. મતલબ કે બે કલાક રમવાનો સમય આપો. ત્યાર પછી જમવામાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય તેનું ખાસ ધ્યાન રાખો. એટલું જ નહીં, તમારા ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ પ્રમાણસર હોય તે પણ ખાસ જોવું. લીલાં શાકભાજીનું પ્રમાણ વધારવું જોઈએ. એ સાથે એક્સરસાઈઝ પર પણ ધ્યાન આપવાની જરૂર છે. ડો. બંસી સાબુ, સેક્રેટરી, ડાયાબિટીસ ઈન્ડિયા
ભારતમાં ડાયાબિટીસ કેરનું સ્ટેટસ } 50%થી વધુ લોકો જાણતાં નથી કે તેમને ડાયાબિટીસ છે. } જેઓ સારવાર લઈ રહ્યાં છે, તેમનું શુગર લેવલ કન્ટ્રોલમાં નથી. } જેમને ખબર છે તેમાંથી 50% લોકો સારવાર નથી લઈ રહ્યાં. } 100માંથી 6 લોકો જ સારવાર લઈ રહ્યાં છે. ડાયાબિટીસ સ્પેશિયલ ફોર્મ્યૂલા અપનાવો : પાઉડરનો ઉપયોગ કરી શકો
જે લોકોને ડાયાબિટીસ છે અને તેમનું શરીર ભારે છે તો તેઓ વજન ઘટાડીને ડાયાબિટીસ કન્ટ્રોલમાં લાવી શકે છે, પણ ખાવાથી વજન ઘટાડવું અઘરું છે. એને નિયંત્રિત કરવા માટે ‘ડાયાબિટીસ સ્પેશિયલ ફોર્મ્યૂલા ફોર મીલ રિપ્લેસમેન્ટ’ અપનાવો. આ ફોર્મ્યૂલામાં જમવાને રિપ્લેસ કરો એટલે કે દિવસનું જમવાનું છોડી દેવું જોઈએ. એના બદલે મીલ રિપ્લેસર્લ લઈ શકો છો. આ રિપ્લેસર્સ જુદા-જુદા પાઉડરમાં ઉપલબ્ધ છે, જેમાં સાત પ્રકારનાં પોષકતત્ત્વો જેવાં કે ફેટ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર, પાણી, વિટામિન્સ, મિનરલ્સ હોય છે. આ ઉપરાંત ડાયટમાં કરેક્શન કરો. એમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ, ફ્રૂટ્સ, ફાઈબર, પ્રોટીનનું પ્રમાણ વધારો. પાણીની કમી ન થવા દેશો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.