સો ટચની વાત:આંખની ઊર્જાથી ઊર્જાવાન રહો

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

આપણે સૌ જાણીએ છીએ કે આંખ આપણા શરીરનું સૌથી મહત્ત્વનું અને સંવેદનશીલ અંગ છે. ઘણી વાર આંખની નાની એવી તકલીફ થઈ હોય તો પણ આપણે ટેન્શનમાં આવી જઈએ છીએ, કારણ કે આપણને ખબર છે કે જો આપણે ધ્યાન નહીં આપીએ તો એ આપણા માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે એમ છે. વળી, આજની બહિર્મુખી સંસ્કૃતિમાં સૌથી વધુ પ્રેશર આપણી કોઈ ઇન્દ્રિય ઉપર પડતું હોય તો તે પણ આપણી આંખ જ છે. ટીવી, ઇન્ટરનેટ, ફિલ્મો-મનોરંજન અને કામકાજની આખી દુનિયામાં આંખ અત્યંત મહત્ત્વનું અંગ છે. એ વાત સાચી છે કે આ કૃત્રિમ સાધનો ઉપર સતત આંખનું ભારણ વધવાથી આંખ અને મગજમાં તાણ પેદા થાય છે. આ સાધનોમાંથી નીકળતા વીજતરંગો આંખને ભારે નુકસાન પણ પહોંચાડે છે. મોટાભાગે લોકોનાં મોઢેથી આપણે આંખનો થાક, મગજની સુસ્તી અને શરીર જકડાઈ જવું એવી ફરિયાદો અવારનવાર સાંભળીએ છીએ. આધુનિક જીવનશૈલીની જ આ ખાસિયત એ છે કે આપણાં સૌની જિંદગી બહિર્મુખી બની ગઈ છે. સતત બહાર જોવાથી આપણું મન બહુ મોટા ત્રાસમાંથી પસાર થાય છે, કારણ કે વ્યક્તિનો ખુદ સાથેનો સંબંધ સાવ તૂટી જાય છે. મનુષ્યની એંસી ટકા ઊર્જા આંખમાંથી બહાર જતી રહે છે. તેથી લોકો ખાલીપો પણ અનુભવે છે. જોકે, એક વાત યાદ રાખજો કે, આનો ઉપાય પણ છે જ. એ માટે તમારે ધ્યાન કરવાનું છે. સૌપ્રથમ તો કોઈ એકાંત રૂમમાં શાંતિથી બેસી જાઓ. એવી જગ્યા કે જ્યાં સાવ ઝાંખો પ્રકાશ હોય. એ પછી તમારી બંને આંખ બંધ કરી લો અને તમારી બંને હથેળીને તમારી બંધ આંખ ઉપર રાખો. હથેળીને આંખની કીકી ઉપરથી હળવેકથી જવા દો. બની શકે કે શરૂઆતમાં તમારાથી પ્રેશર બની જાય, પણ ધીરે ધીરે પ્રેશર ઓછું કરતા જાઓ, જ્યાં સુધી તે સમાપ્ત ન થઈ જાય. બસ, એક હળવો સ્પર્શ રહે એ ધ્યાને જરૂર રાખજો. આ સ્પર્શથી આંખની ઊર્જા અંદર તરફ આવવા લાગશે, કારણ કે બહારનો દરવાજો બંધ થઈ ચૂક્યો છે. આમ, જે ક્ષણે ઊર્જા પાછી ફરશે એ સમયે ચહેરા અને માથા ઉપર હળવાશ અનુભવાશે. અરે, તમે જોજો, તમારો થાક તરત દૂર થઈ જશે અને તમે તાજગીસભર બની જશો. આવું તમે દિવસમાં ફક્ત એક વાર નહીં, ઘણી બધી વાર કરી શકો છો. તેનાથી તમને અચૂક ફાયદો થશે.{

અન્ય સમાચારો પણ છે...